Stories

Add Your Entry

      

એક્સ્ક્યુઝ મી” જાણે રૂપાની ઘંટડીનો રણકાર થયો. 

યે….” સ્વપ્નીલે અવાજની દિશામાં ફરીને જરા સ્ટાઈલથી બોલતા કહ્યું અને સ…. ગળામાં જ અટકી ગયો.

આખા પાર્કીંગમાં ક્યાંય જગ્યા નથી આજે મારો કોલેજમાં પહેલો દિવસ છે ને મને મોડું થઈ ગયું છે જો તમે થોડાં ખસો તો હું મારી સ્કૂટી પાર્ક કરી શકું.” રૂપ રૂપનાં અંબાર સમી યુવતી સામે ઉભી હતી. એને જોઈને સ્વપ્નીલના તો જાણે હોશ જ ઉડી ગયા. એકદમ ગૌર વર્ણ, પુનમના ચાંદ જેવો ગોળ ચહેરો, સુરાહીદાર ગરદન, અણીયાળી કાજળ આંજેલી આંખો, ગુલાબી ગાલ ને પાતળા પરવાળા જેવા હોઠ. ઓરેંજ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી. જેવો અવાજ મીઠો હતો એવી જ એ પણ મીઠડી લાગતી હતી. લાંબા વાળને નાના બટરફ્લાય પીન થી બાંધેલા હતા. કાનમાં મોટી ગોળ ગોલ્ડન કડી, ગળામાં ગોલ્ડન ચેઈન, એક હાથમાં ગોલ્ડન બ્રેસલેટ અને બીજા હાથમાં વોચ. સ્વપ્નીલ એને અપલક જોઇ જ રહ્યો હતો. એને જોવામાં પેલીએ શું કહ્યું એ પણ સ્વપ્નીલને સભળાયું નહીં. એની નજર સામે હાથ હલાવતા યુવતી ફરી બોલી....

હેલ્લો... હે....લો.. ઓ ઓ.. ઓ. ઓ મીસ્ટર..... પ્લીઝ મને થોડી જગ્યા આપો.” પણ સ્વપ્નીલ તો ખોવાઈ ગયેલો જાણે ત્યાં હતો જ નહીં. એના મિત્રોએ હચમચાવ્યો અને કહ્યું કે એ યુવતીને પાર્કીંગની જગ્યા આપ.

ઓહ... યા.. સ્યોર સ્યોર ” એણે ચમકીને જવાબ આપ્યો અને ત્યાંથી ખસતાં બોલ્યો.

સોરી હં... આઈ એમ વેરી વેરી સોરી ” કહી સ્વપ્નીલ ખસી ગયો અને એ જગ્યામાં એ યુવતી એ પોતાની સ્કૂટી પાર્ક કરી વાળમાંથી બટરફ્લાયની પીન કાઢીને પર્સમાં મૂકી. સ્વપ્નીલ એના લહેરાતા વાળને જોઈ રહ્યો. એ સ્વપ્નીલને થેંક્સ કહી નોટબુક લઈ સ્મિત વેરતી કોલેજમાં જતી રહી. એનું નામ મહેતાબ હતું. કોલેજમાં આજે એનો પહેલો દિવસ હતો અને આ હતી સ્વપ્નીલ સાથેની એની પહેલી મુલાકાત.

           બીજા દિવસથી રોજ સ્વપ્નીલ વહેલો આવતો અને પોતાની બાઈકની બાજુમાં મહેતાબની સ્કૂટીની જગ્યા રાખતો, અને મહેતાબ પણ કદી બીજે જગ્યા હોવા છતાં એજ જગ્યામાં પોતાની સ્કૂટી પાર્ક કરતી અને સ્વપ્નીલ સામે હળવું સ્મિત કરીને કોલેજમાં જતી રહેતી. મહેતાબ કોલેજના પહેલા વર્ષમાં હતી અને સ્વપ્નીલ બીજા. બંને વચ્ચે પહેલાં સ્મિતની આપ-લે પછી નોટબૂકની આપ-લે અને પછી કોલેજની ઈતર પ્રવ્રુત્તિઓમાં સાથે ભાગ લેવો.. એમ પરિચય વધતો ગયો અને વર્ષનાં અંત સુધીમાં તો એ પરિણયમાં પણ ફેરવાઈ ગયો. બહુ ટૂંકી ઓળખાણમાં બંને પ્રેમી બની ચૂક્યા હતાં. મહેતાબની સ્કૂટી કોલેજમાં જ રાખી બંને ઘણીવાર નજીકની રેસ્ટોરંટમાં નાસ્તો કરવા કે કોફી પીવા જતા. મહેતાબ કોલેજના બીજા વર્ષમાં અને સ્વપ્નીલ છેલ્લાં વર્ષમાં આવ્યો. અત્યાર સુધીમાં તો બંનેએ એકબીજાને સાથે જીવવા-મરવાના કોલ પણ આપી દીધા હતાં. એ લોકો ક્યાં જાણતા હતા કે એક મુસ્લિમ કન્યાને સ્વપ્નીલના માતા-પિતા સ્વીકારશે કે નહીં કે પછી મહેતાબના ઘરમાંથી લગ્નની મંજુરી મળશે કે નહીં. એ લોકો તો બસ પોતાના પ્રેમમાં મસ્ત હતાં. એકવાર સ્વપ્નીલ મહેતાબને પોતાની બાઈક પર લઈને જતો હતો ત્યારે ચાર-પાંચ જણાએ એને રસ્તામાં આંતર્યો. બ્રેક લાગતા મહેતાબે આગળ જોયું.

ભાઈજાન” એ બબડી. “સ્વપ્નીલ આ મારા ભાઈઓ છે.” ડરના માર્યા એના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો. એણે મજબુતીથી સ્વપ્નીલને પકડી રાખ્યો હતો. એના ભાઈઓ માંથી એક આગળ એની બાઈક પાસે આવ્યો અને મહેતાબનો હાથ ખેંચી એને નીચે ઉતારી.

ચલ ઘર ચલ. તુ દેખના આજ અબ્બાસે તેરી ધુલાઈ કરવાતા હું. મૈંને તો અબ્બાકો પહેલે હી સે મના કિયા થા પર અબ્બાકી તો તુ લાડલી હૈ ના. કોલેજ જાકર યે સબ કરતી હૈ ? શર્મ નહીં આતી તુજે ?”

 “  ભાઈજાન મેરી બાત સુનીએ.” મહેતાબ બોલી.

 “અબ ક્યા સુનું મૈં તેરી બાત ? મુજે જો દેખના થા વો તો મૈંને દેખ લીયા. છોટેને જબ મુજે બતાયા થા તબ મુજે ઉસ પર ભરોસા નહીં હુઆ પર અબ અપની આંખોસે દેખ લીયા હૈ. અબ ઘર ચલ.”

 “ ભાઈજાન મેરી બાત સુનીએ મેરી સ્કુટી કોલેજમેં હૈ. વો તો લેને દીજીએ.” મહેતાબે ઘસડાતાં ઘસડાતાં કહ્યું.

વો છોટે લે આયેગા તુ  બસ ઘર ચલ.”  મહેતાબનો બીજો ભાઈ સ્વપ્નીલ પાસે આવ્યો અને બોલ્યો,

દેખ બે.. આગેસે મેરી બહેનકી ઓર આંખ ઉઠાકે ભી દેખા ના તો તેરી ખૈર નહીં સમજા ?” ધમકી આપી બધા જતાં રહ્યાં. પણ સ્વપ્નીલ અને મહેતાબની મુલાકાતો રોકી નહીં શક્યા. મહેતાબના ભાઇઓ તો મારામારી કરવા જવાના હતાં પણ એમના અબ્બાએ એમ કરતા રોક્યા. એમને મારામારી કરવા કરતાં મહેતાબના નિકાહ કરાવવાનું વધુ યોગ્ય લાગ્યું એટલે મહેતાબના અબ્બાએ એક નાના ગામડામાં એના નિકાહ કરાવી દીધા.

સ્વપ્નીલ રોજ બાઈકની બાજુમાં સ્કૂટીની જગ્યા રાખતો પણ મહેતાબ આવતી નહીં. આઠ દિવસ થઈ ગયા. ફાયનલ પરીક્ષા આવતી હતી અને સ્વપ્નીલનું મન વાંચવામાં લાગતું નહોતું. એણે મહેતાબની એક ફ્રેંડને એના વિશે પુછ્યું તો એણે કહ્યું કે મહેતાબના તો નિકાહ થઈ ગયા. સ્વપ્નીલને આઘાત લાગ્યો. બે દિવસ સુધી એ ઘરમાં ગુમસુમ બેસી રહ્યો. એ એક સામાન્ય મધમવર્ગીય પરિવારનો છોકરો હતો. એને આમ બેસી રહેવું પરવડે એમ નહોતું એટલે મહેતાબને ભૂલીને ભણવામાં મન પરોવ્યું. એની સખત મહેનત રંગ લાવી અને એ યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યો. એક જાણીતી ફર્મમાં એને સારા પગારની નોકરી ઓફર થઈ અને એણે એ સ્વિકારી પણ લીધી. એણે મહેતાબના ફોટાઓ એક નાનકડી પેટીમાં મૂકીને તાળુ મારી દીધું ને તાળુ મારી દીધું એની યાદોને પણ....

પૂર્ણ પ્રમાણિકતાથી નોકરી કરવાથી એના શેઠ નીખીલરાયને ઘણો નફો થયો. એમણે આ હીરાને પોતાની તિજોરીમાં કેદ કરવાનું વિચાર્યું એટલે કે પોતાની એકની એક દીકરી સપનાને સ્વપ્નીલ સાથે પરણાવવાનું. એમણે આ બબતમાં સ્વપ્નીલની મરજી પૂછી. સ્વપ્નીલ તો મહેતાબનો થઈ ચૂક્યો હતો એટલે એણે લગ્નની ના પાડી. નીખીલરાય સ્વપ્નીલના ઘરે જઈને એના માતા-પિતાને રાજી કરી આવ્યા અને માતા-પિતાની વાત સ્વપ્નીલ ટાળી ના શક્યો. એણે નીખીલરાયની એકની એક દીકરી સપના સાથે લગ્ન કરી લીધા.

શરુઆતના ત્રણ વર્ષતો એમનો સંસાર સારો ચાલ્યો. જેના ફળસ્વરૂપે એક દીકરો સોહમ અને એક દીકરી સ્વરાનો જન્મ થયો. પછીના એક વર્ષમાં સ્વપ્નીલે વારાફરતી એના માતા-પિતા ગુમાવ્યા. સપનાને એના પિતા સાથે રહેવા જવું હતું અને સ્વપ્નીલને એમાં પોતાનું માન ઘવાતું લાગ્યું એટલે એણે ના પાડી અને સપનાએ સ્વપ્નીલને વાત વાતમાં હડધૂત કરવાનું શરૂ કર્યું. સ્વપ્નીલ પોતાના બાળકો સામે જોઇને બધું સહન કરતો અને એમના એ બાળકો પોતાના પિતાને હડધુત થતાં જોઈ જોઈને મોટા થયા. નીખીલરાય હતા ત્યાં સુધી તો સપના થોડી પણ કંટ્રોલમાં રહેતી હતી પણ નીખીલરાયના મૃત્યુ પછી જબરદસ્તી એ બધાને પિતાના બંગલે રહેવા લઇ આવી. સ્વપ્નીલ અને સપના બંને મનથી તો દૂર થઈ જ ગયા હતા. સપનાએ અહીં સ્વપ્નીલને એક જુદો જ ઓરડો પણ આપી દીધો હતો. એ સપનાનાં રૂમ માં સપનાની મરજી વિના નહીં જઈ શકતો. એને ઓફીસે આવવાની પણ સપનાએ મનાઈ કરી દીધી. ઓફિસનો બધો કારભાર એણે પોતાના હાથમાં લઈ લીધો હતો. સ્વપ્નીલ જો ઓફિસે જાય તો આખા સ્ટાફની સામે એને ઉતારી પાડતી. બીજે કશે નોકરી કરવા દેવાની પણ ના પાડી. પાર્ટીઓમાં કે સામાજીક પ્રસંગોમાં પણ એ એકલી જ જતી હતી. આટલા વર્ષો એની સાથે રહ્યા પછી પણ સ્વપ્નીલ એને પોતાને યોગ્ય નહોતો લાગતો. આ તો એના પિતાએ... સ્વપ્નીલને એણે ઘરમાં એકલો રહેવા મજબૂર કરી દીધો હતો. કોઈને ખબર નહોતી પડતી કે આવું એ કેમ કરતી હતી. કેટલીકવાર બાળકો પણ એના ગુસ્સાનો ભોગ બનતા પણ માતા ની ગેરહાજરીમાં પિતાનો સ્નેહ પામતાં. સ્વરા અને સોહમને પિતાની ખૂબ જ દયા આવતી. એમણે પપ્પાને કદી હસતાં પણ જોયા નહોતા.

આમ કરતાં વર્ષો વીતી ગયા. એમના બાળકો મોટા થઈ ગયા. સોહમ ગ્રેજ્યુએટ થતાંજ સપનાએ ઓફિસમાં એક કેબિન બનાવી કારભાર સમજાવવા માંડ્યો. સોહમ મન લગાવીને બધું જ કામ શીખી ગયો. સ્વરાનું ભણવાનું પણ હવે પુરું થયું હતું. એને પણ સપનાએ ઓફિસમાં એક કેબિન આપી દીધી. બંને બાળકોને બીઝનેસ સોંપી એણે નિવૃત્તિ લઈ લીધી. હવે એ ક્લબમાં વધુ સમય ગાળવા લાગી. સ્વપ્નીલ માટે એની પાસે સમય નહોતો. સ્વપ્નીલને એકાંતમાં મહેતાબ યાદ આવતી. એ એને સંબોધીને રોજ એક પત્ર લખતો અને પેલી પેટીમાં મૂકી દેતો. પોતાના મનની બધી વાત એ મહેતાબ સાથે પત્રમાં કરતો. એકાંતમાં કલાકો સુધી એ પેલી પેટીને લઈને બેસી રહેતો. એક વાર ખુલ્લી બારીમાંથી સોહમ અને સ્વરાએ પેટીમાં પત્રો અને ફોટા છે એમ જોયું પણ ફોટા કોના છે એ દૂરથી દેખાયું નહીં. સ્વપ્નીલ જ્યારે પણ એ પેટી ખોલતો ત્યારે બારી દરવાજા બંધ કરીને બેસતો. આજે એના ધ્યાન બહાર બારી ખુલ્લી રહી ગઈ હતી. બીજે દિવસે સોહમ અને સ્વરાએ પેટીમાં શું છે એમ પુછ્યું તો સ્વપ્નીલે વાત ટાળી દીધી... સપના પણ આ પેટી વિશે નહોતી જાણતી.

એકવાર મોડી રાતે ક્લબમાંથી પાછા ફરતી વેળા એક ટ્રક સાથે સપનાની કારનો અકસ્માત થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એનું મૃત્યુ થઈ ગયું. સોહમ અને સ્વરાને થોડું દૂ:તો થયું પણ પપ્પા હવે મરજી મુજબ જીવી શકશે એ માટે ખુશી પણ થઈ. સોહમે પપ્પાને ઓફિસે આવવાનું કહ્યું. પણ વર્ષોથી ઘરમાં જ બેઠેલા દુનિયાથી દૂર રહેતા સ્વપ્નીલે ના કહી. સોહમ ઉદાસ થયો. એ જ રાત્રે સ્વપ્નીલ પેટી ખોલીને ફોટા જોતાં જોતાં સૂઈ ગયો હતો. સોહમ અને સ્વરા પાર્ટીમાં ગયા હતા એટલે એ દરવાજો બંધ કર્યા વિના જ ફોટા લઈને બેઠો હતો. અને એમાં એને ઉંઘ આવી ગઈ. સોહમ અને સ્વરા પાર્ટીમાંથી આવ્યા સ્વરાએ પપ્પાનો દરવાજો ખુલ્લો જોયો અને પેટી પણ એણે તરત સોહમને બોલાવ્યો. બંને ભાઈ-બહેને પત્રો વાંચ્યા ફોટા જોયા. પપ્પાની ઉદાસીનું કારણ અને ઉપાય બંને મળ્યા. રૂમમાંથી બહાર આવીને એમણે મહેતાબને શોધવાનું નક્કી કર્યું. પેટીમાંથી એક પત્ર અને મહેતાબ તથા સ્વપ્નીલનો સાથે પડાવેલો એક ફોટો એમણે લઈ લીધો હતો. એની કોપી કરાવી બંને ભાઈ-બહેને પોતાની પાસે રાખી હતી.

એવામાં સ્વરાને એની એક ફ્રેંડ સાથે નારી સંરક્ષણ ગૃહમાં જવાનું થયું. સંચાલકની ઓફિસમાં સ્વરાએ મહેતાબનો ફોટો જોયો. સંસ્થામાં કામ કરતી દરેક બહેનોના ફોટા ત્યાં હતા. પોતાના પર્સમાંથી ફોટો કાઢી મેચ કરી જોયો. એ મહેતાબનો ફોટો જ હતો. એણે ઓફિસના ફોટાઓ માંથી મહેતાબનો ફોટો બતાવી એના વિશે સંચાલિકાને પુછ્યું. એમણે કહ્યું કે એનું નામ મહેતાબ છે. એના પતિના અવસાન પછી એના પુત્રએ એને ઘરની બહાર કાઢી મુકી હતી. એ અહીં આશરો લેવા આવી અને અમે એને રહેવા દીધી. એ અહીં બહેનોને સિવણ-ભરત-મેંદી મુકતા વગેરે શીખવે છે. સ્વરાએ એને મળવાની ઈચ્છા જાહેર કરી. તો સંચાલિકાએ કહ્યું કે એ અત્યારે તો કામથી બહાર ગઈ છે. તમે કાલે સવારે એને મળી શકશો.

બીજી જ સવારે સ્વરા અને સોહમ મહેતાબને મળવા ગયા. પિતાની પેટીમાંથી મહેતાબને સંબોધીને લખેલો પત્ર અને સ્વપ્નીલ સાથેનો એનો ફોટો એમણે મહેતાબને આપ્યો. એ જોતાંજ મહેતાબ ગુસ્સે થઈ ઉભી થઈ ગઈ. “કોણ છો તમે લોકો ?”

આંટી ગુસ્સે નહીં થાઓ. અમે તમને નુકસાન પહોંચાડવા નહીં તમારી મદદ માગવા આવ્યા છીએ. આ ફોટામાં તમારી સાથે જે છે એ સ્વપ્નીલના અમે સંતાનો છીએ. અને અમારા ઉદાસ પપ્પાનું હાસ્ય માગવા આવ્યા છીએ.” અને પછી બંને ભાઈ-બહેને મહેતાબને સ્વપ્નીલની જીવનકથની કહી. પોતે એક વખત જેને ખૂબ પ્રેમ કરતી હતી એની આવી દશા સાંભળીને એ મદદ કરવા તૈયાર થઈ. શરુઆતમાં રોજ પછી એક એક દિવસના અંતરે અને પછી અઠવાડિયે એક વાર એમ મહેતાબ સ્વપ્નીલને મળતી. મહેતાબને મળ્યા પછી સ્વપ્નીલમાં આવેલો બદલાવ એના સંતાનોથી છાનો નહી રહ્યો. હવે એ ઓફિસે જવા પણ તૈયાર હતો. એણે ગુમાવેલો કોંફીડંસ એનામાં પાછો આવ્યો. સ્વરા અને સોહમે પપ્પાનો આ ઉત્સાહ કાયમ રાખવા મહેતાબને વિનંતી કરી. મહેતાબને પોતાના પપ્પા સાથે લગ્ન કરવા કહ્યું. મહેતાબને સમજ નહીં પડી કે પોતે શું જવાબ આપે ? એણે કહ્યું કે,

પોતે મુસ્લિમ છે અને યુવાનીમાં જો સમાજને એનો વાંધો આવતો હોય તો આ ઉમ્મરે શું લગ્ન કરવા યોગ્ય છે ? ” સ્વરા અને સોહમે કહ્યું,

આંટી આજ સુધી અમારા પપ્પાએ ઘણું સહન કર્યું છે. અમારે માટે અમારા પપ્પાની ખુશીથી વધારે કંઈ નથી. તમે જો માની જાઓ તો તમારો આ અહેસાન અમે જીંદગીભર નહીં ભુલીએ.” મહેતાબ પોતાના પિતાની ખુશી ખાતર સમાજથી બગાવત કરવાની ઇચ્છા ધરાવનાર આ બાળકોને જોઇ રહી. થોડું વિચારીને એણે લગ્નની હા પાડી અને સ્વપ્નીલને પણ સમજાવી ફરી લગ્ન માટે તૈયાર કર્યો. રોજ ઓફિસે જતા પોતાના પિતાને રવિવારે સવારે બંગલાની લોનમાં મહેતાબ સાથે ચા પીતા ખુલ્લા મનથી હસતાં જોઇને સ્વરા અને સોહમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. માતા-પિતા બાળકોની ખુશી માટે બધું જ કરવા તૈયાર હોય છે અહીં બાળકોએ પિતાને એમની ખુશી આપી.

    

Author: નિમિષા ????? Read More...

                                               

દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ બસ એક બાર મેરા કહા માન લીજીએ ’

હવેલીમાં સુરીલો સ્વર ગુંજી રહ્યો હતો. ને એ સુરીલો સ્વર હતો રૂપાનો. રૂપા ગાઈ રહી હતી , સામે બેઠેલા લોકો વાહવાહી કરી રહ્યા હતાં. મહેફીલનું આ છેલ્લું ગીત હતું. ગીત પૂરું થતાંજ મહેફીલ વિખરાઈ ને પરદા પાછળથી એક આગંતુક અંદર આવ્યો. એને જોઇને રૂપાની આંખોમાં દર્દ અને ગુસ્સો આવ્યો પણ એ તરત જ અંદરનાં ઓરડામાં જતી રહી..

ભાઈ, મહેફીલ પૂરી થઈ ગઈ છે. કાલે આવજો.” માઈએ એની સામે જોયા વિનાજ રૂપિયા ગણતાં કહ્યું. પણ આગંતુક ની નજર એ ઓરડા પર હતી જ્યાંથી રૂપા અંદર ગઈ હતી. એ ખસ્યો નહીં એટલે માઈએ એની સામે જોયું,

ઓ ભાઈ, કાલે આવજો કહ્યું ને. સંભળાતું નથી ? ” માઈએ થોડા ગુસ્સામાં કહ્યું.

મારે સીમાને મળવું છે.” એ બોલ્યો.

સીમા ? એ કોણ ? અહી કોઇ સીમા નથી.” માઈએ નફીકરા અંદાઝમાં કહ્યું.

        “એ… જે હમણાં ગાઈ રહ્યાં હતાં.” આગંતુકે કહ્યું.

એનું નામ સીમા નથી પણ રૂપા છે.” હવે આગંતુકે બારણા તરફથી નજર હટાવી માઈ સામે જોયું.

ના એ સીમા જ છે..મારું દિલ કહે છે એ સીમા જ છે. તમે એને બોલાવોને !” આગંતુકે આજીજી ભર્યા સ્વરે કહ્યું.

જુઓ ભાઈ, મેં આપસે તમીઝસે બાત કર રહી હું. તમે જતા રહો નહીં તો મારા માણસોને બોલાવી મારે ધક્કા મારી તમને બહાર કાઢવા પડશે.” ફરી એક નજર પેલા ઓરડા તરફ નાખી આગંતુકે વિદાય લીધી. રૂપા પરદા પાછળથી એ બધું સાંભળી રહી હતી. આગંતુકના જતાં જ એ દોડીને પોતાના ઓરડામાં જતી રહી અને પલંગ પર ઊંધી પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રૂપા એને માઈએ આપેલું નામ હતું. એનું સાચું નામ તો સીમા જ હતું. ભૂતકાળની તમામ યાદો સાથે એ સીમા નામને પણ ભુલવા લાગી હતી.

બેટા આ અમર જ હતો ને ? ” માઈનો મમતા ભર્યો સ્વર અને સ્પર્શ પામીને રૂપાએ માઈનાં ખોળામાં માથું નાખી દીધું ને એમને વળગીને રડી રહી.

હા માઈ, આ એ જ હતો.” માઈ એ રૂપા ને રડવા દીધી. રડતાં રડતાં ક્યારે રૂપાની આંખ લાગી ગઈ એ ખબર ના પડી. માઈએ ધીમેથી એનું માથું ઓશિકા પર મુક્યું અને રૂમમાંથી બહાર નીકળી ગયાં. બીજે દિવસે સવારે રૂપા મોડી ઊઠી. રડી રડીને એની આંખો સૂજી ગઈ હતી. આજે રોજિંદા રીયાઝ માટે પણ એ નહીં ઊઠી શકી અને માઈએ પણ એને ઉઠાડી પણ નહીં.

ગલીનાં છેવાડે આવેલી હવેલીમાં રૂપાનાં ઓરડાની બહાર એક વરંડો હતો જેમાંથી સામે સમુદ્ર દેખાતો હતો. હવેલીની દિવાલ પાછળ રસ્તો જતો હતો ને એ રસ્તાનાં સામી તરફના ફૂટપાથની કિનારે દરિયા તરફ એક લાંબી પાળી હતી જ્યાં સાંજનાં સમયે સહેલાણીઓ આવીને બેસતા. વરંડામાં આવતાં જ ઠંડી હવાની લહેરખી રૂપાનાં ચહેરાને સહેલાવી ગઈ. રૂપાને ખૂબ ગમતો નેતરનો ઝુલો માઈએ એને વરંડામાં લટકાવી આપ્યો હતો. માઈને ત્યાં રહેતી બીજી છોકરીઓ કરતાં રૂપા દેખાવડી પણ વધુ અને એનો અવાજ પણ વધુ સૂરીલો એટલે એ માઈની સ્પેશીયલ ટ્રીટમેંટ પામતી. કોફી નું કપ લઈ રૂપા ઝુલા પર બેઠી. એની નજર સામે નાની સીમા દોડી રહી.

સીમા.. સીમા .. ઉભી રહે...” એનાં પિતા બૂમ મારતાં મારતાં એની પાછળ દોડી રહ્યા હતાં.

આજે તો હું જ પહેલો પહોંચીશ ઉભી રહે તો...” સીમાનાં પિતા એને પકડવાની નકલી કોશિશ કરી રહ્યાં હતાં અને સીમા એમના કરતાં પહેલાં ઘરે પહોંચી ગઈ ને મમ્મીને વળગી પડી.

મમ્મી... આજે પણ મેં પપ્પાને હરાવી દીધા.” એના મોં પર જીતની ખુશી હતી. એની મમ્મી એનાં માથા પર સ્નેહભર્યો હાથ ફેરવી રહી હતી.

આજે જીતી ગઈ ને ? કંઈ નહીં કાલે તો હું જ જીતીશ જોજે.” પિતાએ નકલી નારાજ થતાં કહ્યું હતું.

 “ બાપુ તમને ખબર છે શહેરમાં આ…..ટલા મોટા મોટા મકાનો હોય.” બંને હાથ પહોળા કરીની સીમા બોલતી હતી. ને “આ……ટલી મોટી બસો હોય. ને બાપુ બસમાં પણ બે માળ હોય...ને બાપુ ત્યાંતો મોટી મોટી છોકરીઓ પણ આટલા આટલા કપડાં પહેરે.” ઘુંટણ થી ઉપર હાથ રાખીને સીમા એ કહ્યું. બાપુ એની એકધારી વાણી સાંભળી રહ્યાં હતાં ને સીમા અમરે વર્ણન કર્યા મુજબ શહેરની વાતો એના બાપુને કરી રહી હતી..

એ બાપુ મારે પણ શહેર જવું છે.” ને સીમાની વાત અટકી.

તને ખબર છે ને બેટા ! તે દિવસે આપણા ગામનાં મેળામાં બહુ બધા લોકોને જોઇ તું ગભરાઈ ગયેલી. અને પેલા રમકડાંની દુકાન પરથી તું ખોવાઈ ગયેલી. તે રામજીકાકાએ તને રડતા જોઇ ને ઘરે મુકી ગયા હતાં. બેટા , શહેરમાં તો રોજ મેળા જેવું જ હોય. ત્યાં બહુ બધા લોકો હોય અને દોડતાં હોય. આપણે તો ત્યાં ખોવાઈ જ જઈએ.”  બાપુએ વહાલથી એની વાત નકારી. સીમા ઉદાસ થઈને રમવા જતી રહી.

સીમા એનાં માતા પિતાની એકની એક દીકરી હતી અને બંનેને ખૂબ વહાલી હતી. સીમાની એક દિવસની દૂરી એમનાથી સહન નહીં થતી. લગ્નનાં ઘણા વર્ષો પછી કેટલાય દોરા ધાગા ને અંતે ભગવાને એમને સીમા આપી હતી.  સીમાએ જ્યારે બાળપણ છોડીને તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે એનાં જીવનમાં પ્રવેશ થયો હતો અમરનો. અમર એનાં કોઈ દૂરનાં સગા સાથે ત્યાં વેકેશન ગાળવા ગામ આવ્યો હતો. બધાં બાળકો જ્યારે રમવા એકઠા થતાં ત્યારે અમર શહેરની મોટી મોટી વાતો કરતો અને બધા નવાઈ થી સાંભળી રહેતા એમાંની એક સીમા પણ હતી. અમરની વાતો સાંભળીને એને શહેર જોવાની ઈચ્છા થતી. ઘરે આવી એ એના પિતાને શહેર લઈ જવા કહેતી અને પિતા વહાલથી એની એ વાત ટાળી દેતાં. એથી તો સીમાનું શહેર પ્રત્યેનું કુતુહલ વધતું જતું. અમર વાત કરતો એમ એને શહેરમાં છોકરીઓ પહેરતી એવા કપડાં પહેરવાનું મન થતું... બે માળની બસ જોવાનું મન થતું.... અહી તો ખાલી તળાવનો કિનારો જોયો હતો..પણ અમરે દરિયાનાં લાં......બા કિનારાનું જે વર્ણન કરું હતું ત્યાં જવાનું મન થતું.

રોજ રાત્રે બધાં બાળકો ચોતરા પર અમરને સાંભળવા જતાં જાણે એ કોઇ નેતા ના હોય ! એ ચોતરા પર બેસતો અને બધા બાળકો નીચે ધુળમાં. વેકેશન પૂરું થતાં અમર તો પાછો શહેર જતો રહ્યો. પણ સીમાની આંખમાં કેટલાક સપનાં મૂકતો ગયો. બીજે વર્ષે ફરી વેકેશન પડતાં અમર આવ્યો. આ વખતે બધાં બાળકો માટે કંઈ ને કંઈ વસ્તુ લાવ્યો હતો. અમરે આપેલી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો એ અમર શિખવાડતો. સીમા અને એની ઉમરનાં બીજા બાળકો અમરને અહોભાવથી જોતાં અને સાંભળતાં. હવે વર્ષ દરમિયાન સીમા વેકેશન પડવાની રાહ જોતી રહેતી. શહેર વિશે જાણવાનું એને મન થતું. એ પછીનાં બે-ત્રણ વેકેશન અમર નહીં આવ્યો. એક વેકેશનમાં જ્યારે આવ્યો ત્યારે અમરને જોઇ સીમા કારણ વગર શરમાઈ ગઈ. આ વખતે અમરે એને વાત કરવા એકાંતમાં બોલાવી ત્યારે એ ખૂબ ખુશ થઈ હતી કારણ કે બીજી છોકરીઓ થી વધારે અમરે પોતાને મહત્વ આપ્યું. અમર એને પોતાની નોકરી વિષે.. શહેરની સગવડો વિષે.. શહેરની રહેણી કરણી વિષેની વાતો એટલા વિસ્તારથી અને એવી ઢબે કહેતો કે સીમા શહેર જવા લલચાતી. એ જેટલા દિવસ ગામમાં રહ્યો એટલા દિવસ બંને એકાંતમાં મળતા રહ્યાં.

 “ના ..ના.... હું એકલી શહેર નહી જાઉ.” સીમા જીદે ચડી હતી. અમર એને સમજાવી રહ્યો હતો.

જો સીમા , તું આમ જીદ ના કર.”

અરે ! મેં ત્યાં કંઈ જોયું નથી. એટલા બધા લોકોની વચ્ચે હું તો ખોવાઈ જાઉં. ના અને ના તું સાથે આવશે તો જ હું શહેર આવીશ.”

               “અરે મારા મિત્રો સ્ટેશન પર તને લેવા આવશે ને ? બે જ દિવસનો સવાલ છે ને ?”

 સીમા નકાર માં ડોકું ધૂણાવતી રહી ને અમર સમજાવતો રહ્યો. અંતે અમરે સીમાને એકલી શહેર જવા મનાવી લીધી. પણ સીમા સમજી નહોતી શકતી કે અમર એની સાથે આવવાની ના કેમ કહે છે ? પોતાને એકલી કેમ મોકલે છે ?

 ટ્રેનમાં બેસતાં બેસતાં પણ સીમા એ અમરને પુછ્યું,એના મિત્રો ચોક્કસ સીમાને લેવા આવશે ને ?”

અમરે કહ્યું. “ હા સીમા , મારી વાત થઈ ગઈ છે એ લોકો સાથે. તું ચિંતા ના કર. અને મેં ગઈકાલે તારો જે ફોટો પાડેલો એ પણ મોકલી દીધો છે એટલે એ લોકો તને તરત ઓળખી જશે.” નવી ટેક્નોલોજી થી અંજાઈ ગયેલી સીમાએ આંખમાં આંસુ સાથે અમરની વિદાય લીધી હતી.

અમરનાં કહ્યા મુજબ એના મિત્રો સ્ટેશન પર સીમાને લેવા આવ્યા હતાં. સીમાને લઈ મિત્રો રૂમ પર આવ્યાં.

સીમાજી, તમે અહી અંદર કડી લગાવીને સુઈ જજો અમે બહાર જ સુતાં છીએ કામ હોય તો બોલાવજો.” અમરના એક મિત્ર દિપકે કહ્યું.

સીમા કડી લગાવી સુઈ ગઈ ને અમર સાથેના સહજીવનના સપનાં જોવા લાગી. મોડીરાત્રે અચાનક બારીમાંથી  કોઇના આવવાનાં સંચારે સીમા જાગી ગઈ. અંધારામાં એણે એક માનવ આકાર જોયો. હજુ એ કંઈ સમજે એ પહેલાં તો એ આકારે કડી ખોલી નાખી અને એક બીજો માનવ આકાર અંદર આવ્યો. બંને માંથી એક આકારે એનું મોં દબાવ્યું અને બીજા આકારે એને હતી ન હતી કરી નાખી. એ બૂમો મારવા માગતી હતી પણ મજબુત હાથની પકડમાંથી એ છૂટી ના શકી. અને પોતાનું બધું જ લુટાવી બેઠી. અંધારાનાં ઓછાયામાં એ જાણી પણ નહી શકી કે એ લોકો કોણ હતા ? બીજે દિવસે એણે અમરનાં મિત્રોને વાત કરતાં એને ખબર પડી કે અમરે તો આ લોકોને……

હવે તો સીમાને ખબર પડી જ ગઈ છે તો દિવસે પણ મજા લઈએ અને બીજાને બોલાવી આપણા રુપિયા વસુલ કરી લઈએ.” સીમાએ અમરનાં મિત્રોને આમ વાત કરતાં સાંભળ્યા ત્યારે એને રડવું આવી ગયું. દિવસ દરમિયાન એક મિત્ર સીમાની ચોકી કરતો ને બીજો મિત્ર ઘરાક શોધી લાવતો. આમ દિવસો પસાર થયા ને એક દિવસ સીમાને ભાગી છૂટવાનો મોકો મળી ગયો. એ ભાગી તો ખરી પણ લોકોનાં ટોળાઓ ની વચ્ચે ગભરાઈ ગઈ ને એક ખુણામાં સંતાઈને અવર જવર જોતી હતી ત્યાં જ માઈએ એને જોઈ અને પોતાની સાથે હવેલી પર લઈ આવ્યાં. સીમા પાસેથી માઈએ એની બધી આપવીતી જાણી. માઈએ એનું નામ બદલીને સીમા માંથી રૂપા કરી દીધું. ત્યારથી સીમા અહી રૂપા બનીને જીવી રહી છે. આજે અમરે સીમાને પાછી જીવતી કરી.

રોજ અમર એક વાર સીમાને મળવા આવતો અને માઈ એને કાઢી મૂકતાં પણ બીજે દિવસે પાછો અમર હાજર.. રૂપાનું મન હમણાં ગાવામાં નહોતું લાગતું.. એનું જ ગાયન સાંભળવા આવતાં બધાંને કોઇક ને કોઇક બહાનાથી માઈ વિદાય કરતાં.

 “રૂપા , દિકરા , કેટલા દિવસ તું આમ જ વિતાવીશ ? રોજ બધા તારો જ અવાજ સાંભળવા માગે છે ને હું બહાના કાઢીને કંટાળી ગઈ છું.”

એ રાતે ફરી હવામાં સૂરીલો અવાજ ગુંજી રહ્યો. 

 ‘ જુસ્તજુ જીસકી કી ઉસકો તો ના પાયા હમનેં , ઈસ બહાને સે મગર દેખલી દુનિયા હમને …’

મહેફિલ વિખેરાતાં જ રોજની જેમ અમર આવ્યો. આટલા વર્ષો નો ગુસ્સો સીમાએ એકસાથે અમર પર કાઢ્યો. અમરને બોલવાની તક આપ્યા વિના પોતાને જે બોલવું હતું એ બોલીને પાછી અંદરનાં ઓરડામાં જતી રહી. અમર આંખમાં આંસુ સાથે બોલ્યા વિના ત્યાંથી નીકળી ગયો. બીજે દિવસે સવારમાં માઈએ હવેલીનો દરવાજો ખોલતાં એક લાલ કપડું બાંધેલ બે કળશ અને એક પત્ર જોયો. એમણે આમતેમ જોયું કોણે મૂક્યો હશે ? અંદર આવી એમણે પત્ર ખોલ્યો. એ સીમાને સંબોધીને લખેલો અમરનો પત્ર હતો. માઈએ રૂપાનાં હાથમાં અમરનો કાગળ મુક્યો. રૂપાએ પત્ર વાંચવો શરુ કર્યો.

       સીમા

મારા પર ગુસ્સો ઠાલવીને તેં સાબિત કરી દીધું કે તું રૂપા નથી સીમા જ છે. તો હું તને તારા ગયા પછી ગામમાં શું થયું એ કહેવા માગું છું. તને શહેરમાં મોકલી હું ઘરે આવ્યો. બીજે દિવસે ચંદુ દોડતો દોડતો ઘરે આવ્યો ને કાકાને કહેવા લાગ્યો કે તારા પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો છે અને આપણા ગામનાં ડૉ.એ. એમને નજીકની હોસ્પિટલમાં લઈ જવા પડશે એમ કહ્યું છે. તું તો જાણે છે કે આખા ગામમાં ખાલી મારા કાકા પાસે જ ગાડી હતી. એટલે અમે તારા પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા. તારા જવાનો એમને આઘાત લાગ્યો હતો. મારા કાકાએ શહેરનાં ડૉ. સાથે એમને વાત કરતા નહીં ફાવે કહી મને ત્યાં તારા માતા-પિતા સાથે રોકાવાનું કહ્યું. એ વખતે તો મનમાં ખૂબ ગુસ્સો આવ્યો હતો. પણ ધીરે ધીરે એ લોકોની સાથે રહેતાં  વાત કરતા મને મારી જાત પર તિરસ્કાર આવ્યો. મને ખૂબ પસ્તાવો થયો. મેં મારા મિત્રોને ફોન કર્યો પણ એ લોકોએ મારો ફોન ના ઊંચક્યો. મેં તારા માતાપિતાની સેવા કરવા નો નિર્ણય લીધો. તારા પિતાને લકવો થઈ ગયો હતો. એક દિવસ હોસ્પિટલ વાળાએ એમની હાલતમાં કોઇ સુધારો નહીં થશે કહ્યું ને અમે ગામમાં પાછા આવી ગયાં. એ પછી બે વર્ષ જીવ્યા તારા પિતા. એ ઘણી વાર થોથવાતી જીભે કહેતા કે જો સીમા કોઇ નાલાયક સાથે ભાગી ના ગઈ હોત તો એ મને એમનો જમાઈ બનાવી લેતે.

તારી જે અમાનત હું વર્ષોથી સાથે લઈને ફરુ છું એ આજે તને સોંપુ છું. આ બે કળશમાં તારા માતા-પિતાનાં અસ્થિઓ છે. એમની મરજી પ્રમાણે ત્રિવેણી સંગમ પર જઈ એ અસ્થિઓનું વિસર્જન કરી એમનાં આત્માને શાંતિ અપાવજે.

                                                                                          અમર.

 

Author: નિમિષા ????? Read More...

              

ઓહ ! સાત વાગી ગયા ! એ આવી ગયા હશે તો પાછી સવાર બગડશે. રચના બ્રશ પણ કર્યા વિના સીધી જ રસોડા માં ઘુસી ગઈ. આલાપ મોર્નીંગ વૉક લેવા જાય અને આવે ત્યારે ગરમ પાણી ને મધ પીએ. રચનાએ પાણી ગરમ કરી ટેબલ પર મૂક્યું. મધની બોટલ.. ચમચી ને ગ્લાસ મૂક્યા. ને પોતે બ્રશ કરવા ગઈ. નિત્યક્રમ પતાવ્યા છતાં પણ આલાપ  હજુ આવ્યા નહોતા. આજે કેમ મોડા હશે ? રચના વિચારી રહી. લાવ ફોન કરી જોઉં. ના... ના પાછા ગુસ્સે થશે. એના કરતા નાસ્તો બનાવીને મૂકી દઉં. આટલા મોડા કંઈ મધને પાણી થોડા પીશે ! એ તો ચા-નાસ્તો જ માગશે. તે છતાં રચનાએ બધું ટેબલ પર જ રાખ્યું.

એમને કયા કારણથી ગુસ્સો આવી જાય છે તે લગ્નજીવન નાં ત્રીસ વર્ષ પછી પણ તે સમજી શકી નથી. બધી જ વસ્તુઓ સમયસર જોઇએ અને ચોક્કસ જગ્યાએ જ રાખવાની. તેમ ના થાય તો ... ઘર વેરવિખેર.. કબાટ ના કપડાં કબાટની બહાર.. વાસણો સ્ટેંડ પરથી નીચે.. પછી આખો દિવસ એ સરખું કરવામાં જ નીકળી જતો. જો વિરોધ કરે તો ફર્નીચરનો વારો આવે.. એ પછી ય જો રચના બોલે તો... તો એનો પોતાનો વારો આવતો. એટલે એ ક્યારેય આલાપને આવો મોકો નહોતી આપવા માગતી પણ દર વખતે કંઈક તો ભૂલી જ જતી. પણ શરુઆતનાં થોડાં વર્ષો બાદ કરતાં એણે સામે બોલવાનું બંધ કરી દીધું હતું એટલે વાત વાસણોથી આગળ વધતી નહોતી.

આલાપને ગુસ્સો ના આવે તે માટે..  આજે બહુ ધ્યાનથી એ કામ કરી રહી હતી. એને ચા ની તલબ લાગી પણ રોજ સવારની ચા એ બંને સાથે પીતા હતાં. સવારે આલાપનો મુડ સારો હોય. ચાની બધી તૈયારી કરી દીધી ને નાસ્તો બનાવવા લાગી. નાસ્તો પણ બની ગયો હજુ કેમ ના આવ્યા ? રચનાએ ઘડિયાળમાં જોયું. નવ વાગી ગયા હતાં. હવે તો ફોન કરી જ લઉં. એણે મોબાઈલ ઉઠાવ્યો. ને સામેથી જવાબ આવ્યો આ નંબર અસ્તિત્વમાં નથી. આવું કેમ બને ? રચનાએ બીજી વાર લગાડ્યો.. એજ જવાબ.. એણે સ્મિતાને ફોન કરવાનું વિચાર્યું પણ પછી.. ના.. ના સવારમાં એ કામમાં હશે સાસુ-સસરાની સેવામાં ખલેલ પડશે તો પાછા સાસુનાં મહેણા.. પોતાની દીકરીને પોતાના કારણે કંઈ સાંભળવું પડે તેમ એ નહોતી ઈચ્છતી.. આવી જશે. કંઈ નાના કીકલા થોડા છે. આલાપ માટે પોતે વાપરેલા ‘કીકલા’ શબ્દ પર એને પોતાને  જ હસવું આવી ગયું. શું વૉક પરથી સીધા જ કોઇને મળવા ગયા હશે ? ના, ના, નહાયા વિના તો કોઇને મળવા જવાનું એમને પસંદ નહોતુ.. હશે, મુડ  આવ્યો હશે તો વૉક પરથી સીધા જ જતા રહ્યા હશે. એમના મુડ વિશે હજુ પણ એ ક્યાં જાણી શકી છે ?

ચાલ, હું તો ચા પી લઉં. પછી નહાઈને રસોઈની તૈયારી કરું. ચાનો ઘુંટડો ભરતાં મોં સહેજ બગડી ગયું. ગમે તેમ પણ એમના વિના ચામાં સ્વાદ નથી આવતો. જેમતેમ દવાની જેમ ચા પીને એ બાથરૂમમાં ગઈ. રસોઈ તો નહાયા પછી જ કરવાની એવો તેમનો આગ્રહ રહેતો. નહાઈને નીકળતા જ બહાર વોશબેઝિન પર નજર ગઈ. અરે ! એમનો દાઢીનો સામાન મૂકવાનો તો ભૂલી જ ગઈ. સારું થયું એમના આવતા પહેલાં જ નજર ગઈ નહીં તો.... એણે બેઝિન ઉપરનો કબાટ ખોલ્યો. ત્યાંતો પાછો આંચકો લાગ્યો. દાઢીનું બ્રશ, દાઢીનો સાબુ, રેઝર.. કંઈ જ હતું નહી. કોણ લઈ ગયું હશે ? ! ચાલ, જલ્દીથી બજારમાં જઈ લઈ આવું. પર્સ લઈને નજીકના સ્ટોરમાં ગઈ ને સામાન માગ્યો. સ્ટોરવાળાએ પૂછ્યું,

કોને માટે સામાન જોઇએ છે ?” એને ગુસ્સો આવ્યો. એક તો મોડું થાય છે. હજુ રસોઈ પણ બાકી છે ને આ દુકાનવાળો પણ..

તારે શું પંચાત ? તું તારે સામાન આપને.” એ તડૂકી. એનો ગુસ્સો જોઈને દુકાનવાળાએ ચૂપચાપ સામાન આપી દીધો. ઘરે આવીને બધું વોશબેઝિન પર વ્યવસ્થિત મૂક્યું. જરા બેઠી ના બેઠી ને પાછી રસોડામાં ભરાઈ ગઈ.  

રસોઇ પણ થઈ ગઈ. સ્વીટ બની ગઈ. ફરસાણમાં મેથીના મૂઠિયા બાફી દીધા. આવે એટલે વઘારી દઈશ. આલાપને જમવામાં રોજ પૂરું ભાણું જોઇતું. ફરસાણ અને સ્વીટ, સલાડ અને પાપડ સહિત. સલાડ પણ સમારાઇ ગયું. એણે ફરી ઘડિયાળ સામે જોયું. એક વાગી ગયો. કામમાં ખબર જ નહી પડી. પણ એ હજુ કેમ ના આવ્યા.? ફરી આલાપને ફોન લગાડ્યો. એ જ જવાબ.. આ નંબર અસ્તિત્વમાં નથી. એણે સ્મિતાને ફોન લગાડ્યો. હવે કામમાંથી પરવારી હશે.

હેલો.. હલો સ્મિતા, આ જોને, તારા પપ્પા હજુ ઘરે નથી આવ્યા. સવારે વૉક પર ગયા પછી આવ્યા જ નથી.”

મમ્મી.....”

ને જોને ! એમનો દાઢીનો સામાન પણ કોઇ લઈ ગયું. બજારમાં જઈ પાછો સામાન લઈ આવી. તોયે આવ્યા નહોતા. એમના વિના તો ચા પણ કડવી દવા જેવી લાગે છે.”

અરે! પણ….”

અરે, એમની રાહ જોતાં જોતાં રસોઇ પણ થઈ ગઈ.  અને...અને...તને ખબર છે ? એમને ફોન લગાડ્યો તો મેસેજ આવે છે કે આ નંબર અસ્તિત્વમાં નથી બોલ.”

““અરે! મમ્મી તું સાં.....”

મને ચિંતા થાય છે સ્મિતા, રોજ તો સવારે સાડા પાંચ વાગે ઘરેથી નીકળી સાડા સાત સુધીમાં તો ઘરે આવી જ જાય. આ એક વાગી ગયો, તારા પપ્પા હજુ કેમ નહી આવ્યા હોય ? સ્મિતાને બોલવા દીધા વિના રચના એક શ્વાસે બધું બોલી ગઈ.

અરે! મમ્મી, તું સાંભળ તો ખરી... તું માનતી કેમ નથી ? પપ્પાને ગુજરી ગયાને ત્રણ મહિના થઈ ગયા….”

 

 

Author: નિમિષા ????? Read More...

 

જો રીમાબેટા, નસીબદાર હોય તેને માતૃત્વ પ્રાપ્ત થાય છે ને તું  એને દૂર કરવાની વાત કરે છે ?”

મમ્મી હજુ મારે બંગલો બનાવવાનો છે. કાર લેવાની છે. ત્યાં સુધી તો નોકરી કરવી જ પડશે અને બાળકનો જન્મ એટલે ચોવીસ કલાકની જવાબદારી. મારે નોકરી છોડવી જ પડે.

સંતોષ માન બેટા. આ ફ્લેટ કંઈ નાનો તો છે નહીં. ને મેહુલકુમાર ક્યાં ઓછું કમાય છે ? આવી જશે એક બે વર્ષમાં ગાડી. એને માટે ગર્ભપાત કરાવવાની શું જરુર છે ? તારી સાસુ હોત તો મારે બોલવા જેવું જ ન હોત એ તને આમ કરવા જ દેત.

પણ મમ્મી..

જો દીકરા તારું સંતાન છે. તું મોટી છે. તારા પપ્પાના ગયા પછી પણ મેં તમારી બંને બહેનોની ઉપર મારા વિચારો થોપ્યા નથી. તમને તમારી રીતે જીવવાની સ્વતંત્રતા આપી જ છે.

અને મમ્મી તેનો દુરુપયોગ તો અમે નથી જ કર્યો.

હા, પણ જ્યારે તમે કોઇ ખોટું કામ કરવાના હો ત્યારે તેમ ન કરવા મારે સમજાવવા જ જોઇએ. બાકી છેલ્લો નિર્ણય તો તમારો જ હોય. આ જોને તારી મોટી બહેન ઋતા બાળક માટે કેટલા વલખાં મારે છે. અનાથાશ્રમમાંથી બાળક લેવા પણ તૈયાર છે તો સુધાબહેન માનતા નથી. આમ તો ઋતાને બહુ પ્રેમ કરે એની વાત માને એને વહુ તરીકેનું બધું સન્માન આપે છે પણ જ્યાં અનાથાશ્રમમાંથી બાળક લેવાની વાત આવે... એમના જ કહેવા પર ટેસ્ટટ્યુબબેબી માટે પણ બે વાર પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. પૈસો છે તો પોસાય. તને તો ભગવાને જ માતા બનવાનો મોકો આપ્યો છે.      

ના મમ્મી, તું ગમે તે કહે પણ મારે અત્યારે આ બાળક જોઇતું જ નથી. આ મેહુલ પણ છે ને એના પેટમાં કોઇ વાત રહેતી નથી. ન પાડી હતી તો ય તને કહી દીધું. એના કરતાં સીધી જઇને એબોર્શન કરાવ્યા પછી જ કહ્યું હોત તો સારું થાત. રીમા ઊઠીને બબડતી બબડતી રસોડામાં જતી રહી.

દસેક વર્ષ પહેલાં સુમંતરાયનું અચાનક અકસ્માતમાં મૃત્યુ થયું. એમણે પુત્રીઓ સમજણી થઈ ત્યારથી જ તેમના નિર્ણય જાતે લેવાની આદત પાડી હતી, પણ દરેક વસ્તુના સારા ખોટા બંને પાસા બતાવતા અને નિર્ણય પુત્રીઓ પર છોડતા. એમના મૃત્યુ પછી અલકાબહેને પણ તેમ જ કર્યું. નાનપણથી જ ઋતા સીધી, સાદી, સરળ અને સંતોષી હતી જ્યારે રીમા થોડી વધુ મહાત્વાકાંક્ષી હતી, થોડી જિદ્દી પણ ખરી અને નાની હતી એટલે બધાની લાડકી, બધા એની જીદ્દ ચલાવી લેતા. અભ્યાસ દરમિયાન જ બંને બહેનોને પ્રેમ થયો અને અલકાબહેને બંનેને તેમની પસંદગીનાં પાત્રો સાથે પરણાવી આપ્યા.

ઋતાને શ્રીકાંત સાથે અને રીમાને મેહુલ સાથે. બંને ખાધેપીધે સુખી ઘરનાં હતાં. જો શ્રીકાંત અને મેહુલની સરખામણી કરીએ તો શ્રીકાંત પાસે મેહુલ કરતાં થોડો વધુ પૈસો હતો. પિતાના મૃત્યુ પછી શ્રીકાંત પિતાનો બીઝનેસ સંભાળતો માતા સાથે બંગલામાં રહેતો હતો અને મેહુલની સારી ફર્મમાં પાંચ આંકડાના પગારની નોકરી હતી અને પોતાનો ફ્લેટ હતો.

રીમાએ જ્યારે પોતાની પ્રેગ્નંસીના સમાચાર મેહુલને આપ્યા ત્યારે તે ખૂબ ખુશ થયો પણ રીમાને અત્યારે બાળક જોઇતું નહોતું. એને ઋતાની જેમ બંગલામાં રહેવું હતું. ઋતાની જેમ કારમાં ફરવું હતું. એ ઈચ્છતી હતી કે પોતે અને મેહુલ મળીને મહેનત કરી બંગલો બનાવે ; ભલે એ ઋતાના બંગલા જેટલો મોટો નહીં હોય, કાર લાવે ; ભલે નવી નહીં હોય અને તે પછી જ બાળક લાવે. મેહુલ રીમાને ખૂબ પ્રેમ કરતો એટલે એને બધી વાતમાં સાથ આપતો પણ આમ બાળકની હત્યા કરવામાં સાથ આપવા માગતો નહોતો એટલે એણે અલકાબહેનને વાત કરી કે તે રીમાને એબોર્શન ન કરાવવા સમજાવે.. અત્યારે અલકાબહેન રીમાને સમજાવતા હતાં પણ રીમા એકની બે નહોતી થતી.. તેમણે પોતાની મદદ માટે ઋતાને પણ બોલાવી હતી. એ હજુ આવી કેમ નહીં ? એમણે તેના મોબાઇલ પર ફોન લગાડ્યોને ડોરબેલ વાગ્યો. 

ઋતા જ આવી હતી. મોટે ભાગે રીમા ઋતાની વાત ટાળતી નહોતી. બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી. રીમાએ જોયું ઋતા આવી છે એ તરત બહાર આવીને એને ભેટી પડી. પછી એને પાણી આપતા બોલી,

દી, જોને, આ મમ્મીને સમજાવને, હજુ લગ્ન થયે ત્રણ જ વર્ષ તો થયા છે ને ત્યાં આ બાળકનું વળગણ. રીમાએ પોતાની બહેનને પોતાના પક્ષમાં લેવા માટે થોડો મસકો પણ માર્યો. કાયમ ઋતા કહીને જ વાત કરતી રીમાએ દી સંબોધન કર્યું. એને ઋતા પાસે કોઇ વાત મનાવવી હોય તો એ તેને દી કહેતી.

આવ બેસ મારી પાસે.” ઋતાએ રીમા ને પોતાની પાસે બેસાડીને તેને એબોર્શન ન કરાવવા સમજાવી.

આ શું દી ? મને એમ કે તું મારો સાથ આપશે... રીમાએ છણકો કર્યો.

અચ્છા એક કામ કરશે તારી દીદી માટે ?” થોડું વિચારી ને પછી ઋતાએ કહ્યું.

બોલને, પણ તારે મને આ બાળકથી છુટકારો અપાવવામાં સાથ આપવો પડશે.

તું તારું બાળક મને આપી દેજે.

ઋતા ?” અલકાબહેન ચમક્યા.

હા મમ્મી, એનાથી બંનેની સમસ્યાનું સમાધાન થઈ જશે. પારકું બાળક લેવાની મારા સાસુ ના પાડે છે પણ રીમાના બાળકની ના નહીં પાડે. આનાથી રીમાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે.

રીમા પોતાની બહેન પર વારિ વારિ ગઈ. એને આ વાત મંજૂર હતી. અલકાબહેન પણ ખુશ તો હતા પણ

પણ મેહુલકુમાર માનશે ?”

એની ચિંતા તું નહીં કર મમ્મી. તો આ ફાયનલ હોં દીદી. રીમાએ પ્રોમીસ લેવા હાથ લંબાવ્યો. ઋતાએ હાથ પર હાથ મૂકતાં હકારમાં ડોકું હલાવ્યું.

લવ યુ દી. રીમા ઋતાને ભેટી પડી.

હા પણ બાળક ન આવે ત્યાં સુધી કોઇને …..

યોગ્ય સમયે રીમાએ પુત્રને જન્મ આપ્યો. મેહુલ એકદમ ખુશખુશાલ હતો. બંને બહેનોએ સવા મહિનો મમ્મીને ત્યાં રહી લીગલ કાગળિયાં કરી ઋતાએ બાળક લઈ જવું એમ નક્કી કર્યુ. ઋતાએ શ્રીકાંત અને સુધાબહેનને મનાવી લીધા અને શ્રીકાંતના મિત્ર પાસે દત્તક લેવાના કાગળ તૈયાર કરાવી લીધાં. હવે મેહુલની સહી જોઇએ એટલે મેહુલને વાત કરી તો તે એકદમ ગુસ્સે થઈ ગયો. અલકાબહેન તેને અંદરના રૂમમાં લઈ ગયા.

મેહુલકુમાર, તમે ફોન કર્યો હતો ત્યારે રીમાને બોલાવી મેં અને ઋતાએ એબોર્શન ન કરાવવા માટે બહુ સમજાવી હતી પણ તે એકની બે નહોતી થતી એટલે ઋતાએ આ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને કોઇ પારકા પાસે ક્યાં છે તમારું બાળક ? આમ તમારું બાળક પણ રહેશે અને મારી ઋતાને એક બાળક મળી જશે.અલકાબહેનનાં શબ્દોમાં વિનંતિ હતી. થોડી વાર મેહુલને વિચારવા દીધા પછી એ બોલ્યા,

અને પછી જ્યારે રીમાની પોતાની ઇચ્છા હોય ત્યારે તમારે ત્યાં બાળક ક્યાં નથી થવાનું ?” અલકાબહેને પ્રેમથી સમજાવ્યું પણ મનમાં તો ડર હતો કે મેહુલકુમાર માનશે કે નહીં ? મેહુલ વિચારતો હતો કે, આમતો વાત ખોટી ક્યાં હતી ? જો પહેલા રીમાએ મને કહ્યા વિના જ એબોર્શન કરાવી લીધું હોત તો..

હા મમ્મી, તમારી વાત સાચી છે. ચાલો મમ્મી હું સહી કરી દઉં.

મેહુલે બહાર આવી સહી કરી આપી. રીમા ખુશ હતી. એને તો એમ હતું કે મેહુલને મનાવવો બહુ મુશ્કેલ થશે પણ મમ્મીએ તો બહુ સરળતાથી એને મનાવી લીધો. બે એક મહિના વીતી ગયા.

હમ હોંગે કામયાબ... એક દિન... રીમાની મોબાઈલની રીંગ વાગી. રીમાએ સ્ક્રીન પર નામ જોયું

દીદી એ ઉછળી.. હું હમણાં તને જ ફોન કરવાની હતી.

કેમ ? કોઇ ખાસ વાત ?”

હા, મારે બે મહિના માટે પ્રમોશનની ટ્રેનિંગ લેવા જવાનું છે. ત્યાર પછી મને મેનેજરની પોસ્ટ મળી જશે ને સેલરી…. ડબ્બલ.. આઈ એમ સો હેપ્પી દીદી. થેંક્સ.. જો તેં ...એના અવાજમાં ઉત્સાહ હતો.

અરે હા, પણ તેં કોઇ ખાસ કામે ફોન કર્યો હતો ? આમતો તું મારા ઓફિસ ટાઈમમાં ફોન નથી કરતી.

એક્ચુયલી મેં પણ તારો આભાર માનવા જ ફોન કર્યો હતો.  મમ્મી એટલા ખુશ રહે છે આખો દિવસ દિવ્ય સાથે જ રમ્યા કરે છે અને શ્રીકાંત ? એ તો ઓફિસેથી ચાર વાર દિવ્યનો અવાજ સાંભળવા ફોન કરે અને સાંજે મેનેજરને ઓફિસ સોંપી જલ્દી ઘરે આવી જાય. પછી અમે બધા જમીને એની સાથે આંટો મારી ઘરે આવીએ. મારા ઘરમાં તો એકદમ રોનક આવી ગઈ. થેક્સ રીમા. અરે ! અરે ! દિવ્ય... એક મિનિટ રીમા, હું તને પછી ફરીથી ફોન કરું. આ તારો દીકરો છે ને.. ઘુંટણિયા તાણતો થયો છે ને જે કંઈ હાથમાં આવે તે મોંમા નાખે છે.. છોડ છોડ. રીમાને પાછળ દિવ્યનો રડવાનો અવાજ આવ્યો. પછી ફોન કટ થઈ ગયો.

આ દીદી પણ છે ને ! હવે એ ક્યાં મારો દીકરો છે ? એને આપી દીધો હવે તો એ એનો દીકરો છે. પણ હંમેશા મારો દીકરો કહ્યા કરે છે. પાગલ. એણે હસીને મોબાઇલ ટેબલ પર મૂક્યો. ત્યાં જ મોબાઇલ ની સ્ક્રીન પર મેસેજ ચમક્યો. સુધાબહેનનો દિવ્યને રમાડતો ફોટો ઋતાએ મોકલ્યો હતો. એ આનંદથી એ ફોટો જોઇ રહી. ઋતાનો ફરી ફોન ન આવ્યો રાતે ફોન કરીશ વિચારી રીમા કામે વળગી.

બે દિવસ તૈયારી માટેના રજાના હતા. મમ્મીને રુબરુ જઇ ખુશીના સમાચાર આપ્યા અને એટલા દિવસ મેહુલને સાચવી લેવા વિનંતિ કરી. એના બોલવામાં એક અનેરો ઉત્સાહ હતો. એની ચાલ થોડી ગર્વીલી બની હતી. સમય તો પાણીને વેગે પસાર થઈ ગયો. એની ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ. દિવ્ય માટે રીમા ઘણાં રમકડાં અને કપડાં લાવી હતી. સૌ પહેલાં એ ઋતાને ત્યાં ગઈ.

હાય રીમા, ક્યારે આવી ?” રીમાને જોઇ ઋતા ખુશ થઇ ગઈ અને તેને ભેટી પડી.

આજે જ સવારે. ઘરે જઈ સામાન મૂકી ફ્રેશ થઈને સીધી તારે ત્યાં આવી.

આવ, કેવી રહી ટ્રેનિંગ ?” ઋતા રીમાનો હાથ પકડી ઘરમાં લઈ આવી જાણે તે પહેલી વાર આ ઘરમાં આવતી હોય.

ખૂબ જ સરસ. રીઝલ્ટ પણ તરત જ આપી દીધું. આવતા મહિનાથી મેનેજરની કેબિનમાં.” સોફા પર બેસતા રીમા બોલી. રીમાના શબ્દોમાંથી આનંદ અને ઉત્સાહ પ્રગટ થતો હતો.

દિવ્ય ક્યાં છે ?”  રીમાએ આમતેમ જોતાં પૂછ્યું. એને માટે રમકડાં અને કપડાં લાવી છું.દિવ્ય સુધાબહેન સાથે રમતો હતો. રીમાનો અવાજ સાંભળી દિવ્યને લઈ સુધાબહેન બહાર આવ્યાં.

દિવ્ય.” ચપટી વગાડી રીમાએ દિવ્યને બોલાવ્યો.

જો તો તારે માટે શું લાવી ?” રીમાએ એક રમકડું ખોલી દિવ્યને બતાવ્યું. એની સામે નજર કરી દિવ્ય સુધાબહેનની સોડમાં લપાઇ ગયો. રીમાએ સુધાબહેન પાસેથી દિવ્યને લીધો તો એ ભેંકડા તાણીને રડવા લાગ્યો.

અરે ! એ કોઇ અજાણ્યાની પાસે જતો નથી. રીમા પાસેથી દિવ્યને લઈ ઋતા બોલી. ઋતા પાસે જતાં જ દિવ્ય શાંત થઈ ગયો. રીમાનું મોં ઉતરી ગયું. એ ક્યાં અજાણી હતી ? દિવ્યની મા હતી. રીમાને ઇચ્છા હતી કે એ પોતે એના લાવેલા કપડાં દિવ્યને પહેરાવે પણ...  પછી થોડીવાર ઔપચારિક વાતો કરીને દિવ્ય માટે લાવેલી વસ્તુઓ તેણે ઋતાને આપી  અને તે ત્યાંથી નીકળી ગઈ અને અલકાબહેન પાસે જઇને રડી પડી કે પોતાના દીકરા માટે એ અજાણી હતી.

શું કામ જીવ બાળે છે ? થોડો મોટો થશે એટલે આવશે જ ને તારી પાસે ? અને તેં તારી ખુશીથી ઋતાને દિવ્ય આપ્યો છે એને તારો દીકરો માનીને દુઃખી ન થા. રીમાને પાણીનો ગ્લાસ આપી અલકાબહેને તેને એની નોકરીની અને પ્રમોશનની વાતોમાં વ્યસ્ત કરી. રીમા ફરી ઉત્સાહમાં આવી ગઈ.

પ્રમોશનની જવાબદારીને લીધે હવે રીમાને ખાસ સમય મળતો નહોતો પણ મેહુલનો એને પૂરો સાથ હતો. વચ્ચે વચ્ચે ઋતા દિવ્યના સમાચાર આપતી રહેતી. આજે એણે હોંકારો ભણ્યો, સુધાબહેન તો એની સાથે વાતો કર્યા જ કરે છે, શ્રીકાંત પાસે દિવ્ય હોય તો એ કોઇને આપતો નથી વગેરે વગેરે.. હમણાં થોડા દિવસ પહેલાં જ દિવ્ય ટેબલ પકડીને પહેલી વાર ઉભો થયો તેનો વિડિયો ઋતાએ મોબાઇલ પર મોકલ્યો હતો. આમ ને આમ દિવ્ય દસ મહિનાનો થઈ ગયો. બે મહિના પછી તો એનો જન્મ દિવસ હતો. બધા ઉત્સાહમાં હતા. ખૂબ ધામધૂમથી ઉજવીશું એમ નક્કી થયું રીમાને આગળથી રજા લઈ પ્લાનીંગમાં મદદ કરવાનું કહેવાઈ ગયું. રીમા પણ ખુશ હતી.

                                            ***

મીટીંગ પૂરી થતાં રીમાએ મોબાઈલ નોર્મલ કરવા હાથમાં લીધો તો ઋતાનાં દસ મીસકોલ હતાં. આટલા બધા મીસકોલ ? મમ્મીને તો કંઈ ? એને અમંગળ વિચારો આવવા લાગ્યાં. એણે ઋતાને ફોન જોડ્યો. સામે ઋતાનો રડતો અવાજ આવ્યો.

ક્યાં હતી ? કેટલા ફોન કર્યા. ઉપાડતી કેમ નહોતી ?”

મીટીંગમાં હતી. પણ એટલું જરુરી શું કામ હતું ?”

દિવ્યને.. રીમાની ધારણા સાચી પડી પણ મમ્મી નહીં દિવ્ય.. 

શું થયું દિવ્યને ? ક્યાં છે તું ?” રીમાની અંદરની માતાએ કહ્યું.

દિવ્યને હોસ્પિટલ દાખલ કર્યો છે ડો.નિર્મલની.. રીમાએ ફોન કટ કર્યો ને હોસ્પિટલે ધસી ગઈ.

ત્યાં પહોંચીને જોયું તો ઘણી નળીઓથી ઘેરાયેલો દિવ્ય સ્પેશિયલ રૂમમાં સુતો હતો. એ અંદર જવા ગઈ તો ઋતાએ તેને રોકી.

હમણાં જ શાંતિથી ઊંઘ્યો છે. થોડા દિવસથી તાવ હતો. મેં ઘરગથ્થુ દવાઓ કરી પણ ફાયદો ન થયો. આજે ડોક્ટર પાસે લાવી તો એમણે દાખલ કરી દીધો. દવાની અસર થાય છે. ચિંતા જેવું નથી.

આટલા દિવસથી તાવ હતો ને ઋતાએ એની કાળજી ન રાખી. એનો દીકરો થોડો છે ? મારો છે એટલે.. રીમા વિચારી રહી. તેણે ઓફિસમાંથી રજા લઈ લીધી અને હોસ્પિટલમાં જ રહેવા લાગી. ઋતાએ એને બહુ કહ્યું કે તું ઘરે જા હું છું. પણ એ એકની બે ન થઈ. એની જિદ્દ સામે ઋતાએ નમતું જોખ્યું અને બંને બહેનો દિવ્યની સાથે રહેવા લાગી. પણ દિવ્ય પાસે જવાની કોઇને પરવાનગી નહોતી. અઠવાડિયું વીતી ગયું હવે રીમાની ઓફિસમાંથી ફોન આવવા લાગ્યા કે તેના વિના કામ અટવાય છે. ડો. ચિંતા જેવું નથી એમ કહેતા પણ દિવ્ય પાસે જવા દેતા નહોતા.

ઋતા, હું રોજ અહીથી ઓફિસ જઈશ. અને અહીં જ પાછી આવીશ. મેનેજરની જવાબદારીઓ પણ હોયને. રીમાએ ઋતાને કહ્યું.

તું બેફિકર થઈને જા. હું છું ને ?” ઋતાએ આશ્વાસન આપ્યું. સાંજે જ્યારે રીમા ઓફિસથી આવી ઋતાને દિવ્યના રૂમમાંથી બહાર નીકળતા જોઇ. રીમાએ ડો.ને પુછ્યુ તો એમણે કહ્યું દિવ્ય ઋતાને બોલાવતો હતો એટલે... આવું તો રોજ થવા લાગ્યું. એક દિવસ રીમા વહેલી આવી અને જોયું તો દિવ્ય આરામથી ઋતા સાથે રમતો હતો. રીમાને જોઇ ઋતા બહાર આવી ને એણે કહ્યું કે આજે દિવ્યને ઘરે લઈ જવાની રજા આપી છે.

બધા અલકાબહેનને ત્યાં ભેગા થયા. મેહુલને પણ રીમાએ ત્યાં જ બોલાવી લીધો.

ઋતા મેં એને જન્મ આપ્યો છે. આ મારો દીકરો છે હવે એ તારી સાથે નહી આવે.

તારો કેવો ? મેં એને દત્તક લીધો છે.ઋતાએ વળતો જવાબ આપ્યો.

ભલે, પણ હવે મારે તને નથી સોંપવો. તેં એની કાળજી નથી રાખી.

અહા.. હા.. હા.. આટલો મોટો એમ ને એમ થયો. એક વાર જરા..

એક વાર થયેલું ફરી નહીં  થાય એવું તો નથી ને ?”

અને તારી નોકરી ? કોણ જોશે આખો દિવસ ? તારો બંગલો, ગાડી એ બધું કેવી રીતે આવશે ? તારી ડબ્બલ સેલરી.. મેનેજરની જવાબદારી..

 “તારે એ બધી ફિકર કરવાની જરુર નથી. હું નોકરી છોડી દઈશ. મારે જે જોઇએ છે તે મને મેહુલ લાવી આપશે એની તું ચિંતા નહીં કર. પણ હવે મારો દીકરો મારી પાસે જ રહેશે. બધા અવાચક થઈને બંનેને લડતા જોઇ રહ્યાં હતાં. બંને બહેનોનો પ્રેમ થોડી વારમાં જ હવા થઈ ગયો એવું લાગ્યું. કોઇની ય સમજમાં નહોતું આવતું કોને રોકે.... એટલામાં રીમાએ દિવ્યને લેવાની કોશિશ કરી. ઋતા તરત દોડીને સામે ઉભી રહી ગઈ.

રીમા, મારી પાસે લીગલ કાગળિયાં છે. તું એને નહીં લઈ જઈ શકે. કહી ઋતાએ આખરી પાસો ફેંક્યો અને કાગળ બતાવ્યા.

ટુ હેલ વીથ યુ એંડ યોર કાગળિયાં.” કહી રીમાએ કાગળ ફાડી નાખ્યાં. ઋતા એને તમાચો મારવા હાથ ઉગામ્યો પણ  શ્રીકાંત એને ખેંચીને ઘરની બહાર લઈ ગયો. ઋતા રડતી રડતી કારમાં બેસી ગઈ. શ્રીકાંત આખા રસ્તે કંઈ ન બોલ્યો અને ઋતા રડતી રહી. ઘરે આવીને ઋતા સુધાબહેનને વળગી પડી. સુધાબહેનને ન સમજાયું કે આ શું થયું ? એમણે ઋતાને છાતી સરસી ચાંપીને શ્રીકાંત સામે પ્રશ્નાર્થ નજરે જોયું. થોડીવાર એમ જ રડવા દીધી ને ઋતાનો મોબાઇલ વાગ્યો. એણે ફોન ઉપાડ્યો.

“…..”

કંઈ નહીં નિર્મલ, એણે દત્તક લીધાનાં કાગળ ફાડી નાખ્યા. અને..

“…….”

થેંક્સ નિર્મલ, મને સાથ આપવા માટે અને વધુ સાથ તો તેં શ્રીકાંતને પણ આપણા પ્લાનમાં સામેલ નહીં કરવાની મારી જીદ્દને માની તેનો પણ આભાર..

......

હા જો એ વખતે હું રીમા પર એબોર્શન ન કરાવવા દબાણ કરતે તો એ માનવાની જ નહોતી.

“…..”

હસવાનાં અવાજ સાથે ફોન કટ થઈ ગયો.

 

Author: નિમિષા ????? Read More...

 

પ્રભાતનાં સોનેરી કિરણો પૃથ્વી પર ફેલાયા. રજનીની વિદાય સાથે ઉષાનું આગમન થયું. એક નવી સવાર. શહેર આખું રજાની બે દિવસની આળસ મરડી ઊભું થયું. જે લોકો નોકરી કરતાં હતાં એ લોકો પોતપોતાને કામે જવા દોડાદોડી કરવા લાગ્યાં અને બાકીનાં ઘરનાં કામમાં જોતરાઈ ગયાં. ઉષાના કિરણો સાગર પર પડતાં એક નયનરમ્ય દ્રશ્ય સરજાઈ ગયું પણ શહેરનાં લોકો પાસે કુદરતને માણવાનો સમયજ ક્યાં હતો ? આવા નયનરમ્ય દ્રશ્યોને માણવા વિદેશીઓ આવતાં. સાગરકિનારાની પાંચસિતારા હોટલોમાં રોકાતા અને આવા નયનરમ્ય દ્રશ્યોને માણતાં. એ જ કિનારા પર આવેલા માલેતુજારોના ફ્લેટ્સમાં રહેતાં તવંગરો પાસે આવા કુદરતી દ્રશ્યોને માણવાનો સમય નહોતો. સવાર પડતાં ની સાથે જ બંને જગ્યાએ ચહલ પહલ શરુ થઈ ગઈ અને ચહલપહલ શરુ થઈ સાગરકિનારાની પાંચસિતારા હોટલો અને પાસે ઉભેલી ઘણી બહુમંઝિલ ઈમારતોની ફૂટપાથ પર પણ.

 “રૂપલી આજે સોમવાર થયો. હું નંદુડીને લઈને પેલી પારનાં મહાદેવનાં મંદિરે જાઉં છું. તું દેવલાને લઈને આપણી રોજની જગ્યાએ આવી જજે.” ચમને પોતાની પત્નીને કહ્યું. રૂપલીએ નંદુડી સામે નજર કરી એ પોતાના ફાટેલા ફ્રોકથી ભાઈના નાકનો શેઢો લૂછવાની કોશિશ કરતી હતી. દેવલો મોં ફેરવી લેતો હતો. એને નાક સાફ નહોતું કરાવવું.

એ ના…ના…આજે તમે એકલાજ જાઓ. આ દેવલાનું શરીર જરા ગરમ છે. નંદુડી સાથે હોય તો દેવલાને સાચવે ને.” રૂપલી એ કહ્યું.

ચમન કહે,અરે રૂપલી , તું ભુલી ગઈ ? આજે સોમવાર છે ને પેલા શેઠ દર સોમવારે પુરી ને શાક વહેંચે છે. હું તો કહુ છું તું પણ આપણા રોજના મંદિરે જવાનું છોડી મારી સાથે જ આવ.”

 “પણ પછી એ મંદિરમાં આપણી બેસવાની જગ્યા જતી રહેશે. આમ પણ પેલો મગનીઓ આવ્યો છે ત્યારથી બધી જ જગ્યા એના બાપની હોય એમ જ વર્તે છે.” રૂપલીએ ચિંતા વ્યક્ત કરી.

મોટા શહેરોમાં ભિખારીઓનાં પોતાનાં વિસ્તારો હોય છે. એકબીજાનાં વિસ્તારમાં ભીખ માગવા પણ જઈ ના શકાય. નવાઈ લાગે છે ને ? ખેર ! એ એમની જુદી જ દુનિયા છે.

ચમને રૂપલીને ફરી સમજાવી “ગરમ-ગરમ પુરીશાક તો મલશે ને ? બસ..” થોડી આનાકાની પછી રૂપલી માની ગઈ. ઘરનો સામાન ખૂણામાં મૂકી દીધો. સામાનમાં તો શું હોય ? એક ગોબાયેલી તપેલી, એક કાણી તાસક, બે ગોબાયેલાં પવાલા,એક નાનું પાણીનું માટલું ને બે ફાટેલી ગોદડીઓ. જેમાંથી એક નો ઉપયોગ એ લોકો પાથરવવામાં અને એક્નો ઉપયોગ ઓઢવામાં કરતાં. ચારપાંચ લાકડા ચુલો સળગાવવા માટે અને રોટલા કરવા માટીની એક તાવડી. બસ આ પૂરું રાચરચીલું એ લોકોનું. બધા સપરિવાર મહાદેવના મંદિરે જવા નીકળ્યા. એમના પરિવારમાં ચમન, સાત મહિનાની ગર્ભવતી એની પત્ની રૂપલી ,ચાર વરસની દીકરી નંદુડી અને બે વરસનો દીકરો દેવલો. ફૂટપાથ પર છ ફૂટનું એમનું ભાડાનું ઘર. તમને થશે કે ભાડાનું ? ફૂટપાથ પર તે વળી કોણ ભાડું વસુલ કરે ? પણ રોજ નવી જગ્યા શોધવી ના પડે એટલે મોટા શહેરોમાં પોલીસોને ભાડું ચુકવવું પડતું હોય છે જેથી રાતે શાંતિથી સૂઈ શકાય.

બપોરે શેઠે આપેલું  ગરમ ગરમ પુરીશાક ખાઈને સામેના પીપળાના ઝાડ નીચે એમણે આરામ કર્યો. આ માલેતુજારો ખરાખોટાં કામો કરતાં અને એ પાપો માંથી મુક્તિ મેળવવા આવા કેટલાયે દાન કરતાં. એનાથી એમને એ પાપોથી છુટકારો મળતો હશે કે કેમ એ તો ભગવાન જ જાણે પણ અઠવાડિયે એક વાર ભિખારીઓને પેટ ભરીને ખાવાનું જરૂર મળતું અને તે પણ ગરમ ગરમ. સાંજે પોટલીમાં સંતાડેલા પુરીશાક ખાઈને બધા પોતાના કહેવાતા ‘ઘરે’ આવ્યાં. સંધ્યાની પાછળ રજનીનું આગમન થઈ ચૂક્યું હતું. બધા ફૂટપાથી પડોશીઓ સાથે બેસીને પોતપોતાના એ દિવસના અનુભવો વહેંચતા હતાં અને એકાએક ....

એકાએક.... ધન્... ધ.ન... ધન્.... ગોળીઓનાં અવાજથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. એ અવાજ ક્યાંથી આવ્યો કે શેનો આવ્યો એ વિચારવા મળે એ પહેલાં તો રસ્તા પરથી પસાર થતાં કેટલાક લોકો રસ્તા પર જ ઢળી પડ્યાં. લોકોમાં ગભરાટ ફેલાયો અને લોકો નાસભાગ કરવા લાગ્યાં. ગોળીઓથી વિંધાઈને ઢળી પડવા લાગ્યાં. કોઇક ઘાયલ તો કેટલાંક સીધાં પ્રભુ પાસે. આ આતંકવાદીઓનો હુમલો હતો. પાંચસિતારા હોટલમાં રહેતાં વિદેશીઓને નિશાન બનાવી દેશને બદનામ કરવાનું કાવત્રું હતું.

ચમન આ ગોળીઓનાં હુમલાથી પોતાના પરિવારને બચાવવા નંદુડી અને દેવલાને ઉંચકી રૂપલીને બૂમો પાડતો સુરક્ષિત જગ્યા શોધવા દોડવા લાગ્યો. દૂ…ર એક દિવાલ દેખાઈ. ચમને નંદુડી અને દેવલાને ત્યાં ઉતાર્યા અને રૂપલીને લેવા દોડ્યો. રૂપલી તો ચમનની પાછળ પાછળજ ત્યાં પહોંચી ચુકી હતી. એણે ચમનને બૂમ મારી રૂપલીને ઠીકઠાક જોઈ ચમનના જીવમાં જીવ આવ્યો અને એ પોતાના પરિવાર પાસે જવા દોડ્યો પણ વચ્ચે યમરાજ આવી ને ચમનને લઈ ગયાં. ગોળીઓ નો વરસાદ ચમન અને બીજા ફૂટપાથી પડોશીઓ પર પડ્યો અને બધા ત્યાં જ ઢેર થઈ ગયાં. રૂપલી અવાક થઈને ચમનને જોઈ રહી. માત્ર બે જ સેકંડમાં બધું બની ગયું. ગોળીઓએ થોડો વિરામ લીધો ને રૂપલી દોડીને ચમનની લાશને ઘસડીને દિવાલ પછીતે લઈ આવી અને એને વળગીને રોવા લાગી. નંદુડી અને દેવલાને સમજ નહીં પડી કે આ શું થઈ ગયું. એ પણ ચમનની લાશને વળગીને રોવામાં રૂપલીનો સાથ આપવા લાગ્યા.

થોડા વિરામ બાદ ફરી ગોળીઓની ધણધણાટી શરૂ થઈ ગઈ અને આ વખતે બમણા વેગથી. થોડાં જ સમયમાં પોલીસ અને એમ્બ્યુલંસ આવી. ઘાયલો અને મૃતકોના શરીરો ઉઠાવીને લઈ ગઈ અને બાકી બચેલાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લાગી. રૂપલી પોલીસની નજર ચૂકવી દિવાલ પાછળ સંતાઈ ગઈ. એને બીક હતી કે બધું પતી ગયા પછી પોતાની સુવાની જગ્યા કોઇ પડાવી ન લે. હવે તો ચમન પણ નહતો. બે નાના બાળકો અને ત્રીજું પેટમાં. ક્યાં જશે પોતે જગ્યા શોધવા ? હવે પોલીસો પણ સામે ગોળીબાર કરવા લાગ્યા હતાં તો આતંકવાદીઓ પણ ક્યાં પાછા પડે એમ હતાં ? આખીરાત ધણધણાટી ચાલી અને પછી સવાર પડી.

રોજ રમણીય લાગતી સવાર આજે બિહામણી લાગતી હતી. રાતનાં અંધારામાં ઘટનાનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો સવાર પડતાં જ એની ગંભીરતાં સમજાઈ. સરકારે લશ્કર બોલાવ્યું. સરહદ પરનાં યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું. આખો દિવસ ગોળીઓનો ધણધણાટ ચાલુ જ રહ્યો હતો એમાં રૂપલી ખાવાનું શોધવા ક્યાં જાય ? આજુબાજુના કચરામાંથી ખાવાનું શોધી શોધીને બાળકોને ખવડાવ્યું અને પોતે કચરામાંથી વિદેશીઓએ પીધેલા પાણીના બાટલાઓ ઉઠાવીને થોડું પાણી પી લીધું. આમ એક દિવસ તો ગયો. પણ હજુ ગોળીઓની ધણધણાટી ઓછી થતી નહોતી. રાત પણ આમ જ પસાર થઈ ગઈ. બીજા દિવસની સવાર પડી. ભૂખથી હવે તો એના પેટના બાળકનું હલનચલન પણ ઓછું થઈ ગયું હતું. કચરામાંથી શોધેલું ખાવાનું ખલાસ થઈ ગયું હતું અને પાણી પણ ઓછું થઈ ગયું હતું. આજે સવારથી દેવલાનાં પેટમાં પાણી સિવાય કશું જ ગયું નહોતું. તાવથી દેવલાનું શરીર વધારે તપી ઉઠેલું અને એમાં પાછી ભૂખ. નાનકડો જીવ ક્યાં સુધી ઝઝુમે ? સાંજ પડતાં તો દેવલાનો જીવ દેવ પાસે પહોંચી ગયો. રૂપલીએ વિચાર્યું હતું કે અંધારામાં આમતેમ જઈ પોલીસોની નજર ચૂકવી ખાવાનું શોધી લાવશે પણ હવે દેવલાને તો ખાવાની જરૂર રહી નહીં. નંદુડી પણ મા ભૂખ લાગી છે ની માળા જપતી હતી. રૂપલીનો જીવ આતંકવાદીઓને ગાળો આપવા લાગ્યો હતો. ગોળીઓની ધણધણાટી ઓછી થવાનું નામ નહોતી લેતી. એણે હુમલાખોરોની દિશામાં નજર કરી. દૂર એને એક રોટલીનો ટૂકડો દેખાયો. કદાચ બારીમાં ઉભા ઉભા કોઇ આ તમાશો જોતાં જોતાં ખાતું હશે ને ગોળી વાગવાથી એ નીચે પડ્યું હોય અને એના હાથમાંથી રોટલી નો ટૂકડો પડી ગયો હોય. જે હોય તે. પણ રૂપલી ને તો એ ટૂકડામાં ભગવાન દેખાયા. નિશ્ચેષ્ટ દેવલાનું શરીર નંદુડીને સોંપીને રૂપલીએ કહ્યું,

દીકરા, તું ભાઈને જો હું રોટલો લઈને આવું છું.”  નંદુડી તો એમજ સમજતી હતી કે દેવલો ઊંઘે છે. એને માથે હાથ ફેરવતાં ફેરવતાં બોલતી હતી,

ભઈલા, મા હમણાં રોટલો લઈને આવશે. આપણે બધા સાથે બેસીને ખાઈશું હોં ને ભઈલા ? ” રૂપલી ભૂખી, એના પેટનું બાળક પણ ભૂખું અને એની દીકરી પણ ભૂખી. આ બધાની સામે ગોળીબારની કોઇ વિસાત એને નહીં લાગી અને એ રોટલી ની દિશામાં દોડી. હજુ પોલીસની નજર પડે અને એ રૂપલીને રોકે એ પહેલાં તો ગોળી રૂપલીના શરીરની આરપાર નીકળી ગઈ અને એ ત્યાં જ ઢળી પડી. એના પેટનું બાળક પણ સહેજ તરફડીને શાંત થઈ ગયું. આ બાજુ નંદુડી ભાઈના માથા પર હાથ ફેરવતાં રોટલો ખાવાની આશામાં દેવલાની બાજુમાં એને ભેટીને સુઈ ગઈ રખેને ગોળીઓના અવાજથી ભાઈ જાગી જાય. એ ક્યાં જાણતી હતી કે હવે કોઇ અવાજ એના ભાઈને ઉઠાડી શકે એમ નથી. કાળરાત્રી પસાર થઈ ગઈ અને પાછી સવાર પડી. રૂપલીની લાશ શબવાહિનીમાં ઉઠાવીને લઈ જવાઈ. દેવલાને ભેટીને સૂતેલી નંદુડી સવાર પડી પણ ઊઠી જ નહીં. એ પણ પોતાના ભાઈ પાસે ચાલી નીકળી હતી.

હવે બધું શાંત થઈ ગયું હતું અને ચમનનું આખું કુંટુંબ તો કાયમ માટે શાંત થઈ ગયું હતું. આતંકવાદીઓ હોવા છતાં કેવી શાંતિ સ્થાપી ગયા હતાં?

  

Author: નિમિષા ????? Read More...

                            

દર્દીઓ પાસેનો દિવસનો છેલ્લો રાઉંડ લઈ ડૉ. સચદેવ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતાં. ત્યાંજ એક યુવતીને બેભાનાવસ્થામાં લઈ એક યુવક ડૉ. સચદેવની હોસ્પિટલમાં આવ્યો.  

એ યુવક નું નામ ઋષભ હતું.

“હું દરિયા કિનારે ટહેલતો હતો ને દરિયામાં આ યુવતી ડુબતી હતી. કિનારે લાવી જોયું તો એ બેભાન થઈ ગઈ હતી. નજીકમાં જ તમારી હોસ્પિટલ હતી એટલે તરત અહી લઈ આવ્યો. કોઇ પણ વ્યક્તિને ડુબતી બચાવવી એ જ માનવતા છે ને..” ઋષભે કહ્યું. અને હોસ્પિટલના કામમાંથી પરવારી ગયેલા ડૉ. સચદેવ યુવતીના ભાનમાં આવવાની રાહ જોતા ઋષભ સાથે વાતોએ વળગ્યા.

એ એના પિતા સાથે રહેતો હતો. ફેમિલિમાં બીજું કોઇ નહોતું. એ ભણેલો હતો. નોકરી કરતો હતો ને પાંચ આંકડાનો પગાર હતો........ને પછી તો બીજી ઘણી વાતો કરી. ડૉ.સચદેવ એની વાતોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે મોડી રાત થઈ હોવા છતાં ઘરે જવાનું જ ભુલી ગયા. ઘરેથી પત્ની નો ફોન આવ્યો ને એમની વાતો અટકી... યુવતી હજુ ભાનમાં આવી નહોતી.

નર્સને જરુરી સુચનાઓ આપી એ ઘરે જવા નીકળ્યા. ઋષભને પણ એમણે ઘરે જવાનું કહ્યું. બીજે દિવસે યુવતીએ ધીરે ધીરે આંખો ખોલી પોતે ક્યાં છે એ જોવા ચારે બાજુ નજર ફેરવી. એ એક હોસ્પિટલનાં ઓરડાનાં પલંગ પર હતી.. આજુબાજુ અપરિચિત ચહેરાઓ હતા. આધેડ ઉંમરનાં ડૉ. સચદેવ અને બે પરિચારિકા. બધાની નજર એની ઉપર હતી. એ ભાનમાં આવતાં જ બધાનાં ચહેરાઓ પર સ્મિત આવ્યું.

“તારું નામ શું છે દીકરા ? ”ડૉ.એ એને પુછ્યું. યુવતી મૌન.

“બેટા , તું દરિયામાં તણાતી હતી. એક યુવક બચાવીને તને અહીં લાવ્યો.” ડૉ. સચદેવે કહ્યું.

માન્યતા રડી પડી. “મને શું કામ બચાવી ડૉ.? મારે નથી જીવવું.”

“એવું ન બોલાય દીકરા. મનુષ્ય જીવન બહુ પુણ્યશાળીને મળે.” ડૉ.એ એના માથા પર હાથ ફેરવી કહ્યું.

“પણ મારા જીવનમાં જીવવા જેવું કશું રહ્યું નથી. ”

પછી એણે ડૉ.ને ટુંકમાં બધી આપવીતી કહી કે,

એનું નામ માન્યતા છે..

કિશોર વયમાં પોતાની માતાની ઈજ્જત બચાવવા એણે એક યુવકની હત્યા કરી..... સગીર હોવાથી બે વર્ષ જુવેનાઈલ કસ્ટડી માં રાખી ને પછી જેલમાં. જેલમાં સરકારી ઓફિસરોને ખુશ કરવા જેલર મહિલા કેદીઓનો ઉપયોગ કરતી. અને માન્યતાનાં જેલમાં ગયા પછી મોટેભાગે એની જ પસંદગી થતી. જો પોતે ના પાડે તો જેલર મારતી.. એનું કુમળું શરીર એ માર સહન નહોતું કરી શકતું અને એ જેલરને તાબે થઈ જતી. પોતે જેલમાં રહી એટલા દિવસોમાં એના ઘરેથી પણ કોઇ એને મળવા આવતું નહોતું ત્યારે.....એ એકલી મુંઝાતી રહેતી અને જેલરનાં જુલ્મ સહન કરતી રહેતી......

જ્યારે જેલમાંથી મુક્તિ મળી ત્યારે સ્વજનોને મળવાની ખુશી સાથે એ ઘરે ગઈ પણ ત્યાં ઘર નહોતું. એક મોટું બીલ્ડીંગ ઉભું હતું. આસપાસના મકાનો પણ નહોતાં ને એનાં માતા-પિતાના સમાચાર આપી શકે એવું પણ કોઇ નહોતું. જેલમાં જુલ્મ સહન કરી નબળા પડી ગયેલા એના મને એને આત્મહત્યા કરવાની જ પ્રેરણા આપી અને એ સમુદ્રમાં સમાઈ જીવન ટુંકાવવા માગતી હતી.

“મોત એ કોઇ જ સમસ્યાનું સમાધાન નથી દીકરા.” ડૉ. સચદેવે એને સમજાવ્યું. માન્યતા મૌન રહી. સાંજે જ્યારે ડૉ. રાઉંડ પર આવ્યા ત્યારે એમની સાથે એક બીજો અપરિચિત ચહેરો હતો.

“બેટા, આ ઋષભ છે.” ડૉ.એ એની ઓળખાણ આપતા કહ્યું , “ આ જ યુવક તને ડૂબતી બચાવીને...” જાણે એણે કોઇ ગુનો કર્યો હોય એમ માન્યતા એને જોઇ રહી. ઘણા વર્ષો જેલમાં હતી. એને માટે કોઇ યુવક સાથે ઓળખાણ નો આ પહેલો પ્રસંગ હતો. શું બોલવું એ એને સમજ નહી પડી એટલે માન્યતાએ માત્ર સ્મિતથી કામ ચલાવ્યું. થોડી ઔપચારિક વાતો કરી ઋષભ ગયો.

“બેટા, હવે તેં શું વિચાર્યું છે અહી થી રજા મળશે પછી ક્યાં જશે ?” બીજે દિવસે ડૉ.સચદેવે એને પુછ્યું.

“મેં હજુ કંઈ જ વિચાર્યુ નથી. મને તો દુનિયામાંથી જ જવાનો વિચાર આવે છે.”

“હા! તેં તારી જેલવાળી વાત ઋષભને તો નથી કરી ને ?”

“ના એવો મોકો હજુ નથી મળ્યો. આજે આવશે તો કરી દઈશ.”

“ના.. ના દીકરા જોજે એવી ભૂલ કરતી. ભૂતકાળ ભુલીને નવેસર થી જીવન જીવવાનો પ્રયત્ન કર દીકરી. ”

“ તો પછી ડૉ. તમે જ અહી તમારી હોસ્પિટલમાં કામ આપી દો.” એણે મજાકના સ્વરે કહ્યું.

થોડું વિચારી ડૉ.એ પુછ્યું , “ તને આ ઋષભ કેવો લાગ્યો ? ”

“હું સમજી નહી.” એને તો એ દુશ્મન જેવો જ લાગતો હતો જેણે એને મરતાં અટકાવી.

“ઋષભ કુંવારો  છે. સારી નોકરી છે. સ્વભાવે પણ મને તો સારો લાગ્યો. એના પિતા સીવાય બીજું કોઇ નથી. જો તને પસંદ હોય તો હું વાત કરું..” આટલા દિવસમાં ડૉ.સચદેવ જ્યારે પ્ણ માન્યતા પાસે આવતા એને જીવનનું મૂલ્ય સમજાવતા અને નવેસરથી જીન્દગી શરુ કરવા કહેતા.

“પણ મારી કથની જાણ્યા પછી.... ” માન્યતાએ શંકા બતાવી.

 “જરુર શું છે એને એ કહેવાની ? હમણાં તું આરામ કર.. પછી વિચારીને મને કહેજે ” દેખાવે ઋષભ સાધારણ હતો પણ એની વાતો માં જાદુ હતો. એ માન્યતાની કાળજી પણ ખુબ લેતો. ધીરે ધીરે એને ઋષભ ગમવા લાગ્યો..

દીકરીની જેમ વિદાય કરતાં ડૉ. સચદેવે માન્યતાને પોતાના જેલવાસની વાત ઋષભને ન જણાવવાની સલાહ આપી. માન્યતા દુલ્હન બની ઋષભનાં ઘરે આવી. માન્યતા ખુબજ ખુશ હતી. એના બધા દુ:ખોનો જાણે અંત આવી ગયો. બંને શોપીંગ કરતા, ફરવા જતા. ઋષભની કાળજીથી માન્યતાનું રૂપ નીખરી આવ્યું. એનું શરીર પણ ભરાયું હતું. હવે એ ખુબજ સુંદર દેખાતી હતી.

એક રાતે ઋષભનાં પિતા માન્યતાના રૂમમાં આવ્યા. નશામાં ચકચૂર હતા. એમણે માન્યતા સાથે જબરદસ્તી... તે એના પિતાની મજબૂત પકડ સામે હારી ગઈ. બીજે દિવસે જ્યારે માન્યતાએ આ વાત ઋષભને કહી તો એણે એના પિતાનો પક્ષ લીધો.

“આવું તો હવે રોજ થશે.”

“એટલે ?”

“એટલે એમ કે અમારું આ જ કામ છે. જ્યારે ડૉ.સચદેવે મને તારી આત્મહત્યાના પ્રયાસની વાત કરી ત્યારે મનમાં હું ખૂબ ખુશ થયો અને જ્યારે એમણે મારી સામે તારી સાથે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો ત્યારે તો.... હવે જ્યારે તને તારી જીન્દગી માટે પ્રેમ જ નથી તો અમારું થોડું ભલું કર ને !” એણે માન્યતાને કહ્યું. માન્યતા તો અવાક જ થઈ ગઈ.

આ બધું સહન કરતાં થોડાં વર્ષ વીતી ગયાં. એનું શરીર ગળાતું હતું. એને તાવ પણ રહેતો હતો. હવે એના રૂપનાં ઘરાક મળતા નહોતાં અને એક દિવસ તિમિરે માન્યતાને પણ રસ્તા પર રઝળતી કરી દીધી ત્યારે એનું શરીર તાવથી તપતું હતું. ચાલતાં ચાલતાં એ ડૉ.સચદેવને ત્યાં ગઈ અને હોસ્પિટલનાં પગથિયા પર જ ઢળી પડી.. ભાનમાં આવતાં જ માન્યતાએ ડૉ. સચદેવને જોયાં.

“તું તો લગ્ન પછી આ બાપને ભુલી જ ગઈ. આટલા સમય તને મારી યાદ... ઋષભ સાથે લડવું પડશે. મારી દીકરીની આવી કેવી હાલત કરી નાખી. ” માન્યતાએ કંઈ જવાબ ના આપ્યો. બસ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કેવી રીતે કહે કે પોતાની આ હાલત માટે ઋષભ જ જવાબદાર છે. એ માન્યતાને ઘરની બહાર નીકળાવા જ દેતો નહોતો.

“ મેં ઋષભને ફોન કર્યો હતો એ કહેવા કે તું અહી છે પણ એણે ફોન ના ઉપાડ્યો. ઘરે મેસેજ મુક્યો હોવા છતાં એ તારી ખબર કાઢવા આવ્યો નહીં. શું થયું છે દીકરા ? કોઇ ઝગડો તો નથી થયો ને ? ” ડૉ.ના આટલા લાગણી ભરેલાં શબ્દો સાંભળી એ રડી પડી. ડૉ.સચદેવને કંઇ સમજ ન પડી એમણે એને રડવા દીધી. થોડી શાંત થતાં કારણ પુછ્યું અને માન્યતાએ માંડીને બધી વાત કરી. વાત સાંભળી ડૉ. ને આઘાત લાગ્યો.

“મારું નસીબ કે હું એને મળી બીજું શું . ” માન્યતાએ ગળગળા સ્વરે કહ્યું.

“ના બેટા આ તારું નસીબ નહી મારી ભૂલ છે.” ડૉ.સચદેવની આંખોમાં પાણી આવી ગયાં.

“બેટા , તું પોલીસમાં કેમ જણાવતી નથી ? ” થોડીવાર રહી ડૉ.એ કહ્યું.

“હું તો બરબાદ થઈ ચૂકી છું હવે પોલીસને જણાવીને શું કરું ? ”

“ જો દીકરા, તારી જેમ બીજી દીકરીઓની...”

ઘણું સમજાવ્યા પછી એ માની. પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી અને ઋષભનાં ઘરનું સરનામું આપ્યું. એને અને એના પાર્ટનરને પોલીસે પોતાના કબ્જામાં લીધા.

હવે ડૉ.એ માન્યતાની સારવાર પર ધ્યાન આપ્યું. બધા ટેસ્ટ કરાવ્યા. ને રીપોર્ટ આવ્યાં ત્યારે તો એ બસ રડી જ પડ્યાં. એને માટે પોતાને દોષી માનવા લાગ્યા. માન્યતાને એઇડ્સ થયાનો રીપોર્ટ હતો. એમણે માન્યતાને એના રોગથી માહિતગાર કરી. જોકે માન્યતાને તો આનો થોડો અણસાર તો આવી જ ગયો હતો. હવે તો માન્યતાને બસ મોતની જ પ્રતિક્ષા હતી.

એક દિવસ સંધ્યા ટાણે દરિયા કિનારાનાં એક ખડક પર બેસી એ પોતાની લાઈફને રીવાઈંડ કરી જોતી હતી. પોતાની જીન્દગીનાં એક પછી એક પાનાં એની નજર સામે આવતાં હતાં. હમણાં સૂર્ય આથમી જશે એમ જ એક દિવસ પોતાની જીંદગીનો સૂર્ય પણ આથમી જશે.

“માન્યતા, તમે મારી સાથે લગ્ન કરશો ?” એક અજાણ્યા અવાજે એ ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી. એણે અવાજની દિશામાં જોયું. એક યુવાન એની તરફ જોતો હતો.

પોતે એ યુવાનથી પરિચિત નહોતી. “સોરી , તમે મને કંઈ કહ્યું ? ”

“હા. હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.” એ યુવાને કહ્યું.

“ પણ... પણ હું તમને ઓળખતી નથી. તમે મારા વિશે જાણતા નથી ને તમે મારી સામે લગ્ન નો પ્રસ્તાવ મુકો છો ? ” માન્યતાને નવાઈ લાગી.

“હા. ડૉ.સચદેવે મને તમારી બાબતમાં બધું જ જણાવ્યું છે. ”

એ યુવાન માન્યતાની બાજુમાં જ ખડક પર થોડું અંતર રાખી બેસી ગયો.

“અને મારા વિશે હું તમને જણાવું. મારું નામ પારસ. પારસ દવે. તમારી જેમ હું પણ પરિણિત હતો. બીઝનેસનાં કામમાં હંમેશા વ્યસ્ત હું મારી પત્નીને સમય નહોતો આપી શકતો. સમયને બદલે હું એને જોઈએ એટલા રૂપિયા આપી દેતો. એના પરિણામે એ છકી ગઈ. એ અનેક પુરુષો સાથે ફરવા લાગી. ધીરે ધીરે એ પુરુષો સાથે દૈહિક સંબધો પણ બાંધી બેઠી જેની મને કલ્પના પણ નહોતી. અનેક પુરુષો સાથે સંબધ બાંધવાથી એ એઈડ્સની શિકાર બની અને મને પણ એ રોગનો રોગી બનાવતી ગઈ. થોડાં સમય પહેલાંજ આ રોગથી પીડાઈને એ મૃત્યુ પામી અને હું મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. ડૉ.સચદેવ અને એમનાં કેટલાક મિત્રો મળીને એક સંસ્થા ચલાવે છે જેમાં આ રોગથી પીડીત સમાજથી તિરસ્કૃત લોકોને જીવન જીવવાના બીજા મોકા રૂપે એમના લગ્ન કરાવે છે. એમણે આજે મને બોલાવીને તમારા વિશે જણાવ્યું અને પૂછ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું કે નહીં ? આમતો તમને લગ્નની કોઇ જરુરિયાત નહીં લાગશે પણ આ રોગ સાથે જીવવા કોઇની હુંફ જોઈએ અને એ માટે કોઇ પોતાનું જોઇએ. એક પુરુષ અને એક સ્ત્રીને લગ્નનાં બંધન વિના સાથે રહેવાનું સમાજમાં ઘણું અઘરું છે એ તો તમે જાણતાંજ હશો. તો હવે તમે કહો છો લગ્ન માટે તૈયાર ?” માન્યતા કંઈ બોલી ના શકી. એ તો એ યુવાનને બસ જોતી જ રહી. પોતાના વિશે બધું જાણ્યા પછી અને પોતે પણ મોતના બારણે ઉભો હોવા છતાં આ યુવાન પોતાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે અને નવજીવનની વાત કરે છે.

માન્યતાએ જ્યારે કોઇ જવાબ ના આપ્યો ત્યારે પારસે એની નજીક જઈ પોતાના બંને હાથમાં એનો  હાથ લઈ કહ્યું.  

“ચાલો આપણે આપણા જીવનની આ ડૂબતી સાંજને ઉગમણી સાંજ બનાવીએ.” અને થોડું વિચારી માન્યતાએ પોતાનો બીજો હાથ પારસના હાથ પર મુકતા આંખમાં આંસુ સાથે હકારમાં ડોકું હલાવ્યું.

*** http://www.pratilipi.com/nimisha-dalal *** 

Author: નિમિષા ????? Read More...

આભાસ

 

રાતભર વરસીને વરસાદે થોડો વિસામો લીધો. રચનાને આવું વાતાવરણ ખૂબ ગમતું પણ અત્યારે એ માણવાનો સમય જ ક્યાં છે પ્રશાંતની ઓફિસ ઘરથી ઘણી દૂર હતી એટલે તે સવારે વહેલો નીકળી જતો. રચના સીધી રસોડામાં ઘૂસી ગઈ. એકતરફ ચાનું પાણી ચડાવી રીંકુને અને કરણને ઉઠાડ્યા. પ્રશાંતને માટે ટિફિન બનાવી તેને ઓફિસે મોકલ્યો. રીંકુને સ્કૂલે અને કરણને કોલેજ મોકલી રચના પોતાને માટે કોફી લઈ ગેલેરીમાં આવી. સવારનો આઠ વાગ્યા સુધીના સમયે તો જાણે કામની ગોળીઓનો વરસાદ વરસતો.. દરેકની ચીજ વસ્તુઓ સામે પડી હોય તોય ન દેખાય. સવારે દોડાદોડી ન થાય માટે તે બધું રાત્રેજ તૈયાર કરી દેતી પણ બધાને હાથમાં ને હાથમાં વસ્તુઓ આપવાની પોતે પાડેલી ટેવ તેને હેરાન કરી રહી હતી. પણ બધાજ જાય પછી તેને ત્રણ કલાક મળતા પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે.. આજે તે આઇપોડ લઈ તેના પ્રિય ગુજરાતી ગીતો સાંભળવા બેઠી. ફ્લેટની ગેલેરીમાંથી સામે વિશાળ સમુદ્ર દેખાતો. તેને આ રીતે ગીતો સાંભળતા સમુદ્ર જોવો ગમતો.

જવાબ દેને ક્યાં છે તું ? ઓ મારા દિલની આરઝુ... ગીત વાગી રહ્યું હતું ને ત્યાંજ એક કબૂતર ગેલેરીની પાળી પર આવીને બેઠું. તેને પંખીઓ પણ ગમતા પણ આમ આટલા વરસમાં કદી કોઇ પક્ષી પાળી પર આવી બેસતાં તેણે જોયું નહોતું. એક નજર તેની પર કરી રચનાએ ફરી સમુદ્ર પર નજર સ્થિર કરી ને .. ને તેને એનો ચહેરો દેખાયો. ક્યાંથી ? પોતે સુખી લગ્નજીવનના સત્તાવીસ વર્ષ પાર કરી ચૂકી હતી અને આમ અચાનક આટલા વરસે તેની યાદ ? તેણે આંખો ચોળી. ચહેરો ગાયબ.

મન તારો સાથ અનુભવે તને આંખો દેખવા ચહે,

 એકવાર આવો રુબરુ ઓ મારા દિલની આરઝુ... જવાબ દેને ક્યાં છે તું..”

પેલું કબૂતર જવાબ દેને .. કડી વખતે ઘું..ઘું..’ કરતું ગોળ ગોળ ફરતું. જાણે કહી રહ્યું હોય હું અહી છું. રચનાએ વિચાર્યું કે તે તેનો ભ્રમ માત્ર છે. એણે ફરી દરિયા પર નજર સ્થિર કરી તો.. તો એને હાથ લંબાવી બોલાવતો દેખાયો અને પલક ઝપકતાં જ ગાયબ.

તું ચાહે તે તને દઉં અસત ય ન જરી કહું

હું તારો એ ગુલામ છું તું મારા દિલની આરઝુ....  જવાબ દેને ક્યાં છે તું..

રચનાએ ધ્યાન આપ્યું તો ખરેખર તે પંક્તિ વખતે કબૂતર ગોળ ફરતું જ હતું. આ કબૂતર પણ સંગીતપ્રેમી લાગે છે. છતાં પોતાનો ભ્રમ છે કે શું એ જાણવા રચનાએ બે ત્રણ વાર ગીત રીપીટ કર્યું પણ પેલું કબૂતર બીજી પંક્તિઓ વખતે સ્થિર થઈ પોતાને જોતું અને જવાબ દે.. વખતે ગોળ ફરતું.  તેણે કબૂતરની આંખો સાથે આંખો મેળવી તો તેના દિલમાં પરિચિતતાના વમળ ઊઠ્યા. રચનાને સમજ ન પડી કે આ શું છે ? કેમ તેને એમ લાગી રહ્યું છે કે તેની આસપાસ છે.. આ રમતમાં કોફી પણ ઠંડી થઈ ગઈ. એકી ઘુંટડે કોફી પીને તે આઇપોડ લઈ રસોડામાં ગઈ. કપ મૂક્યો ને શાક સમારવાનું લઇ ડાઇનીંગ ટેબલ પર બેઠી પેલું કબૂતર તેની સામે ડાઇનીંગ ટેબલ પર બેઠું. રચનાએ તેને ઉડાડ્યું તો પાછું આવ્યું. એ ઉઠીને નહાવા ગઈ તો બાથરૂમના કાચની બહાર એનો પડછાયો. ઘરમાં એ જ્યાં જ્યાં જતી પેલું પાછળ પાછળ આવતું. બરાબર સમર્થની જેમ જ તો.

સમર્થ તેની કઝીન તૃષાનો ક્લાસમેટ. રચનાની કોલેજનો એ પહેલો દિવસ હતો. તેની કઝીન તૃષા તેના કરતાં એક વર્ષ મોટી હતી. પહેલા દિવસે રચના તૃષાના ગૃપમાં જ ઊભી હતી. સમર્થ પણ ત્યાં જ હતો. રચનાને પહેલી નજરે તે ગમી ગયો. સરસ કદ કાઠી, ગૌર વર્ણ, લહેરાતા વાળ ને એકદમ ભૂખરી આંખો. કોઇ ફિલ્મી હીરો જેવો જ દેખાતો હતો. અવાજ પણ એકદમ પહાડી હતો. પણ તે થોડો અભિમાની લાગ્યો. જુનિયર સાથે વાત કરવામાં એને રસ હોય એમ લાગ્યું નહીં. ત્યાર પછી તો રચનાએ પોતાના ક્લાસમાં પોતાનું ગૃપ બનાવી દીધું એટલે હવે તે તૃષાના ગૃપમાં જતી નહોતી. તૃષાની હાજરીમાં શરીફ બનતા સમર્થે જ્યાં રચના જાય ત્યાં જવાનું ચાલુ કર્યું. એ લાયબ્રેરી હોય કે કેંટીન.. રચનાને એ પીછો કરે તે ગમતું પણ તેણે જણાવા ન દીધું જાણે કોલેજના પહેલા દિવસનો બદલો લીધો. સમર્થ તેને મળવા માગતો તેની સાથે વાત કરવા માગતો પણ રચના તેનાથી દૂર રહેતી એનું બીજું પણ એક કારણ હતું. રચના તેના પિતાને ખૂબ પ્રેમ કરતી. એની બહેને જ્યારે લવમેરેજ કર્યા ત્યારે તેના પિતાને આત્મહત્યા કરતા રોકવા તેણે વચન આપ્યું હતું કે પોતે તેમની પસન્દગીથી જ લગ્ન કરશે. એટલે તે સમર્થ ગમતો હોવા છતાં એની સાથે પરિચય વધારવા માગતી નહોતી. એક તૃષાને તે દિલની વાત કરતી. તૃષા એને કહેતી કે પોતે અંકલને સમજાવશે પણ...

હલ્લો રચના, કેમ બહાર બેઠી છે ? તને રમવાનું નથી ગમતું ?” નવરાત્રિમાં જોડી ન આવવાથી બહાર સ્કૂટર પર બેઠેલી રચના અવાજ સાંભળી ચમકી. એ સમર્થ હતો. એના ધબકારા એકદમ વધી ગયા. શું જવાબ આપવો એ સમજી ના શકીને બાઘાની જેમ તેની સામે જોઇ રહી. સમર્થે એના ચહેરા આગળ હાથ હલાવ્યો..

હલો... હ...લો.....

હં.. હા, મારી જોડી નથી અને જોડી વિના તો કેમ રમવા જવાય ?” બોલી રચનાએ મોં ફેરવી લીધું.     

એને સમર્થ સાથે મન મુકીને રમવાની ઇચ્છા થઈ ને સમર્થે કહ્યું મારી પણ જોડી નથી તને વાંધો ન હોય તો આપણે જોડી બનાવી રમી શકીએ. રચનાને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. તે દિવસે રચના મન મુકીને રમી. બીજા દિવસે પણ.. બે દિવસથી પપ્પા બહારગામ ગયેલા એટલે સમર્થને નજીક જોઇ પોતાનું પિતાને આપેલું વચન ભૂલાઇ ગયું ને ત્રીજે દિવસે પપ્પા આવ્યાને રચનાને પોતાની ભૂલ સમજાઈ. કોલેજમાં સમર્થે હિમ્મત કરીને રચનાને બોલાવી.

હલ્લો રૂચિ.

રૂચિ ?”

સોરી, રચના.

જુઓ મિસ્ટર, બે દિવસ મારી જોડી નહોતી આવી ને મારે રમવું હતું એટલે.. પણ એ બહાને તમે પરિચય વધારવાની કોશિશ ન કરતા. આપણી મુલાકાત બસ નવરાત્રિ પૂરતી જ સીમિત રાખશો તો સારું.”

પણ..”

મને તમારી સાથે પરિચિતતા વધારવાની કોઇ ઇચ્છા નથી. આટલું બોલી રચના ત્યાંથી ચાલી ગઈ.  ત્યાર પછી ઘણી વાર સમર્થે વાત કરવાની કોશિશ કરી પણ કદી રચનાએ સમર્થ સાથે વાત નહોતી કરી. એ ત્રાંસી નજરે કદીક તેને જોઇ લેતી ને કાયમ તેની ચોરી પકડાઈ જતી. સમર્થ એની સામે જોતો જ હોય. પછી તો એ પણ બંધ થઈ ગયું. સમર્થ ગ્રેજ્યુએટ થઈ ગયો ને નોકરીએ લાગી ગયો. સમર્થે તૃષા મારફત પણ એકાદવાર વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ..

 પ્રશાંત જ્યારે રચનાને જોવા આવ્યો હતો ત્યારે તૃષાએ રચનાને સમજાવી હતી પણ રચનાને એ પિતાનો વિશ્વાસભંગ કરેલું લાગતું એટલે તૃષાને તેમ કરવા ન દીધું ને પ્રશાંત સાથે લગ્ન કરી લીધાં. આજે એ સુખી લગ્નજીવન ગાળી રહી હતી. બે સુંદર બાળકોની માતા હતી. પ્રશાંત તેને ખૂબ પ્રેમ કરતો. કોઇ વાતનું દુઃખ નહોતું. ત્યાં આજે આટલા વર્ષે કેમ સમર્થની યાદ આવી ને એ દેખાયો તે રચનાની સમજમાં ન આવ્યું. એનું ધ્યાન રહી રહીને પેલા કબૂતરમાં જતું. રસોઇ બનાવવાનો કોઇ મૂડ નહોતો. એ બેડરૂમમાં જઈને આડી પડી પેલું કબૂતરું પાછળ આવીને ડ્રેસિંગ ટેબલના કાચ પર બેઠું. સમર્થ પોતાનો પીછો કરતો ને ગમતું એમ હવે આ કબૂતરનું પાછળ પાછળ ફરવું તેને ગમવા લાગ્યું.

ડીંગ..ડોંગ.. ડોરબેલ વાગ્યો ને રચના ઝબકીને જાગી. ઘડિયાળમાં જોયું રીંકુના સ્કૂલેથી પાછા આવવાનો સમય પણ થઈ ગયો ને હજુ રસોઇ નથી બની. દરવાજો ખોલ્યો ને રીંકુજ હતી.

મમ્મી આજે શું બનાવ્યું છે ?” બોલતી રીંકુ સીધી રસોડામાં ગઈ.

ત્યાં કંઈ જ તૈયાર ન જોઇને મમ્મી હજુ કશું બનાવ્યું નથી ? તને ખબર છેને મારે ટ્યુશન જવાનું છે.” બોલતી પગ પછાડતી બહાર આવી.

બેટા એવું છે ને કે.. રચના બોલવા ગઈ પણ..

….હો.. રીંકુ રીસાઈ.

ઓકે રીંકુ, રોટલીને જામ ખાઇશ ?” રચના જાણતી હતી કે રીંકુને જામ અને રોટલી બહુ ભાવે છે.

હા..” રીંકુ ખુશ થતાં બોલી ને પછી શંકાથી રચના સામે જોયું મમ્મી ?”

હા બેટા, ચલ ગરમ રોટલી બનાવી દઉં. રચના રસોડામાં જવા લાગી. રીંકુએ ડાઈનીંગ ટેબલ પરનો રોટલીનો ડબ્બો ખોલ્યો ને કહ્યું,

મમ્મી, આ કાલની રોટલી પર જામ લગાડી આપશે તો પણ ચાલશે. રચનાએ સારુ કહ્યું ને ફ્રીઝમાંથી જામની બોટલ લેવા ગઈ. રીંકુને ખૂબ નવાઈ લાગી. કાયમ મમ્મી જમવાના સમયે જામ અને રોટલી ખાવાની ના પડતી અને આજે સામેથી ?

રચનાને ખાવાની ઇચ્છા નહોતી અને કરણ ને પ્રશાંત તો સાંજે આવશે.. કામવાળી કામ કરીને ગઈ પછી રીંકુને ટ્યુશનમાં મુકી આવીને ગેલેરીના સમુદ્રને જોવા લાગી. ત્યાં પાળી પર સામે જ પેલુ કબૂતર આવી બેઠું. રચના એની સામે જોઇ રહી. આમને આમ કેટલો સમય વીતી ગયો એ ખબર ન પડી ને બધાનો ઘરે આવવાનો સમય થઈ ગયો. પ્રશાંત આજે ચાર વાગ્યામાં આવી ચડ્યો.

રચના મારી બેગ તૈયાર કરીદે આજે રાતે મારે દસ દિવસ માટે ટુર પર જવાનું છે. રચના માટે આ કંઈ નવી વાત નહોતી. પ્રશાંતને ઘણી વાર ઓફિસના કામથી ટુર પર જવું પડતું શરૂઆતમાં તે રચનાને પણ સાથે લઇ જતો દિવસે કામ અને સાંજે બન્ને ફરતા. પણ બાળકો થયા પછી હવે રચના જ ના પાડતી. એ ટુર પર જવાનો હોય ત્યારે જમતો નહી ખાલી ફ્રુટ જ્યુસ કે મિલ્ક્શેક પી લેતો. કરણ અને રીંકુને બહારથી ખાવાનું મંગાવી લેવાનું કહ્યું ત્યારે કરણને નવાઇ લાગી મમ્મી બહારનું ખાવાની એકદમ વિરોધી હતી. જે ખાવું હોય તે એજ ઘરમાં બનાવતી ને આજે ?

મમ્મી ? તારી તબિયત તો સારી છે ને ?” રીંકુએ પૂછ્યું

કેમ ? મને શું થયું છે ?”

આ તો સવારે તેં મને જામ ને રોટલી આપી અને અત્યારે બહારનું...”

નથી ખાવું તમારે બહારનું ? તો લાવ ઘરમાં બનાવી દઉ શું ખાવું છે ?” જરા ઊંચા અવાજે બોલી રચના ઊભી થઈ. રીંકુ અને કરણ બંને ચમકી ગયા. આટલા વરસમાં કદી મમ્મીનો ઊંચો અવાજ સાંભળ્યો નહોતો. કાયમ પ્રેમથી જ સમજાવતી. ભલે પછી એનું ગમતું ના કર્યું હોય તો પણ.

એવું નથી મમ્મી પણ તારી તબિયતની ચિંતા થાય છે એટલે રીંકુએ પૂછ્યું.” કરણે એને પાછી બેસાડી.

કંઈ નહી જરા માથું દુખતું હતું.” રચના સોફા પર માથું પાછું ટેકવીને આંખ બંધ કરી પડી રહી.

અરે ! મમ્મી ! આ કબૂતર અહી ક્યાંથી આવ્યું ?” રીંકુ બેડરૂમમાંથી બામ લેવા ગઈ ને તેણે ડ્રેસિંગ ટેબલ પર કબૂતર જોયું. કરણ ઉડાડતો રહ્યો ને પેલું પાછું આવતું રહ્યું. આમ જેમ તેમ ચાર દિવસતો વીતી ગયા. ચોથે દિવસે રવિવાર હતો. કરણે રસોડાનો કારભાર ઉઠાવી લીધો.

રીંકુ મમ્મીની તબિયત ઠીક નથી ને આજે એને ભાવતી પાણી પુરી બનાવીએ. તું મને મદદ કર.”

પણ ભાઈ પુરી ? આપણને પુરી બનાવતા ક્યાં આવડે છે ?”

પુરી બહારથી લઈ આવીશું ઓકે ?” પણ પોતાને ખૂબ ભાવતી પાણીપુરી ખાવાનો પણ મૂડ નહોતો.

મમ્મી અમે કેટલા પ્રેમથી બનાવી છે ને તું..” રીંકુ રીસાઈ. રચનાએ એક પુરી ખાધી ખરેખર કરણે પાણી તો સરસ બનાવ્યું હતું પણ વધારે ખાવાની મરજી નહોતી થતી. એ તો બસ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહેતી. ચાર દિવસથી કબૂતરને બહાર કાઢવાના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા પણ આજે સવારથી એ દેખાતું નહોતું.

તારા વિના મૃત્યુ ગમે ને તારી સાથે જિન્દગી ને તારી સાથે જિન્દગી

હ્રદયનાં હિંચકે ઝુલાવું આવો તમે પ્રેમથી ઓ મારા દિલની આરઝુ....  જવાબ દેને ક્યાંછે તું....”

ગીતની પંક્તિઓ રચનાના કાનમાં ગૂંજી ઊઠી પણ પેલું કબૂતર......

એટલામાં તૃષાનો ફોન આવ્યો.

રચના તને ખબર છે ને હું બેંગલોર ગઈ હતી ?”

હા” રચનાએ ટૂંકો જવાબ આપ્યો.

ત્યાં છાપામાં સમર્થનો ફોટો જોયો. એ કોઇ કંપની નો મેનેજીંગ ડીરેક્ટર હતો. એ હોસ્પિટલમાં હતો. હું એની ખબર જોવા ગઇ હતી. ખરેખર મારાથી એની હાલત જોવાતી નહોતી. આપણી કોલેજનો એ હીરો, એકદમ કાળો પડી ગયેલો ચહેરો, પાતળી લાકડી જેવું શરીર, ઊડી ઉતરી ગયેલી આંખો ને એકદમ તરડાઈ ગયેલો અવાજ. મને જોતા એની આંખોમાં ચમક આવી. એની બાજુમાં એની પત્ની બેઠી હતી. એણે મને કહ્યું કે :થોડા સમય પહેલા એને કેંસર ડાયોગ્નાઈસ થયું. ત્યારથી એ રૂચિને યાદ કરે છે. એના વિશે મને ઘણી વાતો કરી છે. એક વાર તેને મળવા માગે છે. જાણવા માગે છે કે રૂચિને એને માટે પ્રેમ હતો કે નહી?” રચના હતપ્રભ થઈને આ સાંભળી રહી હતી એના ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો.

રચના.. રચના તું સાંભળે છે ને ?” તૃષાને તો રચનાની હાલતની જાણ ક્યાંથી હોય !

સાચું કહું રચના તો મારાથી એની દશા જોવાતી નહોતી. ત્રણ દિવસ નિયમિત હું એની ખબર જોવા ગઈ હતી. એની આંખોમાં આજીજી હતી. હું તારુ વચન પાળી ન શકી રચના. મેં એને કહી દીધું કે તું પણ એટલી જ ઉત્કટતાથી એને પ્રેમ કરતી હતી. આ સાંભળીને તરત જ સમર્થનાં મોં પર સ્મિત આવી ગયું એણે એની પત્ની સામે જોયું જાણે કહેતો હોય મેં કહ્યું હતું ને કે રૂચિ મને પ્રેમ કરતી હતી. એની પત્ની બહુ જ સારી છે રચના એણે સમર્થનો હાથ પકડીને એની ખુશીમાં સાથ આપ્યોને એ જ સ્મિત સાથે એનો નિર્જીવ હાથ એની પત્નીના હાથમાંથી છૂટી ગયો.” તૃષાને એક ડૂસકું આવી ગયું ને રચનાના હાથમાંથી ફોન પડી ગયો.

 

*** http://www.pratilipi.com/nimisha-dalal ***

Author: નિમિષા ????? Read More...

તાળીઓનાં ગડગડાટથી આખો હોલ ગુંજી રહ્યો હતો. આજે નંદિની પરીખનાં લેખનકાર્યને બિરદાવવા એનું સન્માન થઈ રહ્યું હતું. નંદિની ખુબજ સરળ ભાષામાં વાર્તાઓ લખતી. જેમાં રોજિન્દા ઉપયોગમાં લેવાતી ભાષાનો ઉપયોગ વધુ થતો. જેને કારણે દરેક વયજુથનાં વાચકો એની વાર્તાઓ પસંદ કરતાં. ખૂબજ ટુંકા ગાળામાં એ ખુબ લોકપ્રિય લેખિકા બની ગઈ હતી.

“પ્રિય મિત્રો., આજે આપણે અહી નંદિનીબેન નું સન્માન કરવા એકઠા થયા છીએ ત્યારે હું એમનો થોડો પરિચય આપી દઉ. ગુજરાતનાં એક નાનકડા ગામમાં એમનો જન્મ થયો.....” સ્ટેજ પર નંદિંની ની ઓળખવિધિ ચાલી રહી હતી.

“નંદિની.. એ બેટા નંદુ... ઝો તો તાર મોટે માસ્ટરજીએ હુ મોકલ્યુ સે ?”

“શું બાપુ ?” બોલતા નંદુ બહાર આવી..

“ઝો એ શહેર જ્યાતા ત્યોંથી તારા માટ આ સોપડીઓ લાયા સે. મન રસ્તામોં મલ્યા તો કહે સે કે તમાર નંદુડી ને વાંસવાનું બહુ ગમે સે તે હું શેર જ્યોતો તે આ સોપડીઓ લાયો સું. તમ એને આલી દેજો.” ચોપડીઓ જોઇને તો નંદુ ખુશ થઈ ગઈ.

“થેંક્યુ બાપુ..” બોલતી ચોપડીઓ લઈને એ અંદર જતી રહી. એના બાપુને સમજ નહી પડી નંદુ શું બોલીને ગઈ પણ અંગ્રેજીમાં કશુંક બોલી એટલી સમજ પડી.

“તે કહું સું આ સોરીને તમારે સોપડીઓ વંસાવીને હું કરવું સે. હવે કોઇ હારો સોરો ગોતી ન સોરીન પૈણાઈ દો. આ સોપડીઓ લઈન આખો દા’ડો પડી રહે સે ને ઘરનાં કોઈ કોમ કરતી નથ. તે હા..હરે જાહેને તે હાહુ કા..ઢી મેલહે. ” નંદિનીની બાએ એના બાપુને પાણીનું પવાલું આપતાં કહ્યું.

“તે મારી સોરી આટલી હુશિયાર સે તે એને ઓ’ય ગોમડાનાં સોરા હારે નથ પૈણાવવી. એને મોટે તો સહેરનો કોઈ સાયેબ લાઈસ. ને એટલો પૈહો અહે ને ક એને કોમ કરવાની ઝરુર જ નો પડે.”

“ઓ..હો..હો..! તે એવો સાયેબ તમને ચ્યોંથી મલહે ?”

“એ તારે હુ કોમ ? મેં માસ્ટરજીન કહી દીધું સે કે સહેરમાં મારી નંદુ ને લાયક કોઈ હોય તો કેઝો.” નંદિનીના બાપુએ ધોતિયાથી મોં લુછ્તાં કહ્યું.  અને સાચેજ એક દિવસ માસ્ટરજી નીરવની વાત લઈને આવ્યા.

“નીરવ અનાથ છે. જાતે જ મહેનત કરી ધંધો ઉભો કર્યો છે. બિલ્ડર છે. મોટા મોટા મકાનો બાંધે ને એ. ખૂબ પૈસો છે. ઘરમાં નોકરચાકર ગાડીઓ બધું જ છે. એને સુંદર દેખાવડી છોકરી જોઇએ છે તે મેં આપણી નંદુની વાત કરી છે. રાજ કરશે તમારી નંદુ.”

નીરવે નંદિનીને જોઇ. નંદિની દેખાવે ખૂબ જ સુંદર હતી. ગૌરવર્ણી પાતળી નમણી કાયા. લંબગોળ ચહેરો. મૃગનયની કહી શકાય એવી અણિયાળી આંખો ગુલાબી પાતળા હોઠ અને લાંબા વાળ એનાં સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દેતા. ગામડાના સાદા કપડામાં પણ એનું રૂપ ખીલી ઉઠતું હતું. નીરવને નંદિની પસંદ આવી અને નીરવ સાથે પરણીને નંદિની શહેરમાં આવી.

તાળીઓનાં અવાજથી ગામડાની નંદુ પાછી શહેરની નંદિની બની ગઈ.

“એમણે એમનાં ૪ વાર્તાસંગ્રહો માટે રાજ્ય સરકારનાં પુરસ્કાર મેળવ્યાં છે. તેમજ એમના વાર્તાસંગ્રહ ‘તરસ’ ને તો ગયા વર્ષનો બેસ્ટ સેલીંગ એવોર્ડ પણ મળ્યો છે………

હવે હું પ્રમુખશ્રી અને એક જાણીતા લેખિકા શ્રીમતિ કુસુમબેન દેસાઈને શ્રીમતિ નંદિનીબેન નું સન્માન કરવા આમંત્રિત કરીશ. કુસુમબેન..” અને પ્રમુખશ્રીએ શાલ ઓઢાડી નંદિનીબેન નું સન્માન કર્યું. આખો હોલ ફરીથી તાળીઓનાં અવાજથી ગૂંજી રહ્યો. તાળીઓનાં અવાજ વચ્ચે પ્રમુખશ્રી કુસુમબેને એ માઈક સંભાળ્યું ને હોલમાં શાંતિ થઈ ગઈ.

“મિત્રો આજે મને ખૂબ જ આનંદ થાય છે. એક નારીનાં સહિત્ય ક્ષેત્રના પ્રદાન માટે એને સન્માનિત કરાઈ રહી છે. મને હંમેશા ખુશી થાય છે જ્યારે કોઈ નારી, એક ગૃહિણિ કોઇ સાહિત્ય સર્જન કરે. એક નારી એ એક પત્ની, એક માતા.. હોય છે. એને ઘરને સાચવતાં સાહિત્યને માટે સમય કાઢવાનો હોય છે અને જે નારી આમ કરી શકે છે તે સન્માન ને પાત્ર તો છે જ. હું પણ એક નારી છું ને જાણું છું કે સંસાર અને સાહિત્યમાં સંતુલન રાખવું કેટલું અઘરું છે. નંદિનીબેન આ કરી શક્યા છે. સાહિત્ય પરિષદનાં સામાયિકમાં મેં એમની વાર્તાઓ વાંચી છે. એ સમાજનાં પ્રશ્નોને ખૂબ જ સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે આપણા વાચકો સમક્ષ મૂકે છે. એમની આ સિધ્ધિ માટે હું એમને ખુબ અભિનંદન આપું છું. આમ જ સાહિત્ય ક્ષેત્રે એ ખૂબ પ્રગતિ કરે એવા એમને મારા આશિર્વાદ છે.” ફરી તાળીઓના અવાજો વચ્ચે પ્રમુખશ્રીએ પોતાનું વ્યાખ્યાન પૂરું કર્યું. અને સંચાલકે નંદિનીબેન ને એમના ચાહકોને કંઈક કહેવા વિનંતિ કરી.

“માનનીય પ્રમુખશ્રી, લેખકમિત્રો અને મારા પ્રિય પ્રશંસકો,

આજે જ્યારે મને આ સન્માન મળી રહ્યું છે ત્યારે પ્રથમ તો હું મારા બાપુ અને અમારા ગામનાં માસ્ટરજી નો આભાર માનીશ. એમણે મને નાનપણથી જ પુસ્તકોની વચ્ચે જીવવાની તક આપી અને મારી બા, જેણે એની નામરજી છતાં મને વાંચવાની સગવડ કરી આપી. આ મંચ પરથી હું એમનો આભાર માનું છું. આજે સદેહે તો એ લોકો મારી સાથે નથી પણ જ્યાં હશે ત્યાં એમનો આત્મા જરુર ખુશ થતો હશે. બીજો આભાર મારા લેખકમિત્ર એવા મયુરભાઈ ભટ્ટનો. જેમણે મને લખવાની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું......

છેલ્લે, મુખ્ય આભારતો હું મારા વાચકોનો માનીશ. જેમણે મારી દરેક વાર્તાઓને રસ પ્રુર્વક વાંચી અને પસંદ કરી. મને આ સન્માન આપવા બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું ” તાળીઓનાં ગડગડાટ થી હોલ ગૂંજી રહ્યો. કાર્યક્રમ પતાવી નંદિની બહાર નીકળી. મયુર એની રાહ જોતા હતા.

“અભિનંદન નંદિની આજે તેં મારું એક સપનું પુરું કર્યું. મેં કહ્યું હતું ને કે તું આ કરી શકશે.” મયુરે હાથ મિલાવતાં નંદિનીને કહ્યું.

“હા. અને એની પાછળ તમારી પણ તો એટલી જ મહેનત છે ને !” નંદિનીએ મયુરને કહ્યું.

“તો આજે સાંજની આપણી પાર્ટી પાક્કીને ?” મયુરે પાર્ટી માગી.

“હા, પાક્કી. તો મળીએ સાંજે.” કહી નંદિની પોતાની ગાડીમાં બેઠી.. “ચાલો , હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઉ.”

“ના...  ના.. હું મારી ગાડી લાવ્યો છું ને મારે એક કામ પણ છે. તું નીકળ. સાંજે તો મળીએ જ છીએ ને !”

“ઓકે ધેન સી યુ ઇન ઈવનીંગ. બાય.” નંદિનીએ કાર હંકારી મૂકી.  

નંદિનીનાં કાનમાં એ તાળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો જે વર્ષો પહેલાં મયુરને માટે હતો. મયુર સ્ટેજ પર વક્તવ્ય આપતાં હતાં. ત્યારે પણ આમ જ તાળીઓનો ગડગડાટ હતો પણ એ મયુર માટે હતો. પ્રેક્ષકગણની છેલ્લી હરોળમાં નંદિની બેઠી હતી. એનાં હાથમાં હતો એક કાર્ડ જેમાં વક્તાઓની યાદી અને એમનાં વક્તવ્યનાં વિષયો લખેલાં હતાં. સ્ટેજ પર વક્તા તરીકે મયુર હતાં અને એમનો વિષય હતો ‘ સાહિત્ય અને શિક્ષણ’. એ બોલી રહ્યાં હતાં ને નંદિની એમનાં વાણી પ્રવાહમાં તણાતી જતી હતી. નંદિની મયુરની વાક્છટાથી ખૂબજ પ્રભાવિત થઈ ગઈ. આમ તો એક લેખક તરીકે એ એમને ઓળખતી જ હતી. એમની વાર્તાઓ,એમની કવિતાઓ,એમનાં નિબંધો, એ અનેક વિષયો પર લખતાં ને મોટે ભાગે એમનું દરેક લેખન નંદિની વાંચતી પણ એમને રૂબરૂ સાંભળવાનો મોકો એને પહેલી વાર જ મળ્યો હતો. કાર્યક્રમ પૂરો થતાં એ મયુરને મળવાની તક શોધતી બહાર એક કારને ટેકે ઉભી હતી. એના આશ્ચર્ય વચ્ચે મયુર એની તરફ જ આવતાં હતાં. નંદિનીના ધબકારા એકદમ વધી ગયાં.

“એક્ષક્યુઝ મી....” એને કાને અવાજ પડ્યો ને એ ચમકી. મયુર ક્યારે એની પાસે આવી ગયાં એની એને ખબરજ નહોતી પડી. એ મયુરની જ ગાડીનો ટેકો લઈ ઉભી હતી.

 “સોરી” બોલી એ ખસી ને મયુરને સ્માઈલ આપી. કારમાં બેસી ગયેલ મયુરને કહ્યું “ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું તમે. શિક્ષણનાં આવા મુદ્દા પર તો તમારા જેવા લેખક જ વિચારી શકે.”

“થેંક યુ. બાય ધ વે તમે....?”

“મારું નામ નંદિની છે. નંદિની નીરવ પરીખ. મેં તમારા બધા જ વાર્તાસંગ્રહો વાંચ્યા છે.”

“ઓ....હ ! થેંક્યુ. તો તમે શહેરનાં મોટા બિલ્ડર નીરવ પરીખનાં પત્ની છો ?” નંદિનીએ હકારમાં ડોકું હલાવી હા કહ્યું. “એક બિલ્ડરનાં પત્નીને સાહિત્યમાં પણ રસ છે. ગુડ.. ગુડ ” થોડીવાર મૌન રહ્યા પછી “ ચાલો તો હું રજા લઉ ? ફરી કોઇ સાહિત્યનાં કાર્યક્રમમાં ભેગા થઈશું.” કહી મયુરે કાર હંકારી મુકી.

મયુરની કાર નજરથી ઓઝલ ના થઈ ત્યાં સુધી નંદિની એને જોતી રહી.

                             *     *     *     *      *

“આજે તો બહુ જ થાકી ગઈ. હવેથી આવી પાર્ટીઓમાં મને ના લઈ જશો.” મોડી રાત્રે પાર્ટીમાંથી આવી બેડમાં પડતાં નંદિનીએ કહ્યું.

“અરે ! આવી પાર્ટીઓમાં મારો વટ પડે, મારી પાર્ટનર સુંદર હોય એ માટે તો તારી સાથે લગ્ન કર્યા છે અને તું મને મારી સાથે પાર્ટીઓમાં આવવાની જ ના પાડે છે ?” નીરવે એને આલિંગનમાં લેતાં કહ્યું.

“આજે નહીં નીરવ. બહુ થાકી ગઈ છું.” પણ નીરવ સાંભળે તો ને. એને માટે નંદિનીની મરજીનું કોઇ મહત્વ નહોતું.  નંદિનીએ એને વશ થવું જ પડતું. નંદિનીનાં કાનમાં નીરવનાં શબ્દો ગુંજતા રહ્યાં “પાર્ટીઓમાં વટ પડે એટલે.......” શું નીરવે પોતાની માત્ર સુંદરતા જ જોઇને એની સાથે લગ્ન કર્યા હતાં ? એને પોતાની નીરવ સાથે વીતેલી રાતો યાદ આવી. નીરવનો પોતાના દેહ પ્રત્યેનો જ લગાવ સમજાયો.

“નીરવ મને એક બાળક જોઇએ છે.” એક સવારે  નંદિનીએ ગ્લાસમાં ફ્રુટ જ્યુસ રેડતાં કહ્યું.

“અરે નંદુ ડાર્લિંગ, આ તો આપણા મજા કરવાનાં દિવસો છે અત્યારે ક્યાં બાળક ને તું વચ્ચે લાવે છે. આપણે અત્યારે બાળક નથી જોઇતું. ” જ્યુસ પીતાં પીતાં નીરવે કહ્યું.

“પણ નીરવ તમે સવારનાં જાઓ છો ને છેક રાતે આવો છો. મને ઘરમાં એકલાં નથી ગમતું. એક બાળક હોય તો મને પણ ઘરમાં ગમે.”

“તે તને કોણ કહે છે કે ઘરમાં પડી રહે. કોઇ કલબમાં જા.. શોપીંગ કર ...” નીરવ થોડા ઉગ્ર સ્વરે બોલ્યો.

“ પણ…….”

“ બસ . હવે કોઇ ચર્ચા નહીં. મેં કહ્યું ને કે બાળક નહી જોઈએ એટલે નહી જોઇએ. આટલા વર્ષ થયાં લગ્નને પણ હજુ તને સમજ નથી પડતી કે મને શું જોઇએ છે ? તારી આ કાયાને જ તો હું પરણ્યો છું. બાકી ગામડાંની છોકરી સાથે શું કામ પરણું ? બાળક લાવીને તારે તારી આ કાયા બગાડવી છે ?” મોં લૂછી નેપકીન ટેબલ પર પછાડી નીરવ ઉભો થઈ ગયો. નંદિની ભીની આંખે એને જતો જોઇ રહી.

પોતાની એકલતા દૂર કરવા નંદિની પુસ્તકો વાંચતી. એક વાર ‘નારી જગત’ નામના સામયિકમાં એક અધુરી વાર્તા આપી હતી જેનો અંત લખવા વાચકોને કહેવામાં આવ્યું હતું. નંદિનીએ આમ જ એક વાર્તાનો અંત લખીને મોકલી આપ્યો. એ પસંદ થયો ને સામયિક માં છપાયો પણ ખરો. ત્યારે નંદિનીએ પોતાની ખુશી નીરવ સામે વ્યક્ત કરી તો એણે કહ્યું ,

“નંદિની, આ વાર્તા લખવામાં તને કેટલા રુપિયા મળે.”

“૨૦૦—૨૫૦ કેમ આમ પુછો છો ?” નંદિનીને નવાઈ લાગી.

“તને માત્ર ૨૦૦-૫૦૦ રુપિયામાં જ રસ છે ૨૦૦-૫૦૦ કરોડમાં નહીં ?” મયુરે સવાલ કર્યો.

“ એટલે ? હું સમજી નહીં.”

“પેલી પાર્ટીમાં એક મીનીસ્ટર આવ્યાં હતાં. એને તું ગમી ગઈ. જો તું એમને ખુશ કરે તો એક ૫૦૦ કરોડનો સરકારી પ્રોજેક્ટ મને મળે એમ છે.” નીરવે ખંધાઈથી સ્મિત કરતાં નંદિનીનાં શરીરને રમાડતાં કહ્યું.

“નીર…..વ....” નંદિનીએ ગુસ્સામાં નીરવને ધક્કો મારતાં લગભગ ચીસ જ પાડી... “તમે મને સમજો છો શું ? હું તમારી પત્ની છું.”

“તો હવે આવી સાહિત્યની સસ્તી વાતો મારી સાથે નહીં કરતી..” નીરવનો લાડ ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયો.. અને એ બેડરૂમનો દરવાજો પછાડી રૂમની બહાર નીકળી ગયો.

નંદિની અવાક બનીને એને જતો જોઇ રહી.

સામયિકમાં પોતાની વાર્તા છપાયાની એની ખુશી આંસુ બની ગઈ પણ નીરવ એની સામે પણ જોયા વિના ઘરની બહાર જતો રહ્યો. નીરવને મન પુસ્તકો એ પસ્તી હતી. એને સાહિત્યમાં કોઇ જ રસ નહોતો.

એક દિવસ કંટાળો દૂર કરવા નંદિની કોમ્પ્યુટર પર ફેસબુક  ખોલીને બેઠી હતી. ત્યાં જ એની નજર સામે મયુરની પ્રોફાઈલ આવી. એણે ફ્રેંડ્સ રીક્વેસ્ટ મોકલી. ને એના આશ્ચર્ય વચ્ચે એમણે તરત જ એમણે એ સ્વીકારી લીધી. એ ઓનલાઈન જ હતાં. નંદિનીએ એમનો આભાર માન્યો ને મયુરે પણ કહ્યું કે એને નવા મિત્રો બનાવવા ગમે છે. એ દિવસે વાત ત્યાં જ પુરી થઈ ગઈ. બીજે દિવસે જ્યારે નંદિની કોમ્પ્યુટર પર વાર્તા લખવા બેઠી ત્યારે આમ જ એને મયુર ઓનલાઈન છે કે નહી એ જોવાનું મન થયું. અને મયુર ઓનલાઈન હતાં.

“કેમ છો ?” નંદિની એ મેસેજ મુક્યો.

“મઝામાં. તમે ?” મયુર

“હું પણ. ઓળખાણ પડી ? ” નંદિની

“ના.. સોરી....”

“ હું નંદિની.. નંદિની પરીખ. ”

“ઓહ... હા. બિલ્ડર નીરવ પરીખનાં પત્ની. બોલો બોલો કેમ છો ? શું ચાલે છે ? કંઈ નવું વાંચન ? ”

“મને નંદિની તરીકે ઓળખશો તો વધુ ગમશે.” કહી નંદિનીએ નવા વાંચેલા પુસ્તકો વિશે વાત કરવી શરુ કરી.  

“ તમારા વિશે કંઈક વધારે જણાવો.” મયુરને નંદિનીની વાતોમાં રસ પડ્યો.

“હું તો એક ગૃહીણી છું. વાંચનનો શોખ ધરાવું છું ને હમણાં હમણાં લેખનનું ભૂત વળગ્યું છે. હું પણ કંઈક લખવા માગું છું. હા... હા...”

“સરસ. તમે આગળ કશું લખ્યું છે ?” મયુરે પુછ્યું.

“ હા. મેં  ‘ નારી જગત ’ નામના સામયિકમાં ‘અધુરી વાર્તાનો અંત’ વિભાગમાં વાર્તાનો અંત લખીને મોકલ્યો હતો અને એમણે એ પસંદ કરીને છાપ્યો પણ હતો.” નંદિનીએ કહ્યું.

“ઓ..હો ! તો એ નંદિની તમે જ છો ? એ સામયિકમાં વાર્તાઓનાં અંત પસંદ કરવાનું કામ એમણે મને જ સોંપેલું હતું. તમારો લખેલો અંત વાંચ્યા પછી તમને મળવાની ઇચ્છા હતી પણ એમાં તમારા નામ સિવાય તમારી બીજી કોઇ માહિતી નહી હતી. સરસ, ચાલો આખરે મળી તો ગયા. મારે તમને મળીને કહેવું હતું કે આમ ટુકડામાં લખો એના કરતાં આખી વાર્તા લખો ને ..”

“ખરેખર ? થેંક્સ… પણ મને લેખનનો ખાસ અનુભવ નથી બસ લખવાની ખાલી ઇચ્છા માત્ર છે.” નંદિનીએ કહ્યું.

“કંઈ પણ મેળવવા માટે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા તો પહેલાં જ જોઇએ. માર્ગ તો પછી મળતાં જ રહે છે. તમે લખો અને જરુર પડે તો હું માર્ગદર્શન આપીશ.”

નંદિનીની ખુશી નો પાર નહોતો. એને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવુ થયું.

મયુરે ફોન નંબર આપ્યો ને કહ્યું ગમે ત્યારે ફોન કરીને નંદિની એમના ઘરે આવી શકે છે.

એક દિવસ નંદિનીએ મયુરને ફોન કરી તેને મળવાનો સમય લીધો પોતાની વાર્તાઓ લઈ મયુરને ત્યાં પહોંચી ગઈ. મયુરે કેટલાંક સૂચનો કર્યા એ પ્રમાણે નંદિનીએ પોતાની વાર્તામાં થોડાં સુધારા કર્યા. અને આમ મુલાકાતો વધતી ગઈ.

મયુર નંદિનીથી ઘણાં મોટા હતાં. પણ દેખાવે લાગતાં નહોતાં. એમનાં વ્યક્તિત્વમાં , એમનાં શબ્દોમાં એક પ્રકારનું ખેંચાણ હતું. નંદિની હંમેશા એમાં ખોવાઈ જતી. વારંવાર મળવાને કારણે નંદિની મયુરનાં વિચારોમાં જ ખોવાયેલી રહેવા લાગી. ક્યારેક એ મયુરનાં શબ્દો વાગોળતી તો ક્યારેક એમનાં નામ લખેલા શબ્દો પર હાથ ફેરવતી.. ક્યારેક એમની તસવીર પર હાથ ફેરવતી તો કદીક એમની તસવીરને ચુમતી તો ક્યારેક વળી એ તસવીરને છાતીએ વળગાડીને સૂઈ જતી. નંદિની મયુર માટેનું પોતાનું આવું વર્તન સમજી નહોતી શકતી. હમણાં હમણાં તો પોતાનો જ હાથ પોતાના દેહ પર ફેરવતી ત્યારે કલ્પના કરતી કે એ મયુરનો હાથ છે અને એના શરીરમાં એક અજબ ઝણઝણાટી અનુભવતી. હવે તો મયુરને પણ નંદિનીની આંખોમાં પોતા માટેનું એ ગાંડપણ વંચાઈ રહ્યું હતું. સમજદાર મયુરે નંદિનીથી થોડું અંતર વધારી દીધું તો નાના બાળકની જેમ નંદિની જાણીજોઇને ભુલો કરી મયુરનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાનું લક્ષ્ય લેખનની જગ્યાએ ક્યારે મયુર થઈ ગયું એ નંદિનીને ખબર જ નહી પડી. પણ મયુરની સમજમાં આવી ગયું હતું. મયુરના બતાવેલા સૂચનો થી નંદિની નું લેખન સુધર્યુ તો હતું. એટલે પોતાનો ધ્યેય ચૂકેલી નંદિનીને ફરી લેખનમાં કાર્યરત કરવા એક સાંધ્ય દૈનિકમાં નિયમિત વાર્તાઓ આપવાનું કામ મયુરે અપાવ્યું. હવે નંદિનીએ ફરજિયાત વાર્તા લખવી પડતી. એને આ કામ નહી કરવાનો વિચાર આવ્યો પણ મયુરની નારાજગી નો વિચાર કરી તેમ ન કર્યું. મયુર નિયમિત તેની વાર્તાઓ વાંચવાનો સમય કાઢતો અને ફોન પર નંદિનીની સૂચનો કરતો. નંદિનીનું મન લેખન માં પરોવાઈ તો ગયું પણ મયુરમાંથી હટ્યું નહીં. એ હંમેશા મયુરને ઝંખતી. રાતે તો એની હાલત ખૂબ ખરાબ થતી નીરવનો સ્પર્શ એ સહન નહોતી કરી શકતી. એક વાર એણે માંદગીનું બહાનું કરી મયુરને પોતાને ઘરે બોલાવ્યા. આજે તો પોતે મયુરમાં સમાઈને જ રહેશે. મયુરના આવતાં જ નંદિની એને વળગી પડી. મયુર ચમકી ગયા. એમણે પોતાની જાત સંભાળી ને નંદિની ને પોતાનાથી દૂર કરી.

“નંદિની, મારે તને એક સારી નામી લેખિકા તરીકે જોવી છે. હું તારી ભાવનાઓ નથી સમજતો એવું નથી. પણ હું આને તારી નાદાનિયત કહીશ. અત્યારે તું તારું લક્ષ્ય એક જ રાખ કે તારે સારું લેખન કરી નામના મેળવવી છે. હું તને બનતી મદદ કરીશ પણ હવે જ્યાં સુધી તું એક નામી લેખિકા બની નહી જાય ત્યાં સુધી આપણે મળીશું નહીં.”

નંદિનીએ વધુ ને વધુ સમય લખવામાં વીતાવવા માંડ્યો. શરુઆતમાં મયુરને મળવાની લાલચે અને પછી જેમ જેમ નામના મળતી ગઈ એમ નંદિની લેખનને સમર્પિત થઈ ગઈ. મયુર સાયકોલોજી જાણતા હતા. નંદિનીને એમણે લેખનમાં બીઝી કરી દીધી. એને પરિણામે આજે નંદિની એક સફળ લેખિકા તરીકે ઓળખાઇ રહી હતી.

સાંજે ડીનર પર બંને મળ્યાં ત્યારે નંદિનીએ ખુબ વાતો કરી. લોકો , પ્રકાશક , પ્રશંશકો... સાથેના પોતાના અનુભવો વિશે બસ એ બોલતી જ રહી બોલતી જ રહી... ને મયુર શાંતિથી એને સાંભળતા રહ્યાં...

રોજ કલાક બે કલાક સાહિત્ય ચર્ચા કરવી એ નંદિની અને મયુરનો નિત્યક્રમ બની ગયો.. કદીક ફોન પર તો કદીક રેસ્ટોરંટમાં. અને એક દિવસ સાંજે ...

“નંદુ. ચાલ આપણે સાથે ચાર-પાંચ દિવસનાં વેકેશન પર જઈએ.” નંદિનીએ મયુરની આંખોમાં જોયું. જે પ્રેમ એ વર્ષોથી ઝંખતી હતી એ જ પ્રેમ એણે મયુરની આંખોમાં જોયો. એ કંઈ બોલી નહીં ને બસ મયુરની સામે જોયા કર્યું. મયુરે ટેબલ પર મુકેલા નંદિનીનાં હાથને પ્રેમથી દબાવ્યો. નંદિની મયુરનાં વેકેશનનો અર્થ સમજતી હતી અને એક વખત હતો જ્યારે એની પણ તો એ જ ઇચ્છા હતી. પણ કોણ જાણે કેમ આજે આ સાંભળી એને ખુશી નહોતી થતી. નંદિનીએ મયુર પરથી નજર હટાવીને આમ તેમ જોયું ત્યાં એની નજર રેસ્ટોરંટનાં પ્રવેશદ્વાર પર પડી. નીરવ કેટલાક ક્લાયંટ્સ સાથે રેસ્ટોરંટમાં પ્રવેશ્યો...એણે નંદિનીને જોઇ અને જોયો નંદિનીનાં હાથ પર મયુરનો હાથ…………

 

*** http://www.pratilipi.com/nimisha-dalal *** 

Author: નિમિષા ????? Read More...

Most Viewed Stories

Most Viewed Author