'વિદુર નીતિ' ના સુવિચાર

" કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી "

વિદુર નીતિ

" કુસંગથી સાધુનો, કુમંત્રણાથી રાજાનો, અત્યાધિક પ્રેમથી પુત્રનો અને અવિદ્યાર્થીથી બ્રાહ્મણનો નાશ થાય છે "

વિદુર નીતિ

" ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે, તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે "

વિદુર નીતિ

" જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે "

વિદુર નીતિ

" સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સદ્વવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે "

વિદુર નીતિ