'અજ્ઞાત' ના સુવિચાર

" સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલ તો દરરોજ દિલમાં ઊગે ખુશીના ફુલ "

અજ્ઞાત

" સુધારો કર્યા વગરનો પશ્ચાતાપ એવો છે જાણે કે છિદ્ર બંધ કર્યા વગર જહાજમાંથી પાણી કાઢવું "

અજ્ઞાત

" સૂર્યની દૃષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે "

અજ્ઞાત

" સેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે "

અજ્ઞાત

" સેંકડો હાથોથી ભેગું કરો, અને હજારો હાથોથી વહેંચી દો "

અજ્ઞાત

" સૌને મિત્ર નથી બનાવી શકતા તો ‘કોઈ વાત નહીં’, પરંતુ શત્રુ તો એકને પણ ન બનાવતા, અન્યથા તે એક શત્રુ જ જીવવું મુશ્કેલ કરી નાખશે "

અજ્ઞાત

" સૌંદર્ય માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શણગાર નથી "

અજ્ઞાત

" સ્ત્રી અને પુરુષ વિશ્વરૂપી અંકુરના બે પાંદડાં છે "

અજ્ઞાત

" સ્ત્રી જીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે "

અજ્ઞાત

" સ્નાનથી તન, દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે "

અજ્ઞાત

" સ્વચ્છતા અને પરિશ્રમ મનુષ્યના બે સર્વોત્તમ વૈદ્ય છે "

અજ્ઞાત

" સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો, જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો "

અજ્ઞાત

" હાથ એટલા માટે છે કે તમે સદા બીજાને આપી શકો "

અજ્ઞાત

" હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે "

અજ્ઞાત

" હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે "

અજ્ઞાત

" હૃદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે "

અજ્ઞાત

" હે ભગવાન! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે "

અજ્ઞાત

" માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી "

અજ્ઞાત

" પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે "

અજ્ઞાત

" જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય "

અજ્ઞાત