'વિનોબા ભાવે' ના સુવિચાર

" આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે "

વિનોબા ભાવે

" કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ "

વિનોબા ભાવે

" જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું? "

વિનોબા ભાવે

" પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા "

વિનોબા ભાવે

" બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે "

વિનોબા ભાવે

" સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની "

વિનોબા ભાવે