'અજ્ઞાત' ના સુવિચાર

" સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં, પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે "

અજ્ઞાત

" સલાહ તો અનેક લોકો મેળવે છે, પરંતુ તેનો લાભ લેતાં બુદ્ધિશાળીને જ આવડે છે "

અજ્ઞાત

" સંક્ષેપ એ જ પ્રતિભા અને બુદ્ધિમત્તાનો આત્મા છે "

અજ્ઞાત

" સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય "

અજ્ઞાત

" સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો, આખરે તો એ મા– બાપને જ અનુસરશે ! "

અજ્ઞાત

" સંયમ અને ત્યાગના માર્ગે જ આનંદ અને શાંતિ સુધી પહોંચી શકાય છે "

અજ્ઞાત

" સંસારનાં કડવાં વૃક્ષોનું અમૃતફળ એટલે સજ્જન પુરુષોની સંગત "

અજ્ઞાત

" સંસારનું જ્ઞાન સંસારમાં રહીને જ મેળવી શકાય, બંધ રૂમમાં નહીં "

અજ્ઞાત

" સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે, જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે, પણ તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે. આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય "

અજ્ઞાત

" સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા "

અજ્ઞાત

" સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતાં "

અજ્ઞાત

" સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા "

અજ્ઞાત

" સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી "

અજ્ઞાત

" સાચો માણસ એ છે કે બુરાઈનો બદલો ભલાઈથી કરે છે "

અજ્ઞાત

" સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે "

અજ્ઞાત

" સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે "

અજ્ઞાત

" સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે "

અજ્ઞાત

" સુખ દુઃખ મનની સ્થિતિ છે, આ સમજ વિકસે તો નિરંતર પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય "

અજ્ઞાત

" સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ-દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી "

અજ્ઞાત

" સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો "

અજ્ઞાત