શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" Shabdo ochha pade chhe aapna kary ne birdavaa mate "

Surendrasinh

" My heartiest tribute to Ratikaka "

પઠાણ હબીબુલ્લા એ

" રોજ ઓફિસમાં આવીને પહેલું કામ ગુજરાતીલેકસીકોન વેબસાઇટ શરું કરું છું.આભાર તો બહુ નાનો શબ્દ થઈ જાય. એટલું મોટું કામ કર્યુ છે રતિકાકાએ... આજે વેબસાઇટ શરૂ કરીને એમનો ફોટો જોયો પહેલા તો ધ્રાસકો પડ્યો કે વેબસાઇટને શું થયું. પછી એનાથી પણ મોટો ધ્રાસકો પડ્યો કે હવે શું થશે આ પરંપરાનું... પેપરમાં કામ કરું છું તેથી હાલ આટલું લખીને મારા કામ ફરીથી શરું કરું છું. "

Umesh Deshpande

" ગુજરાતી ભાષા મરી રહી છે એવું કહ્યા વિના માતૃભાષાને ફરીથી યુવાની બક્ષનાર 'ગુજરાતી લેક્સિકોન' જેવો નક્કર પ્રયાસ કરનારા રતિકાકાના આત્માને પ્રભુ શાંતિ અર્પે. "

જયેશ અધ્યારુ

" Bhagvan emna atma ne shanti ape. "

Jayesh Kapadiya

" Gujaratini netratrima chandra banine aavya, shital ujjaval bhavi bhashanu laine aavya, Rati-arati ni vrutti lai jai premprakashya, hamesha am hridye, yaadon banine vasiya. "

Suketu Koradia

" Warm Regards With HIM "

Sandip

" Shri Ratilal Chandaria e website par gujaratiexicon.com muki chhe teva Mahan vyakti ne bar bar vandan chhe. "

Ketan

" God bless his soul in peace. "

Laxmi

" ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના... "

Pankaj