'અજ્ઞાત' ના સુવિચાર

" ઉત્સાહ, શક્તિ અને હિમ્મત ન હારવી, આ તમામ કાર્યસિદ્ધિ અપાવનારા ગુણ કહેવાયા છે "

અજ્ઞાત

" ઉધાર એ મહેમાન છે જે એક વખત આવી જાય પછી જવાનું નામ નથી લેતો "

અજ્ઞાત

" ઊંઘ એવો અફાટ સાગર છે, જેમાં આપણે આપણાં બધાં દુ:ખ ડૂબાડી દઈ શકીએ છીએ "

અજ્ઞાત

" એ વ્યકિત પરમ સુખી છે જેની પાસે વિવેકનો વાસ છે "

અજ્ઞાત

" એક ભયંકર ડાકુ કરતાં એક ખરાબ પુસ્તક વધુ ભયંકર છે "

અજ્ઞાત

" એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે "

અજ્ઞાત

" એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી "

અજ્ઞાત

" એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરૂર મળે છે "

અજ્ઞાત

" એટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે "

અજ્ઞાત

" એવી શીખામણ ન આપો જે સુંદર હોય, પણ જે લાભદાયક હોય એવી શીખામણ આપો "

અજ્ઞાત

" એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય. "

અજ્ઞાત

" કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું "

અજ્ઞાત

" કડવી શિખામણ હિતેચ્છુ જ આપે "

અજ્ઞાત

" કપરા સંજોગમાં જે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે, સમયની સાથે સંજોગો બદલાતા રહે છે "

અજ્ઞાત

" કરકસર સારી બાબત છે, પણ તેમાં સામાન્ય બુદ્ધિ વાપરવી એટલી જ જરૂરી છે "

અજ્ઞાત

" કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે "

અજ્ઞાત

" કંજુસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહીં, કારણ કે તે પોતાનું બધું જ ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે "

અજ્ઞાત

" કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે "

અજ્ઞાત

" કાજળ તજે ન શ્યામતા, મુકતા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત "

અજ્ઞાત

" કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે "

અજ્ઞાત