'અજ્ઞાત' ના સુવિચાર

" જગતનાં સર્વ ઝઘડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે "

અજ્ઞાત

" જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે "

અજ્ઞાત

" જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવે નૂર. સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે "

અજ્ઞાત

" જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે. જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી હિંમત વધે છે. "

અજ્ઞાત

" જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે "

અજ્ઞાત

" જાત ઉપર આધાર રાખનાર માનવી ચારિત્ર્યશીલ અને અભિનંદનીય છે "

અજ્ઞાત

" જિંદગી એવી રીતે જીવો કે ભવિષ્યમાં બધા જાણે કે તમે કેવી રીતે જીવતા હતા "

અજ્ઞાત

" જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે "

અજ્ઞાત

" જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા "

અજ્ઞાત

" જિંદગીની સ્મરણયાત્રામાં સારા મિત્રોનું સ્મરણ એ સૌથી સુખદ અનુભવ છે કારણકે, એ બહુ અલ્પ હોય છે "

અજ્ઞાત

" જિંદગીમાં જે માંગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું "

અજ્ઞાત

" જીવન મનુષ્યના અનુભવ, આચરણ અને અસ્તિત્વનો પાયો છે "

અજ્ઞાત

" જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી "

અજ્ઞાત

" જીવનની ઘણીખરી અવ્યવસ્થા અને દુષ્ટતા, શાંતિથી બેસીને વિચાર કરવાની માનવીની અશક્તિનું પરિણામ છે "

અજ્ઞાત

" જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે "

અજ્ઞાત

" જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે "

અજ્ઞાત

" જીવનમાં એ ન વિચારો કે ‘કેટલું મળવું જોઈએ’ એ નક્કી કરો કે ‘કેટલું જોઈએ’ "

અજ્ઞાત

" જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય ! "

અજ્ઞાત

" જીવનમાં કપરો સમય તો આવે જ છે, એ તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો "

અજ્ઞાત

" જીવનમાં જો ઉદ્દેશ ન હોય તો હંમેશાં નિષ્ફળતા જ સાંપડે છે "

અજ્ઞાત