'અજ્ઞાત' ના સુવિચાર

" વિચાર ફૂલ જેવો છે અને વિચારવું એ તેને સુંદર માળામાં ગૂંથવા જેવું છે "

અજ્ઞાત

" વિચાર બળ એ મહાન શક્તિ છે "

અજ્ઞાત

" વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ સૌથી અસરકારક હથિયાર સાબિત થતાં હોય છે "

અજ્ઞાત

" વિવેક અંતરાત્માનો એક નાનકડો અવાજ છે, જે તમારી બોલી નથી બોલતો "

અજ્ઞાત

" વિશ્વના સર્વોત્કૃષ્ટ વિચારો અને કથનોનું જ્ઞાન અને તેનું આચરણ જ સંસ્કૃતિ છે "

અજ્ઞાત

" વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે આપનારા અને લેનારા. લેનારા સારું ખાઈ શકે છે, જ્યારે આપનારા સારું ઊંઘી શકે છે "

અજ્ઞાત

" વિશ્વાસ જીવન છે, સંશય મૃત્યુ છે "

અજ્ઞાત

" વૃદ્ધાવસ્થા અથવા વૃદ્ધત્વ આપણા બાળપણનું જ પુનરાગમન છે "

અજ્ઞાત

" વ્યક્તિ અથવા વસ્તુમાં સંગત અનુસાર જ પરિવર્તન આવે છે "

અજ્ઞાત

" વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ "

અજ્ઞાત

" વ્યવહાર નથી બદલાતા, સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે "

અજ્ઞાત

" વ્યસન મિત્રના સ્વરૂપે શરીરમાં ઘૂસે છે અને પછી દુશ્મન બનીને તેને મારી નાખે છે "

અજ્ઞાત

" શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે "

અજ્ઞાત

" શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો "

અજ્ઞાત

" શાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે "

અજ્ઞાત

" શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે "

અજ્ઞાત

" શિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે, પણ અનુભવી લોકો પોતાના પ્રમાણે પરિસ્થિતિ બદલી શકે છે "

અજ્ઞાત

" શ્રદ્ધા અને વિશ્વાસ સફળતાની પાંખો છે "

અજ્ઞાત

" શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર "

અજ્ઞાત

" શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ "

અજ્ઞાત