શ્રી રતિલાલ ચંદરયા ગુજરાતીલેક્સિકન શિષ્યવૃત્તિ

 •   શ્રી રતિલાલ ચંદરયા ગુજરાતીલેક્સિકન શિષ્યવૃત્તિ

  માતૃભાષા ગુજરાતીના સંવર્ધન અને સંચયન માટે સતત કાર્યરત ગુજરાતીલેક્સિકન દ્વારા તેના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયાની સ્મૃતિમાં વર્ષ 2015થી ‘શ્રી રતિલાલ ચંદરયા ગુજરાતીલેક્સિકન શિષ્યવૃત્તિ’ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. રતિકાકાએ પોતાની જિંદગીના 25 કરતાં પણ વધુ વર્ષો માતૃભાષાની નિ:સ્વાર્થ સેવા પાછળ પસાર કર્યાં છે. એમની આ સેવાને આગળ વધારવાના એક ભાગ સ્વરૂપ જે વિદ્યાર્થી ‘ગુજરાતી ભાષા’ને મુખ્ય વિષય તરીકે પસંદ કરી એમ.એ. અથવા પી.એચ.ડી કરતા હોય તેવા હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

  આ શિષ્યવૃત્તિ શરૂ કરવા પાછળનો મુખ્ય આશય એવા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે કે જેઓ માતૃભાષામાં સઘન સંશોધન કરી માતૃભાષાનો વ્યાપ વધારવા ઉત્સુક છે; પણ આર્થિક સહાયતા ન હોવાને કારણે તેમ કરી શકે તેમ નથી. આથી ગુજરાતીલેક્સિકન દ્વારા આવા વિદ્યાર્થીઓને સહાયભૂત થવાના આશયથી એક નાનકડી પહેલ કરવામાં આવી છે.

  આ અંતર્ગત અમે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ જેવી કે ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદ્યાનગર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ સાથે જોડાઈને વર્ષ 2015માં કુલ 8 વિદ્યાર્થીઓ વચ્ચે 72000 રૂપિયાની શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું હતું.

  દરેક યુનિવર્સિટીના એમ.એ. વિભાગ 1માંથી એક અને વિભાગ 2માંથી એક એમ કુલ 10 વિદ્યાર્થીઓ અને પી.એચ.ડીના કુલ 2 વિદ્યાર્થીઓ એમ કુલ 12 વિદ્યાર્થીઓ વચ્ચે કુલ 1,00,000 રૂપિયાની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવે છે. આ શિષ્યવૃત્તિની સહાય રકમ આગામી વર્ષોમાં વધારવામાં આવશે, જેથી વધુ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ હેઠળ આવરી શકાય.

  શિષ્યવૃત્તિ કુલ રકમ (વિદ્યાર્થી દીઠ) :

  • એમ.એ. પાર્ટ 1 – 7000 રૂપિયા
  • એમ.એ પાર્ટ 2 – 7000 રૂપિયા
  • પી.એચ.ડી – 15,000 રૂપિયા

  શિષ્યવૃત્તિ માટે નીચે જણાવેલા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે :

  • બી.એ.માં ઓછામાં ઓછા 55% ગુણ આવેલા હોવા જોઈએ
  • માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલ વ્યક્તિ જ પી.એચડી સ્કોલરશિપ માટે લાયક ગણાશે
  • કોઈ શિષ્યવૃત્તિ કે આર્થિક સહાય ન મળતી હોવી જોઈએ
  • કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા કે તેથી વધુ ન હોવી જોઈએ
  • પોતાનો અભ્યાસક્રમ અધૂરો નહીં છોડે અને પૂર્ણ કરશે, તેની બાંહેધરી વિદ્યાર્થીએ આપવી પડશે
  • જો કોઈ વિદ્યાર્થીના સંદર્ભમાં તેના ઘરની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર પણ પડે, તો તે લેવી
  • સ્કોલરશિપ અંગેનો અંતિમ નિર્ણય પસંદગી સમિતિનો રહેશે

  આ માપદંડ ધ્યાનમાં રાખીને વિવિધ યુનિવર્સિટીના ‘ભાષાભવન’ તરફથી જે યાદી અમને મળે છે તે યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓના દસ્તાવેજોનું પ્રથમ વેરીફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું ફોન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે અને જરૂર જણાય તો રૂબરૂ મુલાકાત પણ કરવામાં આવે છે. આ બધાને અંતે પસંદગી સમિતિ દ્વારા દરેક બાબતની ચકાસણી કરી શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની યાદી જાહેર કરવામાં આવે છે.

  2017-18 માટે શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી મોકલવાની આખર તારીખ – 20 સપ્ટેમ્બર 2017 છે.

  Scholarship Form
 •   વર્ષ 2016-17 માટે રતિલાલ ચંદરયા શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે.
 •   વર્ષ 2015-16 માટે રતિલાલ ચંદરયા શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે :

Testimonials

સાચું ગુજરાતી લખી શકવાનો વિશ્વાસ અને જોડણી શુદ્ધિની દિશામાં અતિ ઉપયોગી છે.

પ્રા. અશ્વિન ચૌહાણ

GL Mobile Apps