શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" પરમ પૂજ્ય શ્રી રતિભાઇ ચંદરીયાની ચીર વિદાઇના સમાચાર દુ:ખી કરી ગયા. ગુજરાતી શબ્દકોશ (લેક્ષિકોન) બનાવવા અને તે થકી ગુજરાતી ભાષાને સમ્રુદ્ધ બનાવવાની તેમની ઘુણી ઘખાવતી પ્રવ્રુત્તિને માટે મારા શબ્દકોષમાં શબ્દો નથી. મારી અબોલ શ્રઘ્ઘાંજલી જ કદાચ મારી લાગણીઓને છતી કરી શકશે. તેઓ યાવદ્ ચંદ્ર દિવાકરો સુઘી સાહિત્ય જગતમાં જીવંત રહેશે…ફક્ત ગુજરાતી ભાષા માટે જ નહીં, પરંતુ પુરાં સાહિત્ય જગતમાં. મારાં અંતરના પ્રણામ. "

અમૃત હઝારી

" ઘણા ખેદ ને શોકની સાથે માનનીય વડીલ રતિભાઈ ચંદરયાના અવસાનના સમાચાર શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના ઈમલ દ્વારા વાંચ્યા .તમારી તમારા બ્લોગમાં સમયસરની તેમના વિશેની અંજલી ખુબજ યોગ્ય છે ગુજરાતી ભાષાને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી વાંચકોને ‘ગુજરાતી લેક્ષીકોન’નું આચમન કરાવ્યું તેમાંનો હું પણ એક છું. ત્રણેક વર્ષ પૂર્વે લંડનના તેમના નિવાસ દરમ્યાન તેમના રહેઠાણ પર તેમની મુલાકાતે જવાનો બે વાર મારા એક મિત્ર શ્રી ત્રિભુવન ખોનાની સાથે લાહવો મળ્યો હતો જેને મારા જીવનનું એક સુખદ સંભારણુ ગણીશ. મુલાકાત દરમ્યાન તેમનામાં રહેલી સાદગી અને નિખાલસતાની જાણ થઇ હતી અને એક સંસ્કારી સજ્જનની જે છાપ ઉભરી હતી તે આજે મનમાં છે. પરોક્ષરીતે મને તેમના નામની ઓળખ ૧૯૬૪/૬૫થી જયારે તેઓ દાર-એસ-સલામ(તાંઝાનિયા)માં હતા ત્યારથી હતી પૂર્વ આફ્રિકામાં તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ હતા,પણ કોઈ વાર વ્યક્તિગત રીતે તેમને મળ્યો ના હતો. લંડનમાં ફક્ત એકજ ઈમેલ લખીને મેં તેમને મળવાની ઈચ્છા દર્શાવી તેમણે ખેલદિલી બતાવીને મને અને મારા મિત્રને વિના સંકોચે મંજુરી આપી દીધી અમે સમયસર તેમના રહેઠાણ પર પહોંચી પણ ગયા,અમને જે આદરસત્કાર આપ્યો તે એક નમ્ર અને સજ્જન પુરુષની યાદ આપી જાય છે જે આજે પણ યાદ આવે છે. એક ગુજરાતી ભાષાપ્રેમી વિરલવ્યક્તિ તરીકેની તેમની કીર્તિ/નામના ઈન્ટરનેટ પર ‘ગુજરાતી લેક્ષિકોન’ ના દરેક ગુજરાતી વાંચકો તેમને અવાર નવાર યાદ કરતા રહેશે,આજ એક તેમના માટે મોટું તર્પણ છે. શારીરિક રીતે લાંબુ આયુષ્ય ભોગવી, છેવટ સુધી અમુક શારીરિક મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીને ‘ગુજરાતી લેક્ષિકોન’ના ‘યજ્ઞમાં આહુતિ’ ચડાવતા જ રહ્યા તે જેવાતેવાનું કામ નથી. તેમના આત્માને સદાનંદ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી હાર્દિક ભાવના. ગરવી ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને સર્વે મિત્રો અને ચાહકો પણ ‘ગુજરાતીલેક્ષિકોન’ની’ ધુણી ધખાવતા રહે તે જ સાચી અંજલી છે. "

પ્રભુલાલ ભારદિઆ

" RATILAL UNCLE WAS GIVEN THE LEGENDARY WORK FOR ALL OF US. HIGH SALUTE TO RATI UNCLE "

G S CHOPARE

" આ દુખદ સમાચાર સાંભળીને ખુબ જ દુખ થયું, તેમની યાદ સતત ગુજરતિલેક્ષિકોન મારફત આવતી રહેશે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી ભગવાનને મારી પ્રાથના છે. "

BHARAT

" Bhagwan temni aatma ne shanti appe ane bijoo manavtar laie ne avi ja rite loko ni madad mate ave. ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે Ratikaka gujaratio mate amar thai gaya. "

vinod trivedi

" I do not have word to console him and his work, but he will be there with us in form of his works for ever. "

KISHOR VALA

" જ્યારથી નેટ પ્રતિ સંવેદના જાગી છે ત્યારથી ગુજરાતી લેક્સિકોન સાથે પરિચય થયેલો છે. જ્યારે જ્યારે ગુજરાતી ભાષામાં તકલીફ પડી છે ત્યારે નેટના માધ્યમ દ્વારા લેક્સિકોનનો ઉપયોગ કરતો હતો. અનેક રીતે તે સરળ. સાથે લેક્સિકોન દ્વારા ભગવદ્ગોમંડલ સોફ્ટવેર પણ ઓફલાઇન મળવા લાગ્યો ત્યારે પણ વધુ ખુશી થઇ. આ પુરુષાર્થ કરનાર વ્યક્તિને હજ્જારો વંદન. "

HARESH PARMAR

" real yug darshta of 19 and 20 th century left, Tremendous loss to OUR MOTHER LANGUAGE and future generation. my heartiest & deep sorrow to his suriving family members and friends. "

ASHWIN K SHAH

" pujya Ratikaka was a jewel of kenya. I was fortunate to have known Ratikaka since my primary school days in mombasa. His son Rohit was my classmate and a good friend. So was my father Satyendra a class mate of Ratikaka.! Rati kaka had high regards for my grandfather-Dosalal Ghelabhai Passvir Mehta, a social worker in Kenya and both had same passion for community work (social service league) I had been in touch with Ratikaka for last few years when I started reading Lalit Gajjar -short stories to my mother. I am sure this punya sali ""aatma"" is in param dham"" mokksha"".a great legacy for Gujarat. om shanti om shanti om shanti. "

ashok satyendra dosalal ghelabhai mehta

" Tamo je gujaratilexicon dwara bhanata vedyardthi ne madadrup chho e tamaru satkary tamne khub khub shanti ape. Tamo gujaratilexicon marfat hamesha yad rahesho. U.S. ma settle thayela gujarati bhai baheno mate amulye bhet chhe. "

jikishaben