'અજ્ઞાત' ના સુવિચાર

" શ્રેષ્ઠ વિચાર સારા ભવિષ્યનું નિર્માણ કરે છે અને ખરાબ વિચારો પતનના માર્ગે લઈ જાય છે "

અજ્ઞાત

" શ્વાન સાથે પ્રિતડી, દો પાંતિકા દુઃખ, ખીજયા કાટે પાવકો, રીઝયા ચાટે મુખ "

અજ્ઞાત

" શ્વાસ ખુટી જાય અને ઇચ્છાઓ બાકી રહી જાય તે મોત, જ્યારે ઇચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે તે મોક્ષ ! "

અજ્ઞાત

" સચ્ચાઈ અને પ્રામાણિકતા ધરાવનારને કોઈ પ્રલોભન ડગાવી શકતું નથી "

અજ્ઞાત

" સત્કાર્યો માનવ હૃદયમાં બાંધેલા કિર્તીમંદિરો સમાન છે "

અજ્ઞાત

" સત્કાર્યો સંપતિથી મૂલ્યવાન છે "

અજ્ઞાત

" સત્યની શોધ માટે ખર્ચેલો સમય કયારેય માથે પડતો નથી, આખરેતો એ બચાવેલો સમય જ સાબિત થાય છે "

અજ્ઞાત

" સદ્ગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી "

અજ્ઞાત

" સદ્ગુણ ફાટેલાં કપડાંમાં પણ તેટલાં જ ચમકે છે જેટલાં સૂટ-બૂટમાં "

અજ્ઞાત

" સફળ વ્યક્તિ સમસ્યાથી ક્યારેય ગભરાતા નથી. તેઓ પરિસ્થિતિઓના રાજા બનીને તેના પર હાવી થઈને સમસ્યાને જીતી લે છે "

અજ્ઞાત

" સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી, બલકે પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે, એટલે પ્રત્યેક ડગલું સમજી વિચારીને જ ભરવું "

અજ્ઞાત

" સફળતાનો કોઈ શોર્ટકટ નથી, બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં "

અજ્ઞાત

" સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે, તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે "

અજ્ઞાત

" સમજવા જેટલું સામર્થ્ય તમારામાં હોય તો તમારી ભુલ તમારું પગથિયું બની રહે, નહિંતર ખાડો બની રહે "

અજ્ઞાત

" સમય અણમોલ ખજાનો છે, આથી દરેક ક્ષણને સંભાળીને રાખો અને તેનો સદુપયોગ કરો "

અજ્ઞાત

" સમય, વાણી અને પાણીનો સદુપયોગ કરો "

અજ્ઞાત

" સમયની કિંમત તે જાણી શકે, જે તેને વ્યર્થ ન જવા દે "

અજ્ઞાત

" સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે "

અજ્ઞાત

" સમાજમાં તેવા મનુષ્ય માટે કોઈ જગ્યા નથી જે ઉદાસ, દુ:ખી અને નિરાશ હોય છે "

અજ્ઞાત

" સમાધાન એ એક સરસ છત્રીરૂપ જરૂર બની શકે છે પણ એ કદી છત બની શકતી નથી "

અજ્ઞાત