Shayri

Add Your Entry

જેને તમે ચાહો એ પ્રેમ... જે તમને ચાહે એનું શું.??? જેના માટે તમે રડ્યા એ પ્રેમ... જે તમારા માટે રડ્યા એનું શું.??? જેના માટે તમે તડપ્યા એ પ્રેમ... જે તમારા માટે તડપ્યા એનું શું.??? તમે જેને ચાહો એ તમને મળ્યું એ પ્રેમ... અને જેને તમે ના મળ્યા એનું શું.???

Author Vishal Joshi Read More...

હવે ના આપણે દોસ્ત છીએ કે ના દુશ્મન છીએ, બસ એકમેકની યાદો સંઘરી બેઠેલા અજાણ્યા છીએ ! Written By, Vishal Joshi......L

Author Vishal Joshi Read More...

અમે જેની સામે હૈયું ખોલી ને બેઠા.. એ જ એને ત્રાજવે તોળી ને બેઠા... પૂછવા જતા હતા દામ... ત્યાં તો... "આનું કાઈ ન આવે" એમ કહી બેઠા

Author Vishal Joshi Read More...

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,

સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,

એકલા બેસીને વિચારી તો જુઓ,

મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....

 

Author Hitendra Vasudev Read More...

કિંમત પ્રેમની નહી, 

પ્રેમ કરનારની હોવી જોઈએ, 

કારણ કે

પ્રેમનો મુખોટો પહેરેલાં બહેરુપ્યા

ઘણા મળતા હોય છે, પરતું

પ્રેમનાં રૂપમાં રાધાને કૃષ્ણ 

કોઇક જ મળે છે... 

Author Hitendra Vasudev Read More...

તમારી નવી સવાર એટલી સારી થઈ જાય,

કે દુઃખોની તમારી વાતો બધી નાની થઈ જાય,

આપી જાય એટલી ખુશીઓ આ દિવસ, 

કે ખુશી પણ આપની દિવાની થઈ જાય.

Author Hitendra Vasudev Read More...

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

Author Hitendra Vasudev Read More...

     થોડી ગેરસમજથી સારું જીવાય છે,

    ખુલાસા કરવાથી દુખી થવાય છે,

      જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,

      બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.

Author Hitendra Vasudev Read More...

Most Viewed Shayri

Most Viewed Author