'પ્રેરણાદાયી' ના સુવિચાર

" ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો "

સ્વામી વિવેકાનંદ

" જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે "

ગાંધીજી

" જે વિચારધારાથી સમસ્યાઓ ઉદ્ભવી હોય તેનું નિરાકરણ એ જ વિચારધારાથી ન લાવી શકાય "

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

" ઝુકો પણ તુટો નહીં "

અજ્ઞાત

" ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે "

શૂન્ય પાલનપુરી

" તમે માત્ર નસીબને શોધતા હશો તો તકને ઓળખવી મુશ્કેલ છે "

અજ્ઞાત

" દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે "

અજ્ઞાત

" દરેક મુશ્કેલીમાં એક તક રહેલી હોય છે "

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

" પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી, પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે "

ગાંધીજી

" પોતાની અજ્ઞાનતાનો અનુભવ જ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે "

અજ્ઞાત

" બની શકે છે કે તમારું કામ મહત્વહીન થઈ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઈક કરો "

ગાંધીજી

" મુશ્કેલીઓ પાછળ પણ ઈશ્વરીય સંકેત હોય છે, ઈશ્વરની દેન તરીકે જ એને ગણી એનો સામનો કરવો જોઈએ "

અજ્ઞાત

" મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી "

ધીરુભાઈ અંબાણી

" વહાણ દરિયા કિનારે હંમેશા સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું "

અજ્ઞાત

" વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી "

ગાંધીજી

" શું થયું તેના પર હું કદી નજર રાખતો નથી, પરંતુ શું કરવાનું બાકી છે તેનું જ ધ્યાન રાખું છું "

ભગવાન શ્રીકૃષ્ણ

" શ્રેષ્ઠ વિચાર સારા ભવિષ્યનું નિર્માણ કરે છે અને ખરાબ વિચારો પતનના માર્ગે લઈ જાય છે "

અજ્ઞાત

" સમજવા જેટલું સામર્થ્ય તમારામાં હોય તો તમારી ભુલ તમારું પગથિયું બની રહે, નહિંતર ખાડો બની રહે "

અજ્ઞાત

" સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે "

અજ્ઞાત

" સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી "

ચાણક્ય