'અજ્ઞાત' ના સુવિચાર

" આનંદ તો દરેક જગ્યાએ છે, પરંતુ તેનો સ્ત્રોત આપણા હૃદયમાં છે "

અજ્ઞાત

" આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો "

અજ્ઞાત

" આપણી અંદર રહેલા સદ્ગુણ આપણને દેવ બનાવે છે અને અવગુણ અસુર બનાવે છે "

અજ્ઞાત

" આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ "

અજ્ઞાત

" આપણી ઇચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઇચ્છા જેવું હોય ને ! "

અજ્ઞાત

" આપણી જરૂરિયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ "

અજ્ઞાત

" આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે "

અજ્ઞાત

" આપણું નસીબ અને આપણી આવતીકાલ આપણાં કર્મો પર જ આધારિત છે. "

અજ્ઞાત

" આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે "

અજ્ઞાત

" આપણે બધાં રહીએ છીએ તો એક જ આકાશ નીચે, પરંતુ દરેકની ક્ષિતિજ જુદી જુદી હોય છે "

અજ્ઞાત

" આપણો રસ આપણા જીવનની કસોટી છે અને આપણા મનુષ્યત્વની ઓળખ "

અજ્ઞાત

" આપનું રક્તદાન અન્યની જિંદગી બચાવે છે "

અજ્ઞાત

" આશાભરી વાતો કરવાથી આપણા મનના વિચાર આશાવાદી બને છે "

અજ્ઞાત

" આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે "

અજ્ઞાત

" આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી "

અજ્ઞાત

" આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે "

અજ્ઞાત

" ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે "

અજ્ઞાત

" ઈશ્વર એક વખતમાં એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તેને લઈ લે છે "

અજ્ઞાત

" ઈશ્વરનું બેલેન્સ કેવું અદ્ભુત છે, પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે, અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઉપાડી ના શકે "

અજ્ઞાત

" ઉજાગરો થયો હોય તેને રાત લાંબી લાગે છે, થાકેલાના રસ્તા લાંબા લાગે છે તે જ રીતે ધર્મને ન સમજનાર મૂઢ માણસને સંસાર લાંબો લાગે છે "

અજ્ઞાત