'ગાંધીજી' ના સુવિચાર

" અહિંસા સત્યની શોધનો આધાર છે "

ગાંધીજી

" આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષ મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે "

ગાંધીજી

" કોઈપણ સ્ત્રીના સતીત્વનો ભંગ કરતાં પહેલાં મરી જવું ઉત્તમ છે "

ગાંધીજી

" ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ "

ગાંધીજી

" જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે "

ગાંધીજી

" તર્ક કેવળ બુદ્ધિનો વિષય છે, હૃદયની સિદ્ધિ સુધી બુદ્ધિ પહોંચી શકતી નથી, જેને બુદ્ધિ માને પણ હૃદય ન માને તે વસ્તુ ત્યજ્ય છે "

ગાંધીજી

" ધર્મવિહીન નૈતીક જીવન રેતીમાં બાંધેલા ઘર જેવું છે "

ગાંધીજી

" ન્યાયની અદાલતોથી અન્ય પણ એક અદાલત હોઈ શકે છે અને તે છે અંતરાત્માના અવાજની, આ અંતરાત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતા શ્રેષ્ઠ છે "

ગાંધીજી

" પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી, પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે "

ગાંધીજી

" પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે રત્ન બહારની ચમક બતાવે છે જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે "

ગાંધીજી

" પ્રામાણિકપણે અસંમતિ દર્શાવવી એ પણ વિકાસની નિશાની છે "

ગાંધીજી

" પ્રાર્થના એ કઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે "

ગાંધીજી

" બની શકે છે કે તમારું કામ મહત્વહીન થઈ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઈક કરો "

ગાંધીજી

" ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય "

ગાંધીજી

" મહાપુરુષોનું સર્વશ્રેષ્ઠ સન્માન આપણે તેમનું અનુસરણ કરીને જ કરી શકીએ "

ગાંધીજી

" માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે હિમાલયના શિખર પર નહિ "

ગાંધીજી

" મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે "

ગાંધીજી

" લોકશાહીનો અર્થ હું એવો સમજું છું કે તેમાં ઉપેક્ષિતથી માંડી તમામ સંપન્ન વર્ગની વ્યક્તિને આગળ વધવાની સમાન તક મળે "

ગાંધીજી

" વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી "

ગાંધીજી

" સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્ય માટે અનેક બને છે "

ગાંધીજી