'સ્વામી વિવેકાનંદ' ના સુવિચાર

" આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે "

સ્વામી વિવેકાનંદ

" આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો, વિજય કે પરાજયની પરવા ન કરો, જીવનને વેડફી નાખવું ન પાલવે "

સ્વામી વિવેકાનંદ

" આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે "

સ્વામી વિવેકાનંદ

" આપણા વ્યક્તિત્વની ઉત્પત્તિ આપણા વિચારોમાં છે. આથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, શબ્દ ગૌણ છે, વિચાર મુખ્ય છે અને તેની અસર લાંબાગાળા સુધી રહેતી હોય છે "

સ્વામી વિવેકાનંદ

" ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો "

સ્વામી વિવેકાનંદ

" એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે બીજું કશું નથી "

સ્વામી વિવેકાનંદ

" એષણા સમુદ્રની જેમ હંમેશા અતૃપ્ત રહે છે. તેને સંતોષવાનો પ્રયત્ન કરવાથી અશાંતિ વધે છે "

સ્વામી વિવેકાનંદ

" કોઈક વખત ખબર નથી પડતી કે જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે ? પણ ચાલવાનું ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે "

સ્વામી વિવેકાનંદ

" જીવ એ શિવ છે, તેનો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવ સ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ "

સ્વામી વિવેકાનંદ

" જે ખોટા કાર્ય કરતા નથી, તેમને કદી દંડ થતો નથી, તેથી તેઓ કદી મુક્ત પણ થઈ શકતા નથી. ખરેખર તો, સાંસારિક ધક્કા જ આપણને જાગૃત કરે છે, તે જ આપણી અંદર મુક્તિની આકાંક્ષા જગાડે છે "

સ્વામી વિવેકાનંદ

" જેની વાતથી તમારું મન અશાંત થઈ જાય તેવી વ્યક્તિ પાસે ન બેસો કે ન તમારી પાસે બેસાડો "

સ્વામી વિવેકાનંદ

" જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે "

સ્વામી વિવેકાનંદ

" જો હું મારા તમામ વ્યવહારમાં પ્રામાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી "

સ્વામી વિવેકાનંદ

" જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે "

સ્વામી વિવેકાનંદ

" તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો "

સ્વામી વિવેકાનંદ

" ધનથી નહીં, સંતાનથી પણ નહીં, અમૃતસ્થિતિની પ્રાપ્તિ માત્ર ત્યાગથી જ થાય છે "

સ્વામી વિવેકાનંદ

" નિષ્ફળતા એ વાત સિદ્ધ કરે છે કે સફળતાનો પ્રયાસ મનથી કરાયો નથી "

સ્વામી વિવેકાનંદ

" નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી, અન્યને ઘેર વગર બોલાવે જવું, જ્ઞાતિ કે સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું – આટલી વસ્તુ કરવાથી માનહાની થાય છે "

સ્વામી વિવેકાનંદ

" નીતિમાન થજો, શુરવીર બનજો, ઉદાર હૃદય ના થજો, જાનને જોખમે પણ નીતિમાન અને ચારિત્ર્યવાન બનજો "

સ્વામી વિવેકાનંદ

" મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી "

સ્વામી વિવેકાનંદ