Stories

Add Your Entry

 
(૧) એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં ...
 
(૨) સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું, ‘રથ આગળ જઈ ઊભો રહીશ, તો રાજા કોઈ કીમતી ચીજ આપી માલામાલ કરી દેશે.....’
તેવામાં રથ તેની સામે આવીને જ ઊભો રહી ગયો.
 
(૩) ભિખારી કાંઈક વિચારે તે પહેલાં જ, રાજા રથ પરથી ઊતરી ભિખારી તરફ આવવા લાગ્યા. ભિખારી મનોમન ખુશ થયો. તેને લાગ્યું, ‘મારાં તો ભાગ્ય ખૂલી ગયાં ! રાજા ખરેખર મને ધનવાન કરી દેશે !’ પણ આ શું...? રાજા તો પોતે જ ભિખારી સમે હાથ ફેલાવી ઊભો રહી ગયો.
 
(૪) ભિખારીને અત્યંત આશ્ચર્ય થયું, ‘અરેરે ! આ રાજા તો કાંઈક આપવાને બદલે પોતે જ માગી રહ્યો છે. હું તેને શું આપું ?’ તે ગમે ખાઈ ગયો. પરંતુ તેણે પોતાની ઝોળીમાંથી અનાજના બે દાણા લઈ રાજાના હાથમાં મૂક્યા. રાજા અન્નના બે દાણા લઈ ત્યાંથી વિદાય થયા.
 
(૫) ભિખારી રાત્રે હતાશ થઈને ઘરે પાછો ફર્યો. તે મનોમન બળાપો કરવા લાગ્યો, ‘અરેરે ! આ દુનિયાના લોકો કેટલા કંજૂસ અને લોભી થઈ ગયા છે. દયા અને ઉદારતા તો જાણે મરી જ પરવાર્યાં છે.’ એમ કહી તેણે ભીખમાં મળેલા પાશેર જેટલા અનાજની ઢગલી જમીન પર ફેંકી.
 
(૬) પણ આ શું... ? અન્નની ઢગલીમાંથી ચમકતા બે સોનાના સિક્કા ખણ-ખણ કરતા ઊછળી પડ્યા. ભિખારીને તરત જ ખ્યાલ આવી ગયો. તેને થયું, ‘મારી ઉદારતાની કસોટી કરાવા ભગવાન જ રાજારૂપે મારી પાસે આવ્યા હતા. અરેરે ! હું કેવો મૂરખ ! આખી ઝોળી જ તેમને આપી દીધી હોત તો ! જેટલા દાણા તેટલી સોનામહોર મળત.’ આમ તે ખૂબ જ પસ્તાવા લાગ્યો.
 
બોધ : ભગવાન અને સંત કોઈનું લેવા આવ્યા નથી. તેમને ધર્માદામાં જે આપીએ, તે અનંતગણું થઈને ભક્તને એક કે બીજી રીતે પાછું જ મળે છે. જે ભગવાન અને સંતને ઓળખતા નથી, તેને પસ્તાવાનો વારો આવે છે.

Author: Gurjar Upendra Read More...

સુધરાઈના તરણહોજમાંથી નીકળીને ત્રણે છોકરાઓ દદડતા શરીરે થોડો વખત તો એમના એમ જ બેસી રહ્યા. પછી કંઈક સ્વસ્થ થયા પછી એકબીજા સાથે આંખો મેળવીને હળવા સ્મિતની આપલે થઈ.

“મઝા આવી, નહીં?” લલિતે પૂછ્યું.

“એ ભરત, તેં આ ગળામાં શું બાંધ્યું છે?” રિશી બોલ્યો. ભરતે દોરામાં બાંધેલું નાનકડી દાબડી જેવું લોકેટ જરાક પાછળ નાખીને કહ્યું, “કંઈ નહીં.”

“અરે યાર, હનુમાનજી છે કે ગણપતિ, જરા જોવા તો દે!”

ભરતને એના આ બન્ને દોસ્તો બહુ ગમતા હતા. છતાં લોકેટમાંની છબી કોઈને બતાવવાનું તો એને મન નહોતું જ. એણે કંઈ જવાબ ન આપ્યો.

“જોવા દેને!” નહીં મળવા જઈએ; બસ. તારો માલ તને મુબારક. કેવી છે? બહુ રૂપાળી છે?”

ભરત શાંત પ્રકૃતિનો હતો. બંને બાજુના મારા સામે એ ઝાઝું ન ટકી શક્યો. આખરે એણે લોકેટ ખોલ્યું.

“ઓ માય ગોડ! આ તો તારી મમ્મી છે!”

“બસ, જે છે તે એ જ છે. મારી મમ્મી.. પ્લી-ઝ, હવે કોઈને કહેતા નહીં.” ભરતના અવાજમાં એવું કંઈક હતું કે રિશી અને લલિત છોભીલા પડી ગયા. ત્યાર પછીની વાતચીત બીજા જ સ્તર પર ચાલી ગઈ.

મંજુલાબહેન માધ્યમિક શાળાનાં શિક્ષક હતાં. રહેણીકરણી, પહેરવેશ, બોલવાની ઢબછબ બધું સભ્ય અને સામાન્ય. કોઈનું ખાસ ધ્યાન ન જાય. રસ્તાની ધારે ઊગેલા પારસપીપળા જેવું થોડોક છાંયડો આપે અને પછી ભુલાઈ જાય એવું વ્યક્તિત્વ.

માદીકરો ઘણા વખતથી એકલાં જ રહેતાં હતાં. કોઈ સગાંવહાલાંનો ખાસ આવરોજાવરો હતો નહીં. દિવાળી વખતે થોડાં કોઈ ને કોઈ ભગવાનનાં ચિત્રોવાળાં કાર્ડ આવતાં અને મંજુલાબહેન રાતે ચશ્માં ચડાવીને જવાબો પણ લખતાં. ભરત આ બધું પહેલેથી જોતો આવ્યો હતો અને એને કશી પડપૂછ કરવાની ટેવ જ નહોતી. એને માત્ર એટલી જ ખબર હતી કે એનું ભણતર, કપડાં, તબિયત અને થોડા નાનાનાના મોજશોખનું ધ્યાન મા બરાબર રાખતી અને પૈસાની તંગી કેવી હોય એની એને ખબર પડવા દેતી નહીં.

એક વખત એને એકબે છોકરાઓનું જોઈને શૂર ચડ્યું અને એણે પૂછી નાખ્યું “મમ્મી, હું સવારમાં છાપાં નાખવા જાઉં?”

બહુ નવાઈ પામીને મંજુલાબહેન બોલ્યાં, “કેમ?”

“આમ તો કંઈ નહીં – પણ સ્ટોલવાળો પૈસા આપે છે.”

“તારે કેટલા જોઈએ છે? હું આપીશને તને! અત્યારે તારો ભણવાનો વખત છે, બરાબર ભણી નાખ, પછી નિરાંતે કમાજે. પછી તો મારુંય પેન્શન આવશે. તારે જે કામધંધો કરવો હોય એ કરજે. આપણને કશી મુશ્કેલી નડવાની નથી.”

“વારુ.”

પછી એ બાબત કશી ચર્ચા થઈ નહીં. ભરતે મન દઈને ભણવા માંડ્યું અને પહેલાબીજાથી પાછળ નંબર ન આવે એનું ધ્યાન રાખ્યું.

મંજુલાબહેનનું નાનકડું પણ સુઘડ ઘર જે અંદર પગ મૂકે એને ગમી જતું. થોડીઘણી મહેમાનગતિ પણ થતી અને બધા વારતહેવાર વ્યવસ્થિત ઊજવાતા. આડોશપાડોશમાં અને નિશાળમાં એમની શાખ સારી હતી.

પણ ભરતે કોલેજમાં પગ મૂક્યો ત્યાર પછી એકાએક પલટો આવ્યો. મંજુલાબહેન વાળુ પત્યા પછી થોડી વારે બહાર નીકળવા લાગ્યાં – અલબત્ત, કોઈ કોઈ વાર જ.. કલાકેકમાં પાછાં આવી જતાં અને પછી કશી વાત કર્યા વગર સૂઈ જતાં. ભરત મા ઘરમાં છે એની આસાયેશ અનુભવતો અને વાંચ્યા કરતો કે સૂઈ જતો.

એક વખત બાજુવાળા દલસુખકાકાએ કહ્યું, “જમાનો બહુ બારીક આવ્યો છે, ભરત ! બૈરાં માણસે રાતવરત બહાર નીકળવું સારું નહીં. જોઈતુંકરતું તું લાવી આપતો હહોય તો ?”

“હેં ? હા. હું ધ્યાન રાખીશ.”

“આ તો લાંબા વખતનો પાડોશ એટલે કહી નાખ્યું. બાકી તારી મા એટલે લાખ રૂપિયાનું માણસ. એમાં મીનમેખ નહીં.”

ત્યાર બાદ ઘણા વખત લગી ભરત આશ્ચર્યમાં ડૂબેલો રહ્યો. આખરે દલસુખકાકા કહેવા શું માગતા હતા? પછી એણે યત્નપૂર્વક એ વાત મનમાંથી હડસેલી કાઢી.

મહિના પછી જોયું કે માની આંખો નીચે કાળાશ છવાતી જાય છે. કેટલીક વાર કામ કરતાં કરતાં અધવચ્ચે બેસી જાય છે અને પહેલાંના જેવી કલબલાટ કરતી વાતો પણ સંભળાતી નથી.

આખરે એણે એક દિવસ કહ્યું, “મમ્મી, આજે સાંજે મેં ડોક્ટર પાઠકની એપોઈન્ટમેન્ટ લીધી છે આપણે સાત વાગ્યે જવાનું છે.”

મંજુલાબહેનનો ચહેરો ફીકો પડી ગયો… “હાય હાય, તને શું થયું છે ભરત ?”

“હું તો બરાબર છું. મારે તને લઈ જવી છે.”

“મને? શું કરવા?”

“મારી મરજી.”

“અરે!”

મંજુલાબહેનને ઘણું બધું કહેવું હતું પણ એ બોલી ન શક્યાં. છોકરો મોટો થઈ ગયો છે અને હવે એ પોતાનું ધાર્યું જ કરવાનો છે એની સમજ પડી ગઈ. મનમાં થોડો ડર પણ લાગ્યો અને આકાશમાં તરતી આવતી રંગીન વાદળી જેવું ગૌરવ પણ જાગ્યું… કોઈ ચિંતા કરે, હુકમ ચલાવે એ પણ કેટલો સુખદ અનુભવ છે!

ડાક્ટરી તપાસમાં તો કંઈ ખાસ નીકળ્યું નહીં. પણ ભરતને લાગ્યું કે ઘર પહેલાંના જેવું નથી રહ્યું. પહેલાં કરકસર, પછી કંજૂસાઈ અને આખરે ચિંતાનાં વાદળ છવાવા માંડ્યાં છે. મા રાતે ઘડી ઘડી બહાર જાય છે, ઘણી વાર મોડી આવે છે – બાબત શી છે તે કંઈ સમજાતું નથી.

એક દિવસ એણે કહી નાખ્યું, “એવું કંઈ કામ હોય તો તારે મને કહેવું. તું બરાબર આરામ કરને !”

મંજુલાબહેન એની સામે કચવાટથી જોઈ રહ્યાં, “બધાં પોતપોતાની રીતે કામ અને આરામ કરતાં જ હોય.”

“પણ…”

“તારા કામમાં હું માથું મારું છું કે ભરત, શું વાંચ્યું ને કેટલું વાંચ્યું?”

“એવું નથી, આ તો…’’

“બસ ! ખોટી મગજમારી નહીં કર.”

મંજુલાબહેન તો પાસું ફેરવીને સૂઈ ગયાં પણ ભરતને ઊંઘ ન આવી. માનો આવો કંઠસ્વર એણે ક્યારેય સાંભળ્યો નહોતો. આવી રુક્ષતા અનુભવી નહોતી. અચાનક ધરતીકંપ થાય ને એક અણધારી તિરાડ પડતાં આખી ભૂમિરચના બદલાઈ જાય એવું કંઈક થયું હતું. એને આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે પણ ચેન ન પડ્યું. ભોગજોગે કોઈકે તે દિવસે હસતાં હસતાં પણ કહી નાખ્યું, “હજી તારી મમ્મી દેખાડવી તો ખરી, હોં ભરત !”

“વોટ ડુ યુ મીન?” ગુસ્સે થઈને ભરત એની સાથે મારામારી કરી બેઠો. પેલો ગભરાઈ ગયો. આ શાંત અને સાલસ છોકરો કોઈના ઉપર હાથ ઉપાડે એવું તો એણે કલ્પ્યું જ નહોતું. અને એટલેથી અંત થોડો આવ્યો હતો? કોઈના હાથે અજાણતાં મધપૂડો છંછેડાઈ જાય અને બધી મધમાખીઓ ગણગણાટને ડંખ સાથે એને ઘેરી વળે એવી અસહાય દશા ભરતની થઈ ગઈ. ક્યાંક એને જોઈને એકદમ ચૂપ થઈ જવું, ક્યાંક આંખોના ઈશારા, ક્યાંક દબાયેલું હાસ્ય… આ બધું શું હતું ? જાણ્યા વગર ચેન નહીં જ પડે, નહીં જ પડે.

આખરે તે રાતે એ મંજુલાબહેન ઘરની બહાર નીકળ્યાં પછી થોડી વારે એમની પાછળ પાછળ ગયો… કેવો ગંદો ને અજાણ્યો મહોલ્લો… પોતાના શહેરમાં આવી પણ કોઈ જગ્યા હતી ખરી ? મંજુલાબહેન તો ચિરપરિચિત હોય એમ સડસડાટ ચાલ્યાં જતાં હતાં. ભરતને બેય બાજુનો ડર હતો. કદાચ માની નજર પડે અને પોતાને જોઈ જાય તો? અને ઘણો છેટે રહે ને મા ક્યાં ગઈ તેની બરાબર ખબર ન પડે તો ?

છતાં ગમે તેમ કરીને એ જ્યાં મા જવા માગતી હતી અને પહોંચી ત્યાં લગી ગયો તો ખરો પણ એનું મન છેક જ વિક્ષિપ્ત થઈ ગયું હતું. આવી ગલીચ જગ્યાએ રાતના અંધકારમાં મા આવે – પોતાની મા ?

છતાં ધ્રૂજતાં દેહમનને જેમ તેમ કાબૂમાં રાખીને એ દરવાજા લગી પહોંચ્યો તો ખરો અને અંદર નજર નાખી. જમીન પર નાખેલી મેલી ફાટેલી ગોદડી પર એક દાઢીવાળો લૂંગી પહેરેલો માણસ પડ્યો હતો. માને જોઈને એ ઊઠ્યો અને લથડતાં અવાજે બોલ્યો – ‘’મ-મનજુ ? તું આવી ?”

“ભાગ લાગ્યા છે મારા તે આવું જને ! હવે તમે મહેરબાની કરીને સરકારી દવાખાનામાં જાઓ અને દાખલ થઈ જાઓ. પછી કંઈક ઠીક થાય એટલે ભાઈ પાસે ચાલ્યા જજો-“

“પૈસા ક્યાં છે ?”

“છે. હું આપીશ. કહેશો તો દાખલ કરાવવાયે એક દહાડાની રજા લઈને આવીશ. પણ હવે મારા પર મહેરબાની કરો ને જતા રહો.”

“છ… છ… છોકરો ? એ નહીં મળે ?”

“ના, એને કશી ખબર નથી એ ભણે છે. માંડ માંડ આ શહેરમાં ઠરીઠામ થયાં છીએ, હવે અમને જીવવા દો.”

“ને હું ? હું શું કરું ?”

“એ બધો વિચાર પુનીને લઈને ભાગી ગયા ત્યારે નહોતો કર્યો ?”

“એ જ મારી પાછળ પડી હતી.”

“ખોટી નિંદા કરીને પાપનાં પોટલાં ન બાંધો તો સારું.”

“મને ભૂખ લાગી છે.”

“ખાવાનું લાવી છું. ને બોલો, સરકારી દવાખાનાની તપાસ કરું ?”

પેલો માણસ અકરાંતિયાની માફક ખાવાના પર તૂટી પડ્યો હતો. એણે માંડ માંડ ઊંચું જોઈને કહ્યું, “નાખી આવ ત્યાં – બીજું શું ?”

“હે ભગવાન !” કહીને મંજુલાબહેન ત્યાં જરાક સમુંનમું કરવા લાગ્યાં એટલામાં ભરત ચીવી દીધેલા પૂતળાની જેમ ત્યાંથી ભાગ્યો અને જેમ તેમ ઘરે પહોંચ્યો.

માતા આવતાં પહેલાં જરાક ઠીકઠાક થઈને પથારીમાં પડ્યો તો ખરો પણ પછી એનાથી ન રહેવાયું. ઊઠીને પેલું ફેંકી દીધેલું લોકેટ પાછું શોધીને ગળે બાંધી દીધું અને આસ્તેથી થાબડ્યું.

– ધીરુબહેન પટેલ

(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

Author: Gurjar Upendra Read More...

दिन एक राजा ने अपने 3 मन्त्रियो को दरबार में  बुलाया, और  तीनो  को  आदेश  दिया  के  एक  एक  थैला  ले  कर  बगीचे  में  जाएं ..,
और
वहां  से  अच्छे  अच्छे  फल  (fruits ) जमा  करें . 
वो  तीनो  अलग  अलग  बाग़  में प्रविष्ट  हो  गए ,
पहले  मन्त्री  ने  कोशिश  की  के  राजा  के  लिए  उसकी पसंद  के  अच्छे  अच्छे  और  मज़ेदार  फल  जमा  किए जाएँ , उस ने  काफी  मेहनत  के  बाद  बढ़िया और  ताज़ा  फलों  से  थैला  भर  लिया ,

दूसरे मन्त्री  ने  सोचा  राजा  हर  फल  का परीक्षण  तो करेगा नहीं , इस  लिए  उसने  जल्दी  जल्दी  थैला  भरने  में  ताज़ा , कच्चे , गले  सड़े फल  भी  थैले  में  भर  लिए ,

तीसरे  मन्त्री  ने  सोचा  राजा  की  नज़र  तो  सिर्फ  भरे  हुवे थैले  की  तरफ  होगी  वो  खोल  कर  देखेगा  भी  नहीं  कि  इसमें  क्या  है , उसने  समय बचाने  के  लिए  जल्दी  जल्दी  इसमें  घास , और  पत्ते  भर  लिए  और  वक़्त  बचाया .

दूसरे  दिन  राजा  ने  तीनों मन्त्रियो  को  उनके  थैलों  समेत  दरबार  में  बुलाया  और  उनके  थैले  खोल  कर  भी  नही देखे  और  आदेश दिया  कि , तीनों  को  उनके  थैलों  समेत  दूर  स्थान के एक जेल  में  ३  महीने  क़ैद  कर  दिया  जाए .

अब  जेल  में  उनके  पास  खाने  पीने  को  कुछ  भी  नहीं  था  सिवाए  उन  थैलों  के ,
तो  जिस मन्त्री ने  अच्छे  अच्छे  फल  जमा  किये  वो  तो  मज़े  से  खाता  रहा  और  3 महीने  गुज़र  भी  गए ,

फिर  दूसरा  मन्त्री जिसने  ताज़ा , कच्चे  गले  सड़े  फल  जमा  किये  थे,  वह कुछ  दिन  तो  ताज़ा  फल  खाता  रहा  फिर  उसे  ख़राब  फल  खाने  पड़े , जिस  से  वो  बीमार  होगया  और  बहुत  तकलीफ  उठानी  पड़ी .

और  तीसरा मन्त्री  जिसने  थैले  में  सिर्फ  घास  और  पत्ते  जमा  किये  थे  वो  कुछ  ही  दिनों  में  भूख  से  मर  गया .

अब  आप  अपने  आप  से  पूछिये  कि  आप  क्या  जमा  कर  रहे  हो  ??

आप  इस समय जीवन के  बाग़  में  हैं , जहाँ  चाहें  तो  अच्छे कर्म जमा  करें ..
चाहें  तो बुरे कर्म ,
मगर याद रहे जो आप जमा करेंगे वही आपको आखरी समय काम आयेगा  क्योंकि दुनिया क़ा राजा आपको चारों ओर से देख रहा है  ।

 

Author: Gurjar Upendra Read More...

એક હતા પોપટભાઈ. આંબાના ઝાડ પર રહે, કાચી કેરી ખાય, મીઠું પાણી પીવે અને મઝા કરે. એક વાર એમના આંબાના ઝાડની નીચે સસલાંઓનું એક ટોળું રહેવા આવ્યું. પોપટભાઈ તો ખુશ થઇ ગયા. પોપટભાઈ વિચારે, “અરે વાહ! કેટલાં બધાં સસલાં અહીં રહેવા આવ્યાં છે. હવે તો મઝા આવશે એમની સાથે રમવાની.” સસલાં રોજ સવારે ચારો ચરવા જાય અને સાંજે પાછાં આવે. પછી એ બધા જ સસલાંઓ ભેગા થઈને ક્રિકેટ રમે. સસલાંઓને મઝાથી ક્રિકેટ રમતાં જોઈ પોપટભાઈને પણ ખૂબ મન થાય, ક્રિકેટ રમવાનું.

એક દિવસ હિંમત કરી પોપટભાઈ સસલાઓના સુકાની (કેપ્ટન) સસ્સારાણા પાસે ગયા. પોપટભાઈ કહે, “સસ્સારાણા, મને પણ રમાડોને ક્રિકેટ તમારી સાથે! મને પણ ક્રિકેટ રમવાનું ખૂબ મન થાય છે.”સસ્સારાણાએ વિચાર કર્યો. પછી એકદમ બધા સસલાંઓને ભેગા કરીને કહ્યું, “અરે જુઓ ભાઈબંધો. આ પોપટભાઈને ક્રિકેટ રમવું છે!” અને બધા સસલાં ભેગાં થઇ ગયાં અને પેટ પકડીને હસવાં લાગ્યાં. પોપટભાઈ તો બિચારા ઉદાસ થઇ ગયા. સસલાં આટલેથી ન અટક્યાં, એ તો ગીત ગાવા લાગ્યાં.
“પોપટની ચાંચ કેવી છે? વાંકી છે….
પોપટનું પેટ કેવું છે? મોટું છે…
પોપટ ના પગ કેવાં છે? નાના છે …
આવા પોપટને ક્રિકેટ રમાડાય? ન રમાડાય…..”

આવું સાંભળીને પોપટભાઈ બિચારા ઉદાસ થઈને પાછા એમના માળામાં જતા રહ્યા. પોપટભાઈ ના માં એ પોપટભાઈ ને કહ્યું, “કંઈ વાંધો નહિ બેટા. એમ ઉદાસ ન થતો. એ લોકો ક્રિકેટ રમે ત્યારે તું બીજું કંઈ રમજે.” એમ કહીને તેમણે પોપટભાઈ ને એક સરસ કાચી કેરી ખવડાવી અને પોપટભાઈ તો સૂઈ ગયા. પછી તો સસલાં રોજ ક્રિકેટ રમે અને મજા કરે અને પોપટભાઈ બિચારા એમના માળામાં બેઠા બેઠા એમને રમતા જુવે અને વિચારે, “મને પણ ક્રિકેટ રમવા મળે તો કેવું સારું!”

એક દિવસ નજીકમાં એક વાંદરાઓની ટીમ આવી. વાંદરાઓનો સરદાર સસ્સારાણા પાસે આવ્યો અને કહે, “સસલાઓ, અમારે તમારી સાથે એક ક્રિકેટ મેચ રમવી છે. તમારે રમવું છે?” સસ્સારાણાએ વિચાર કર્યો અને કહ્યું, “ચાલો. ચોક્કસ રમીએ.” પછી એમણે ક્રિકેટની મેચ શરૂ કરી. અને વાંદરાઓએ તો એવી બેટીંગ કરી, એવી બેટીંગ કરી કે સસલાં તો સાવ નિરાશ થઇ ગયાં. સસલાં બિચારા કેટલી મહેનત કરીને બોલ નાખે અને વાંદરાઓનાં બેટ્સમેન એવા મોટા મોટા છગ્ગા મારે, એવા મોટા મોટા છગ્ગા મારે કે સસલાં તો સાવ મૂંઝાઈ ગયાં અને હારી ગયાં. વાંદરાઓ તો જીતી ગયા એટલે કુદી કુદીને ગાવા લાગ્યા, “સસલાં તો ભાઈ કાચાં છે. એમને રમતા આવડે નહિ. કાચાં સસલાં હારી ગયાં, હારી ગયાં હારી ગયાં!” સસલાં બિચારા નિરાશ થઈને ઘરે જતાં રહ્યાં. પોપટભાઈ આંબા ડાળે બેઠા બેઠા આ બધું જ જોતા હતા. બીજા દિવસે ફરી વાંદરાઓનો સરદાર સસ્સારાણા પાસે આવ્યો. સસ્સારાણાને કહે, “સસ્સારાણા, આજે ફરી ક્રિકેટની મેચ રમવી છે?” સસ્સારાણાને થયું કે જો ફરી એમની સાથે રમીશું તો પાછા હારી જઈશું. એટલે સસ્સારાણા કહે, “ના ના. આજે નથી રમવું. આજે અમારે કંઈ કામ છે.” આ સાંભળીને બધા વાંદરાઓ પાછા ભેગા થઈને ગાવા લાગ્યા, “ડરપોક સસલાં ડરી ગયાં, ડરી ગયાં, ડરી ગયાં! ડરપોક સસલા ડરી ગયાંડરી ગયાંડરી ગયાં!” એટલે સસ્સારાણા કહે, “સારું સારું, ચાલો ક્રિકેટ રમીએ.” એમ એ લોકો ફરી ક્રિકેટ રમવા લાગ્યા. ફરી બિચારા સસલાં દોડી દોડીને બોલ નાખે અને વાંદરા, એ મોટા મોટા છગ્ગા મારે, એ મોટા મોટા છગ્ગા મારે! સસલાં બિચારા ફરી હારી ગયાં અને વાંદરા ફરી ગીત ગાવા લાગ્યા, “સસલાં તો ભાઈ કાચાં છે. એમને રમતાં આવડે નહિ. કાચાં સસલાં હારી ગયાં, હારી ગયાંહારી ગયાં!” સસલાં બિચારા ફરી નિરાશ થઈને ઘરે ગયાં.

હવે સસલાં બિચારા ચિંતા કરે અને વિચારે, “કાલે પાછા વાંદરા આવશે, આપણને હરાવશે અને પછી આપણી મજાક ઉડાવશે. આપણને કોણ આમાંથી બચાવે?” ત્યાં પાછળથી એક અવાજ આવ્યો, “હું તમને મદદ કરું? મારી પાસે એક યુક્તિ છે.” સસલાંઓએ પાછળ વળીને જોયું તો કોણ? પોપટભાઈ! સસ્સારાણા ઉભા થઈને બોલ્યા, “અલ્યા પોપટ! તને અમે આટલો ચીડવ્યો, અમારી સાથે ક્યારેય રમાડ્યો નહિ, તારી ઠેકડી ઉડાવી, અને છતાય તું અમારી મદદ કરવા આવ્યો છે? અને અમારી વળી તું શું મદદ કરશે? જોતો નથી, વાંદરા કેટલા શક્તિશાળી છે? કેવાં મોટા મોટા છગ્ગા મારે છે?” પોપટભાઈ કહે, “હા. પણ તમે મારા આંબાના ઝાડની નીચે રહો છો. એટલે મારા પાડોશી કહેવાઓ. એટલે મારે તમને મદદ કરવી જોઈએ. તમે મને એક તક આપો. અને જુઓ હું વાંદરાઓ સામે કેવું રમું છું?” સસ્સારાણાને થયું, “આમેય વાંદરાઓ સામે આપણી કોઈ તરકીબ ચાલતી નથી. તો પછી ભલે પોપટભાઈ પણ પ્રયત્ન કરે.” એમ કહીને એમણે તો પોપટભાઈ ને પણ રમવા આવવાની હા પાડી.
ત્રીજે દિવસે વાંદરાઓ પાછા આવ્યા. સસ્સારાણા ને કહે, “અરે ઓ સસ્સારાણા, રમવું છે કે ડરી ગયા?” સસ્સારાણા કહે, “અરે ના ના વાંદરાભાઈ ચાલો રમીએ.” ફરીથી વાંદરાઓ બેટીંગ કરવા આવ્યા. સસ્સારાણા જાતે જ બોલિંગ કરવા આવ્યાં. સસ્સારાણાએ તો ખૂબ જોર કરીને એક બોલ નાખ્યો. વાંદરાના સરદારે કચકચાવી ને ઉંચ્ચો ફટકો માર્યો. પણ ત્યાં તો શું કૌતુક થયું! બધાએ જોયું તો પોપટભાઈએ ઉંચ્ચા ઉડીને એમની પાંખોમાં બોલ પકડી લીધો હતો. બધા સસલા કુદવા લાગ્યા, “વાંદરાનો સરદાર આઉટ થઇ ગયો, આઉટ થઇ ગયો!” પછી તો વાંદરા જ્યાં ફટકો મારે ત્યાં પોપટભાઈ એમની પાંખથી બોલ રોકી લે. અને વાંદરા ઉંચ્ચા છગ્ગા મારવા જાય તો પોપટભાઈ ઉડીને એમની પાંખમાં કેચ કરી લે. એમને એમ વાંદરાઓની ટીમ તો થોડી વારમાં આઉટ થઇ ગઈ અને સસલાઓની ટીમ આરામથી મેચ જીતી ગઈ. અને પછી પોપટભાઈ અને બધા સસલાઓ ગાવા લાગ્યા, “ફૂલણજી વાંદરા હારી ગયા, હારી ગયા, હારી ગયા!”

પછી સસ્સારાણાએ પોપટભાઈ ની માફી માંગી અને કહ્યું, “આજ પછી અમે ક્યારેય તમારી મજાક નહિ કરીએ. અમારી ભૂલ થઇ ગઈ. હવે આપણે બધાં સાથે મળીને ક્રિકેટ રમીશું અને ખૂબ મઝા કરીશું.” અને આમ પછી પોપટભાઈ અને સસલાં હંમેશા કાચી કેરી ખાઈ, ક્રિકેટ રમી, મીઠું પાણી પી ને ખૂબ મઝાથી સાથે રહ્યાં. ખાધું, પીધુંને રાજ કર્યું.

વાર્તાકાર – કંદર્પ મહેતા ,  ચિત્રકાર – ધ્વનિ મહેતા

Author: Gurjar Upendra Read More...

દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી.

અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા પાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનુ વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુભકિત્ અને તેની શ્રધ્ધા અને તેની વિદ્યા થી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યુ કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહિ બને.

નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એક્લ્વ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યુ કે ' મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તુ એક ભીલપુત્ર છે. તને શીખવાડુ તો રાજકુમારો નારાજ થશે, એટલે તુ મારો શિષ્ય નહિ બની શકે.

પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી, મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યુ. પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી, અને એમની આગળ ધનુરવિદ્યા શિખવાની શરુ કરી. ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શુ થયુ શિષ્યે તો તેમને ગુરુ માની લીધા હતાને? જેથી કરીને એની ભાવનાનો વિજ્ય થયો.અને એની સફળતાનો માર્ગ મોક્ળો થયો.

એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમા જતા હતા ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલના રસ્તે એકલો આગળ વઘીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોચી ગયો.

જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો, એટલે એકલવ્યે તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાતબાણ માર્યા.એ બાણ થી કૂતરો મર્યો પણ નહિ કે ઘાયલ પણ ના થયો. બસ મૂગો બની ગયો. એવી જ અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઉભો રહ્યો ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુધ્ધિ કે સમજ શકિત કાઈ કામ ન કરી શકી. આવી કુશળવિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી કે એની કલ્પના પણ નહોતી કરી.

તે આતુરતાપૂર્વક એ શૂરવીર્ ને જોવા વનની અંદર ગયા. પણ એકલવ્યનુ બાહ્યરુપ બદલાઈ ગયુ હોવાથી તેને ઓળખી શક્યા નહિ. એકલવ્યે પોતાની ઓળખાણ આપતા જણાવ્યુ કે ' હું હિરણ્ય ધનુનો પુત્ર અને દ્રોળાચાર્યનો શિષ્ય છું.

તેનો પરિચય પામીને તેની પ્રશંસા કરતા-કરતા તેઓ ગુરુ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોળાચાર્યને ધણું આશ્ચર્ય થયુ કે 'મારો એક પણ શિષ્ય આટલો નિપુણ નથી તો પછી આ કોણ છે જેને હું નથી શિખવાડ્યુ છતાંય તે મારો શિષ્ય છે. જ્યારે તેમણે અર્જુનની સામે જોયુ તો એના ચેહરાના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશુ વિચાર્યુ અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા.

એકલવ્ય તેમણે ઓળખીને એમના ચરણોમાં પડીને એમનુ વિધિપૂર્વક પૂજન કર્યુ.તેને હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપી, એટલે દ્રોણાચાર્યે કહ્યુ kકે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યાતો મેળવી લીધી તો હવે ગુરુદક્ષિણા પણ આપવી પડશે.એકલવ્યે ગુરુદક્ષિણામાં સર્વ કાંઈ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્યતો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને તેમણે પોતાની મહાનતાને ન શોભે તેવી માંગણી કરી અને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માંગી લીધો જમણાં હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી, એના વગર આ વિદ્યાની કલ્પના કરી જ ના શકાય.

એકલવ્ય અગર ઈચ્છા રાખતતો એ ના પાડી શકતો હતો, પણ તેને પોતાના વિદ્યાની લાજ રાખીને તરતજ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી આપીને સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણભાવના ને કારણે અમર બન્યો.

Author: Gurjar Upendra Read More...

રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે.

ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને ઉઠાવી જાય.

 હિંસક પ્રાણીઓનો ભય પટેલને સતાવે. રખેને કોઈ દીપડો આવીને પાડીને ઉઠાવી જાય તો ? !..તેથી પટેલ પાડીને ખભે બેસાડીને, રોજ રાત્રે મેડા ઉપર ચઢાવી દે. પટેલનો આ નિત્યક્રમ બની ગયો.

 છ મહિના વીતી ગયા. પાડી તો ખાસ્સી મોટી થઈ ગઈ. છતાં પટેલ પહેલાંની જેમ જ સરળતાથી તેને મેડે ચઢાવી દે. એકવાર પટેલના ઘેર તેમના મિત્ર આવ્યા. નામ ભીમજી પટેલ. ભીમ જેવા તગડા, અને બળનું ભારે અભિમાન.

પુંજા પટેલે વિચાર્યું,’ આજે ભીમજીનું અભિમાન ઉતારું.’ તેમણે ભીમજીને પડકાર ફેંક્યો, ‘બોલ ભીમજી ! મારી પાડી તું મેડે ચડાવી દે તો રૂ।. ૫૦૦નું ઈનામ !’ ભીમજી તરત તૈયાર થયો. સઘળું જોર કરી તેણે પાડી ખભે તો ચઢાવી, પણ પહેલું પગથિયું ચઢતાં ‘ધડામ’ કરતો નીચે પછડાયો.

 ભીમજી માંડ-માંડ ઊભો થયો. પુંજા પટેલ કહે, ‘ભીમજી ! જો હવે હું પ્રયત્ન કરું છું.’ પુંજા પટેલને રોજનો મહાવરો. તેમણે પાડીને ખભે બેસાડી અને સડસડાટ મેડે ચઢી ગયા. ભીમજી ફાટી આંખે જોઈ રહ્યો. પછી પુંજા પટેલે ભીમજીને માંડીને વાત કરી. અને સમજાવ્યું કે, ‘કામ ગમે તેટલું અઘરું હોય, પણ તેને સતત-નિયમિત કરવા રહો તો સરળ થઈ જાય છે.’

Author: Gurjar Upendra Read More...

“એક વાર કેટલાક છોકરાઓએ વિચાર કર્યો કે આજે જરી મુલ્લાંને બનાવીએ.
     તેમણે મુલ્લાંની પાસે આવી કહ્યું : ‘પેલા ઝાડ પર પંખીનો માળો છે તે અમને ઉતારી આપો ! અમારાથી ઉપર ચડાતું નથી !’
     બાળકોનું કામ સમજી મુલ્લાંએ હા પાડી. તેમણે ઝાડ પર ચડવા માટે જોડા ઉતર્યા. એટલામાં તેમને વિચાર આવ્યો કે છોકરાએ મનમાં કઈ તોફાન કરવા ધાર્યું હશે તો ? છોકરાનું ભલું પુંછવું !
     એટલે તેમણે જોડા ઉઠાવી પોતાની કમરે બાંધી લીધા.
     છોકરાઓએ કહ્યું : ચાચા, આ શું કરો છો ? શું અમે તમારા જોડા નહિ સાચવીએ ?’
     મુલ્લાંએ કહ્યું : ‘સાચવશો એ વિષે મને કઈ શંકા નથી; પણ ક્યાં રાખીને સાચવશો એ વિષે હું નિશ્ચિત થઇ શકતો નથી ! કદાચ મને સાવ અજાણી એવી જ કોઈ જગાએ તમે મારા જોડા સાચવવા લઇ જવાના હો તો ?’
     મુલ્લાંની શંકા ખરી હતી. મુલ્લાં ઝાડ પર ચઢે એટલે એમના જોડા ક્યાંક સંતાડી દેવા, અને પછી ગમત કરાવી એવી છોકરાઓની યોજના હતી. તેથી જરા ભોઠાં પાડી જી તેમણે કહ્યું : ‘પણ ચાચા, જોડાનું ઝાડ પર શું કામ છે ?’
     મુલ્લાંએ કહ્યું : ‘તો ઝાડ નીચેયે શું કામ ? પણ ખરી વાત એ છે કે હું બહુ કામધો માણસ છું. તમારું કામ પૂરું થયું કે તરત મારે ઘેર જવું પડે – ઝાડ પરથી નીચે ઉતરીને જોડા પહેરવા જેટલો મને વખત ક્યાં છે ? જોડા પહેરવાનો વખત નથી, તો જોડા શોધવાનો તો હોય જ ક્યાંથી ? સમજ પાડી ને હવે ?’
     છોકરાઓએ કહ્યું : ‘તો ચાચા, તમે નીચે ઉતર્યા વગર ઘેર કેવી રીતે જવાના ?
     મુલ્લાંએ કહ્યું : ‘કેમ ઝાડે ઝાડે ઠેકતો ચાલ્યો જઈશ ! જોડા મારા પગમાં હશે ને ? સમજ પાડી હવે ?’
     છોકરાઓ ચુપ થઇ ગયા.”

......................................................................................................................................................

“એક વાર મુલ્લાં નસરુદ્દીન વાતની ગરમીમાં બોલી નાખ્યું કે મારા જેવી તીરંદાજી કોઈ ની નહિ !

     તરતજ કેટલાક માણસોએ એમના હાથમાં તીરકામઠું પકડાવી દીધુને કહ્યું : ‘તાકો પેલું નિશાન !’
     મુલ્લાંએ પણછ ખેંચી તીર છોડ્યું. તીર નિશાનથી દુર જી પડ્યું. બધા હાસ્ય કરે : ‘મુલ્લાં, આ તમારી તીરંદાજી ને ?’
     મુલ્લાંએ ફટ જવાબ દીધો : ‘ના, આ તો કાજીઓની તીરંદાજી હતી. કાજીઓ કેવી તીરંદાજી કરે છે તે મેં તમને દેખાડ્યું .’
     હવે લોકોએ મુલ્લાને કહ્યું : ‘તો બીજું તીર છોડો !’
     મુલ્લાંએ બીજું તીર છોડ્યું. તે નિશાન સુધી પહોચ્યુ જ નહિ. લોકો ફરી હસ્યા. કહે : ‘મુલ્લાં, આજ તમારી તીરંદાજી ને ?’
     મુલ્લાંએ કહ્યું : ‘ના, આ તો કોટવાલ લોકોની તીરંદાજી હતી. કોટવાલ કેવી તીરંદાજી કરે છે તે મેં તમને દેખાડ્યું !’
     લોકોએ કહ્યું : ‘તો ત્રીજું તીર છોડો !’
     મુલ્લાંએ ત્રીજું તીર છોડ્યું. અકસ્માતે એ તીર નિશાનને ચોટ્યું.
     લોકો કહે : ‘મુલ્લાં, કોની તીરંદાજી હતી ?’
     મુલ્લાં કહે : એ આ બંદા નસરુદ્દીનની તીરંદાજી હતી !’    

Author: Gurjar Upendra Read More...


એક દિવસ અકબર અને બીરબલ ફરવા નિકળ્યા. ફરતાં ફરતાં અકબરે બીરબલને કહ્યું બીરબલ તું ખૂબ ચતુર છે મારા માટે તું ખૂબ કામનો માણસ છે,પણ મને થાય છે કે કોઇ વાર તારો વાંક હોય તો, મારે તને તે દિવસે સજા કરવી પડશે તો ?

બીરબલે કહ્યું હજુર ! જેનો વાંક થયો હોય તેને સજા તો થવી જ જોઇએ. પણ જો કોઇ દિવસ મારો વાંક થયો હોય તો હું કહું એની પાસે મારો ન્યાય કરાવજો.અકબરે કહ્યું ભલે.

એકવાર કોઇ બાબતમાં અકબરને બીરબલનો વાંક 'દેખાયો, અકબર ખૂબ ગુસ્સે થયાં. એણે બીરબલને કહ્યું આજૅ તારો વાંક થયો છે. તને મારે આકરી સજા કરવી પડશે. બીરબલે અકબરને આપેલું વચન યાદ 'દેવડાવ્યું. અકબર કહે ઠીક છે, તું મને કહે તેની પાસે તારો ન્યાંય કરાવું ?

બીરબલે કહ્યું શહેરનાં છેડે થોડા ઝુંપડા છે ત્યાંથી પાંચ માણસોને બોલાવો. તેઓ મારો ન્યાંય કરશે.

અકબર કહે કે એ લોકોને વળી ન્યાંય માં શું ખબર પડે ?

બીરબલ કહે હજુર ! વચન એટલે વચન. હું કહું એમની પાસે જ તમારે મારો ન્યાંય કરાવવો જોઇએ.

અકબરે સિપાઇ ઓને 'દોડાવ્યાં. પાંચ માણસો ધુ્રજતા ધુ્રજતા 'દરબારમાં આવ્યાં. તેઓ હાથમાં હાથ જોડીને ઉભા હતાં. તેમણે માત્ર ટૂંકી પોતડીઓ જ પહેરેલી હતી. પગમાં તો જોડા જ ન હતાં. બાલ-'દાઢી તો કોણ જાણે કયારે કપાવ્યાં હશે.! 'દરબારીઓ તો તેમને જોઇને માંડ માંડ હસવું રોકી શકયાં. 

અકબરે તેમને બીરબલનાં વાંક વિશે કહ્યું એમને સજા કરવી છેં, એવું પણ કહ્યું. એમાથી એક કહે, હજૂર અમને શા માટે વિતાડો છો ? જવાં 'દો ને, અમને આવું બધુ ન આવડે.બાદશાહે તેમને હુકમ કર્યોં આથી પાંચેય જણા ન્યાંય કરવાં બેઠાં. એમની વચ્ચે પરસ્પર વાતચીત શરૂ થઇ.

પહેલાએ કહ્યું બીરબલ આજે બરાબરનો હાથમાં આવ્યો છે, બેટાને એવો 'દંડ કરીએ કે બરાબર યાદ રહી જાય. ? બીજો કહે હા, હા, બરાબર છે, શહેર આખામાં વટ મારતો ફરે છે, દસ વીસનો દંડ ફટકારી દો. ભરતાં ભરતાં એ થાકી જશે.

ત્રીજો કહે, નકામી વાતો ના કરો, કાંક ન્યાંય જેવું તો લાગવું જોઇએ ને ? એમ કરો, પાંચ વીસું નો 'દંડ ફટકારી 'દો. એય બહું થઇ જશે.

ચોથો બોલ્યો અરે ભાઇ રેવા 'દો, પાંચ વિસુ નો એણે આખા જીવનમાં નહી જોયા હોય. ત્રણ વિસું જ ઠીક રહેશે.

પાંચમો કહે, અલ્યાં શીદને બાયડી ને છોકરાની હાય લો છો, બચારા ભૂખે મરી જશે. પહેલો ફરીથી બોલ્યો લ્યાં કકંઇં સમજો તો ખરા ! બીરબલ તો મોટું માણસ છે, 'દંડ પણ એવો મોટો જ કરાય ને !.

બીજો કહે કે જોઓ ભાઇઓ હવે લાંબું ચોડું કરવામાં કોઇ ફાયદો નથી. આપણે પાંચ વિશું 'દંડ કરીએ. એ આપણને જીદગી ભર યાદ રાખશે.

નકકી કરીને પાંચેય જણાં અકબર પાસે આવ્યાં. પછી કહ્યું બીરબલ તમારો ખાસ માણસ છે છનાં હદય કઠણ કરીને અમારે પાંચ વીશું જડલો આકરો 'દંડ કરવો પડે છે. બિચારો 'દંડની રકમ એક સાથે ન ભરી શકે તો એમને હપતાં બાંધી આપજો

આમ ગરીબ માણસો પોતાના ગજા પ્રમાણે બીરબલનો ન્યાંય કરીને જતાં રહ્યાં. અકબરે બીરબલને પૂછયું બીરબલ આ પાંચ વિશું એટલે કેટલા ? બીરબલે જવાબ આપ્યો. સો.

અકબરને હસવું આવી ગયું. એણે બીરબલનો પાંચ વિશું નો 'દંડ પણ માફ કરી 'દીધો

Author: Gurjar Upendra Read More...

Most Viewed Stories

Most Viewed Author