'સ્વામી રામતીર્થ' ના સુવિચાર

" જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની "

સ્વામી રામતીર્થ

" જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે "

સ્વામી રામતીર્થ

" જેવું ચિંતવશો એવું જ થશે. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે "

સ્વામી રામતીર્થ

" દરેક કામ હિંમત અને શાંતિથી કરો એ જ સફળતાનું સાધન છે "

સ્વામી રામતીર્થ

" દરેક વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે આનંદનો ખજાનો તો તમારી અંદર છે "

સ્વામી રામતીર્થ

" દુન્યવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે, આનંદનો ખજાનો તો તમારી અંદર જ હોય છે "

સ્વામી રામતીર્થ

" ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે "

સ્વામી રામતીર્થ

" મનનો સ્વભાવ ચંચળ છે જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે "

સ્વામી રામતીર્થ

" માત્ર પ્રકાશનો અભાવ નહીં પણ વધુ પડતો પ્રકાશ પણ મનુષ્યની આંખો માટે અંધકાર રૂપ સાબિત થાય છે "

સ્વામી રામતીર્થ

" વિચાર ભાગ્યનું બીજું નામ છે "

સ્વામી રામતીર્થ

" સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો "

સ્વામી રામતીર્થ