'પ્રેરણાદાયી' ના સુવિચાર

" સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય "

અજ્ઞાત

" સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે "

સ્વામી વિવેકાનંદ

" સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ-દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી "

અજ્ઞાત

" સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો "

અજ્ઞાત

" સૂર્યની દૃષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે "

અજ્ઞાત

" સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઈ શકે, બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઇચ્છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે "

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

" સ્વચ્છતા અને પરિશ્રમ મનુષ્યના બે સર્વોત્તમ વૈદ્ય છે "

અજ્ઞાત

" હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ "

ગાંધીજી