'અજ્ઞાત' ના સુવિચાર

" કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી "

અજ્ઞાત

" કાર્ય નાનું હોય કે મોટું, તેની અસર સકારાત્મક હોવી જોઈએ "

અજ્ઞાત

" કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો ! "

અજ્ઞાત

" કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે "

અજ્ઞાત

" કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ "

અજ્ઞાત

" કૃતજ્ઞતા હૃદયની સ્મૃતિ છે, ક્ષમા મોટાઈની નિશાની છે "

અજ્ઞાત

" કેટલા આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા "

અજ્ઞાત

" કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે ! "

અજ્ઞાત

" કેટલાંક પુસ્તકો માત્ર ચાખવાના હોય છે. કેટલાંક અંદર ઉતારવાના તથા કેટલાંક ચાવી અને પચાવી શકાય છે "

અજ્ઞાત

" કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ "

અજ્ઞાત

" કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં "

અજ્ઞાત

" કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે "

અજ્ઞાત

" કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના ખોળામાં ખૂંદવું પડે છે "

અજ્ઞાત

" કોઈએ એક વડીલને પૂછ્યું, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુમાં શું ફરક છે ? તેમણે જવાબ આપ્યો મા, અમ્મી અને બેબ્બેમાં છે એટલો "

અજ્ઞાત

" કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો "

અજ્ઞાત

" કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે "

અજ્ઞાત

" કોઈપણ વ્યક્તિને સાચા અર્થમાં પારખવી હોય તો તેને સત્તા સ્થાને બેસાડી દો "

અજ્ઞાત

" ક્યારેક ન બોલવામાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે "

અજ્ઞાત

" ક્યારેય અને ક્યાંય વધુ પડતું બોલબોલ કરવું નહીં, સામેવાળી વ્યક્તિ વિશે એકદમ અભિપ્રાય ન આપો "

અજ્ઞાત

" ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહીં અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા નહીં "

અજ્ઞાત