'અજ્ઞાત' ના સુવિચાર

" માનવ મસ્તિષ્કનું શિક્ષણ એ ઘોડિયામાં હોય છે ત્યારથી જ શરૂ થઈ જાય છે "

અજ્ઞાત

" માનવી આખર માટીમાં મળવાનો કારણતે માટીમાંથી જ બન્યો છે "

અજ્ઞાત

" માનવી નાનો છે પરંતુ માનવતા મોટી છે "

અજ્ઞાત

" માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી "

અજ્ઞાત

" મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી; તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો ! "

અજ્ઞાત

" માંગ્યું મળે તે આપણા હાથની વાત નથી, પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી એ તો આપણા હાથની વાત છે "

અજ્ઞાત

" મિત્રો ગમે તેટલા હોય પરંતુ દુશ્મન એક જ હોય તે પૂરતું છે "

અજ્ઞાત

" મિત્રોને સંતુષ્ટ રાખવા કદી તેમને ઉધાર આપવું નહીં કે તેમના પાસેથી લેવું નહીં "

અજ્ઞાત

" મુશ્કેલીઓ પાછળ પણ ઈશ્વરીય સંકેત હોય છે, ઈશ્વરની દેન તરીકે જ એને ગણી એનો સામનો કરવો જોઈએ "

અજ્ઞાત

" મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ વિનમ્ર અને જ્ઞાની બની જાય છે "

અજ્ઞાત

" મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને તે સેવામાં વાપરજો પ્રીતિથી "

અજ્ઞાત

" મૌન એટલે જીભને શાંત રાખવી એટલું જ નહિં, પરંતુ મનને પણ શાંત રાખવું "

અજ્ઞાત

" યશપૂર્ણ જીવનનો એક વ્યસ્ત કલાક કીર્તિ રહિત યુગો કરતાં ઘણો વધારે છે "

અજ્ઞાત

" રોગ કરતાં રોગની ચિંતા વધારે ખરાબ છે "

અજ્ઞાત

" લક્ષ્ય જેટલું મહાન હોય છે તેનો માર્ગ તેટલો જ લાંબો અને ભયાનક હોય છે "

અજ્ઞાત

" લોભનો કોઈ થોભ નથી, ઈશ્વર ભક્તિમાં સમય વિતાવો "

અજ્ઞાત

" વહાણ દરિયા કિનારે હંમેશા સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું "

અજ્ઞાત

" વાણી જ માનવીનું એક એવું આભુષણ છે જે બીજા આભુષણોની માફક ઘસાતું નથી "

અજ્ઞાત

" વાસણ ત્યારે જ વધુ અવાજ કરે છે જ્યારે તે ખાલી હોય છે "

અજ્ઞાત

" વાંચવાનું તો સૌ જાણે છે, પરંતુ શું વાંચવું એ ઘણા ઓછા લોકો જાણતા હોય છે "

અજ્ઞાત