" ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો "
" જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે "
" વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી "
" શું થયું તેના પર હું કદી નજર રાખતો નથી, પરંતુ શું કરવાનું બાકી છે તેનું જ ધ્યાન રાખું છું "
" સમજવા જેટલું સામર્થ્ય તમારામાં હોય તો તમારી ભુલ તમારું પગથિયું બની રહે, નહિંતર ખાડો બની રહે "
" સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી "