'રવિન્દ્રનાથ ટાગોર' ના સુવિચાર

" ‘મા’નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે "

રવિન્દ્રનાથ ટાગોર

" ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે, પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે "

રવિન્દ્રનાથ ટાગોર

" દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી "

રવિન્દ્રનાથ ટાગોર

" પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે "

રવિન્દ્રનાથ ટાગોર

" પ્રભુ છે અને સર્વત્ર છે આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ "

રવિન્દ્રનાથ ટાગોર

" ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? "

રવિન્દ્રનાથ ટાગોર

" મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે, તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે "

રવિન્દ્રનાથ ટાગોર

" મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો "

રવિન્દ્રનાથ ટાગોર