'ખલિલ જિબ્રાન' ના સુવિચાર

" જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે "

ખલિલ જિબ્રાન

" જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ "

ખલિલ જિબ્રાન

" પ્રેમ પોતાના સિવાય કશું જ આપતો નથી અને પોતાના સિવાય બીજામાંથી કશું જ લેતો નથી "

ખલિલ જિબ્રાન

" મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! "

ખલિલ જિબ્રાન

" વિચાર એ એક એવું પંખી છે જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઉડવા માટે અશક્ત છે "

ખલિલ જિબ્રાન

" સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો "

ખલિલ જિબ્રાન