'અજ્ઞાત' ના સુવિચાર

" ક્રોધ એક ક્ષણિક પાગલપન છે. તેના પર નિયંત્રણ અત્યંત જરૂરી છે "

અજ્ઞાત

" ક્રોધ ક્ષણિક પાગલપન જ છે, જે આપણા ઉત્તમ વિચારો, સંકલ્પો, કર્મો અને પ્રતિષ્ઠાનો વિનાશ કરી દે છે. ક્રોધથી હંમેશાં દૂર રહો "

અજ્ઞાત

" ક્ષમા એ વીરનું આભૂષણ છે, માત્ર શકિતશાળી વ્યકિત જ ક્ષમા આપી શકે છે "

અજ્ઞાત

" ખુશ કરવાની કલા ખુશ રહેવામાં છે "

અજ્ઞાત

" ખુશીનો અર્થ મુશ્કેલીઓની ગેરહાજરી નહીં પરંતુ તેમને દૂર કરવાની તાકાત છે "

અજ્ઞાત

" ખૂંખાર ડાકુ કરતા ખરાબ પુસ્તક વધુ ખતરનાક છે "

અજ્ઞાત

" ખેતરમાં વાવેલાં બધાં જ બી કાંઈ ફળતા નથી, પરંતુ જીવન ઉપવનમાં વાવેલાં સત્કર્મનું એકપણ બીજ નકામું જતું નથી "

અજ્ઞાત

" ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે "

અજ્ઞાત

" ગમે તેવી પરિસ્થિતિમાં હૈયુ મજબૂત હશે તો તમામ વિકલ્પોનો માનવી સામનો કરી શકશે "

અજ્ઞાત

" ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પેદા થાય, મનને નબળું પડવા ન દો. જ્યાં રહો, આનંદમાં રહો "

અજ્ઞાત

" ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે "

અજ્ઞાત

" ગંભીર પરિસ્થિતિઓ જ મહાપુરુષોનું વિદ્યાલય છે "

અજ્ઞાત

" ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત, મોંધેરા તુજ મણીમંડપમાં આ ઝુકી રહ્યા અમ શીશ, માત મીઠી તુજ ચરણ પડીને માંગીએ શુભઆશિષ "

અજ્ઞાત

" ગુરુ બે છે - એક આત્માનું કલ્યાણ કરે, બીજા જીવનનું "

અજ્ઞાત

" ગુલાબ અને દાનની સુગંધ ચોમેર ફેલાતી રહે છે "

અજ્ઞાત

" ગુસ્સાથી મનુષ્યનો સ્વભાવ જ નહીં, સમગ્ર ચરિત્ર અને જીવન વિકૃત થઈ જાય છે "

અજ્ઞાત

" ગુસ્સામાં રહેલી વ્યક્તિનું મોઢું તો ખુલ્લું રહે છે, પરંતુ આંખો બંધ રહે છે "

અજ્ઞાત

" ચિંતા ઊધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે "

અજ્ઞાત

" ચિંતા એ આજ સુધી કોઈપણ કાર્યને પૂર્ણ કર્યું નથી "

અજ્ઞાત

" ચિંતાથી સુખ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે "

અજ્ઞાત