Shayri

Add Your Entry

સુખ હોય કે દુખ, પણ જીવવા માં મજા છે,

Author: Gurjar Upendra

Date: 25-08-2015   Total Views : 427

સુખ હોય કે દુખ, પણ જીવવા માં મજા છે,

કોઈકની આંખોના આંશુ બનવામાં મજા છે

મારુ તો ગણિત છે બધાથી અલગ,

પામવા કરતા જતું કરવામાં મજા છે.

____________________________________________________

સુખ નથી આવતું દુઃખ વગર,

પ્રેમ નથી મળતો નફરત વગર,

માટે ભરોસો રાખો ભગવાન ઉપર,

કેમકે ભગવાને સાગર નથી બનાવ્યો

કિનારા વગર.........

___________________________________________________________________-

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,

આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,

પ્રેમ માં દુનિયા લાખ બને અડચણ,

પણ હમસફર જો સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે

____________________________________________________________________

એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર ......,

ગોપીઓ પણ નહિ આવે રાસ વગર .......,

જગત માં બનવું છે બધા ને રામ ....

પણ ... વનવાસ વગર .......

________________________________________________________________________

Most Viewed Shayri

Most Viewed Author