" જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે રડવું નહીં, તેનાથી માર્ગ નીકળતો નથી, પરંતુ હસીને મનને સ્થિર કરી માર્ગ કાઢવો જોઈએ "
" જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી જવાય છે, પણ ક્યારેક તે સારી વ્યક્તિની શોધમાં જ આખી જિંદગી વીતી જાય છે "
" જીવનસંગ્રામમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે "
" જે આકર્ષક અને સુંદર છે, તે હંમેશાં શ્રેષ્ઠ નથી હોતું, પરંતુ જે શ્રેષ્ઠ છે તે હંમેશાં સુંદર હશે "
" જે જ્ઞાન ભોળપણ છીનવી લે તે બોજરૂપ છે. જે વિલક્ષણતાનું વિશેષણ લગાવે તે જ્ઞાન બોજરૂપ છે. બુદ્ધિમાન વ્યક્તિમાં અહંકાર ઊભો કરે તે જ્ઞાન બોજરૂપ છે. જે પોતાની સાથે આનંદની પળો ન લાવે તે જ્ઞાન બોજરૂપ છે. જે ઈર્ષાથી મુક્ત ન કરી દે તે જ્ઞાન બોજરૂપ છે "
" જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી જોઈએ "