'અજ્ઞાત' ના સુવિચાર

" અધ્યાપક છે યુગનિર્માતા, વિદ્યાર્થી છે રાષ્ટ્રના ભાગ્ય વિધાતા "

અજ્ઞાત

" અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા "

અજ્ઞાત

" અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે "

અજ્ઞાત

" અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે "

અજ્ઞાત

" અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ "

અજ્ઞાત

" અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી "

અજ્ઞાત

" અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી, જયારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી "

અજ્ઞાત

" અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે "

અજ્ઞાત

" અવેજ ખોયો આવશે, ગયા મળે છે ગામ, ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ "

અજ્ઞાત

" અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી "

અજ્ઞાત

" અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી "

અજ્ઞાત

" અસલી સોનું અગ્નિપરીક્ષાથી પાછું પડતું નથી, કારણ કે તેમાંથી જ તે વધુ ખરું થઈને નીકળે છે "

અજ્ઞાત

" અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી દે છે, જ્યારે નમ્રતા દેવદૂત "

અજ્ઞાત

" અહંકારી કોઈની પાસે જવા માટે તૈયાર નથી, અને ક્રોધી પાસે કોઈ આવવા માટે તૈયાર નથી. અહંકાર અને ક્રોધ બંનેથી બચો "

અજ્ઞાત

" અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે "

અજ્ઞાત

" આક્રોશ, આવેગ અને આવેશની તૃપ્તિ માણસને ક્યારેય સફળ થવા દેતી નથી "

અજ્ઞાત

" આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ! "

અજ્ઞાત

" આજ સુધી કોઈ પણ વ્યક્તિ અનુકરણ કરીને મહાન નથી બન્યો "

અજ્ઞાત

" આત્મવિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથીયું છે "

અજ્ઞાત

" આદતને જો રોકવામાં ન આવે તો તે ઝડપથી ટેવ બની જાય છે "

અજ્ઞાત