'સ્વામી પીયૂષાનંદ સરસ્વતી' ના સુવિચાર

" અભિમાની પાસે કોઈ જવા તૈયાર હોતું નથી અને ક્રોધી પાસે કોઈ આવતું નથી, આથી અભિમાન અને ક્રોધથી દૂર રહો "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" કોઈ કારણસર ખુશ ન થાઓ કારણ કે નિમિતનો અંત આવતા ખુશીનો પણ અંત આવે છે. કારણ વગર ખુશ રહેશો તો તે કાયમી હશે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" જિંદગી શિક્ષકથી પણ ઘણી કડક છે. કારણ કે, શિક્ષક ભણાવે છે અને પછી પરીક્ષા લે છે, પરંતુ જિંદગીમાં પહેલા પરીક્ષા આપવી પડે છે અને પછી પાઠ શિખવા મળે છે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી. એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપશો "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" ઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" વિવેકશીલ માનવી હંસની જેમ જગતમાંથી જે સારું હોય તે લઈ લે છે અને ખરાબ હોય તેનો ત્યાગ કરે છે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

" સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે "

સ્વામી પીયૂષાનંદ સરસ્વતી