'સુખ' ના સુવિચાર

" જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે "

વિદુર નીતિ

" લગ્ન સુખી થવા માટે નહીં પણ એકબીજાને વધુ સુખી કરવા માટે છે "

રવિશંકર મહારાજ

" વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ "

અજ્ઞાત

" સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું "

તીરુવલ્લુર

" સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે "

કવિ કલાપી

" સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ-દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી "

અજ્ઞાત

" સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો "

અજ્ઞાત

" સૂર્યની દૃષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે "

અજ્ઞાત

" હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી "

આલ્બર્ટ આઇન્સ્ટાઇન