Stories

Add Your Entry

મિત્રો આપણે સૌએ તરસ્યા કાગડા ની વાત તો સાંભળી જ છે , આજે  નવા જમાના ના  કાગડા ની વાત કરવી છે .......એ પણ એક પેઢીનાં નહિ બે બેનાં ; કેમ ?

 આપણા સમય માં  તો એક પેઢી માં બધા ય   ભાન્ડુરડાઓ આવી જતા પણ હવે મોબાઈલ ની સાથે સાથે દર પાંચવર્ષે માનવજાત  ની પેઢી પણ બદલાય છે -UPGRADE  થાય છે ....

 

તો મિલતે હૈ મિલેનિયમ કાગડાભાઈ ને એટલે કે 2k ના શ્રીમાન  કાગને

 

તો વાત એમ હતી કે ઉનાળા ની બળબળતી બપોર હતી , ગરમી એ માઝા મૂકી હતી.. , ગામ , પાદર, વગડો સુનાસુના હતા , નદી નાળા સુકાઈ ગયા હતા ત્યારે છોકરા ના હાથમાં થી ઝુંટવેલી અને શિયાળથી બચાવેલી પૂરી ખાધા પછી એક કાગડાભાઈને તરસ લાગી... ,

 

 તે તો ઉપડ્યા પાણી ની શોધ માં , દૂર દૂર ઉડી ઉડી થાક્યા , પેલા હંસ એન્ડ કાગડા વાળી ૫૧ ઉડાન પણ ભરી પણ પાણી ની ભાળ ના મળી ;

 

 થયા about turn , અને મળ્યા ફળ એટલે કે fruit નહિ પણ પાણી , શ્રીમાન કાગ ને S .T સ્ટેન્ડ નજીક એક નહિ બે  તૂટેલા  માટલા     દેખાયા  ,એમાં નું પાણી પણ દેખાયું , શ્રીમાન કાગ તો આવ્યા નીચે ડુબાડી ચાંચ , પણ પાણી ઘણું ઊંડું .

 

“ચાલો બીજે TRY કરીએ “,

 ત્યાં પણ ના ફાવ્યા ,

“શું કરીએ “?

હા પપ્પા એ કીધેલી વાત યાદ કરી ,

 એવી વાત થી તો શિયાળથી પુરી બચાવી હતી ને ,

હા તો જુના જમાના માં દાદા એ શું કરેલું ?

“YES... આજુબાજુ થી કાંકરા વીણી કુંજ માં નાખેલા ....”

કરી COPY -PASTE  ;

માટલા ની આજુબાજુ ના કાંકરા લીધા અને નાખ્યા માટલા માં;

  પણ આ શું ? આ તો કઈ કાંકરા થોડા હતા ?

આ તો ધૂળ ના ઢેફા હતા , પાણી ઉપર તો ના આવ્યું , ઓછું થયું અને ગંદુ થયું નફા નું .... હવે .

.. ફિકર નોટ  , બીજું માટલું તો હજુ હતું જ ;,

 

હવે શ્રીમાન કાગએ પોતા ની બુદ્ધિ દોડાવી , બુદ્ધિ સાથે સાથે નજર પણ દોડાવી ....

બસ સ્ટેન્ડ પાસે જ એક ગલ્લો હતો , તે બંધ હતો પણ ત્યાં આપણા શ્રીમાન કાગને  સોડા બોટલ ની ભૂંગળી ( આપણી STRAW દોસ્તો)  દેખાઈ ,

 

અને પછી શું આ તો ૨૧મી સદીના કાગડાભાઈ , લીધી STRAW એક છેડો માટલા માં અને બીજો ચાંચ માં ...એ ય ને મસ્તી થી  ગુંટક ગુંટક પાણી પીધું ને ગયા ઉડી ....

 

ક્યાં તો ?બીજી વાર્તા સાંભળવા ..

કેવી રીતે તો? કાનમાં WALKMAN ભરાવી ને ....

 

હાઆ આ  ભાઈ આ તો શ્રીમાન કાગ એ પણ ૨૧મી સદી ના ...

તો પછી  મોબાઈલયુગ ના મિસ્ટર કાગસ કેવા હશે ?

મળીશું NEXT TIME

 

 

 

મળીશું ને ?

 

Author: S patel Read More...

Maru nam mitesh chhe.hu gujrat ma rahu chhu.hal ma hu collage ma abhiyas karu chhu. Ghana varso ni vat chhe hu mara mama ne tiyar lagan ma gayo hato.tiya ni ek chhokri bahu gamti hati. Me aene propose kariyo ane 2 divs pachhi mane ha padi.aam amari love story chalti hati. 1 vars sudhi barabar chali.ame maliya, farva gaya. Pan thodok samay baad te bija chhokra jode love karava lagi.aam te mari shathe pan bijani sathe pan love chalavti hati. Aa vat eni bahene mane kari ane hu a eni na padi didhi. Aam aame ghano samay alag rahiya. Pan tiyar baad mara par phone tena ghana aavta hata pan me ene line n aapi. Aam chhele eni bahenna kehvathi hu teni sathe pachho volition. Tiyar baad pan amari love story pachhi chalu thai. Pan thodak samay baad hu ene Malva gayo pan ame malva gaya hata tiya ek chhokro aavine kaheva lagiyo k hu eni sathe bolu aam maru magaj satkiyu ane chhokri be lafo mariyo ane hu tiyathi tene gahre mukine aavto rahiyo. Ane hu a eni pachhi na padi. have tiyar baad te roj mane phone karti hati pan hu eni sathe vat karto na hato. Mari 12 board ni exam aapi tiyar baad eno phone aavto ane kehti k mitu have aavi bhul na karu. Tu mane maf kari pan tu mari sathe bol.mane tara vagar na chale.aam tene vat manine badhi bhulo maaf karine hu pachho boliyo. Ane eni sathe sharirik sabandh pan badhiya ane ghani var aavu kriyu. Parntu hal ma j ena phone khubaj. Busy. Batavta. Ene puchhto k kem taro phone busy batave. To mane kehti ke friend jode vat kru.hu aapan teni vat Mani.tiyar baad ek divs ena bija boyfriend no phone aaviyo ane ame malva nu gothviyu. Ane peli chhokri ne khabar na hati k ame 3 loko malvana chhe. Ae chhokri ne hu farva lai gayo ane pela chhokrane pan tiyaj bolaviyo. Ane hu a e chhokri khoob mari ane have kadi pan tari jode na bolu. Ane taro aa cheharo mane kadi pan na dekhadti aam kahi didhu.ane aa vat 20/10/2017 ni chhe. Aam ek bewffa chhokri e mari zindgi kharab kari nakhi. Temaj chhokra ne mate ekaj salah aapu chhu ke chhokrina lafda ma padta na. Hu mara experience na karne kahu chhu. Tamaru dhiyan potana career pan focus karjo Jay hind, jay gujrat

Author: Patel Mitesh Read More...

વિધિની વક્રતા

        બપોરનો સમય હતો, એટલે શાળાએથી વિધ્યાર્થીઓ છુટી રહ્યા હતા. એવામાં મયંક પણ શાળાએથી છુટી સીધો ઘરે પહોંચી, જમીને સીધો ટીવી જોવા બેસી ગયો. તેના પપ્પા હજી જમતા હતા. થોડીવાર ટીવી ચેનલ બદલાવ્યા કર્યા અને અંતે તેને મનગમતુ ચેનલ રાખી નિહાળવા લાગ્યો. મયંક દસમી ક્લાસ માં ભણતો હતો. તે પ્રથમ પરિક્ષામાં સામાન્ય માર્કસ સાથે પાસ થયો હતો અને તેના કારણે તેના પપ્પા થોડા ગુસ્સે પણ થયેલા . તે મયંક થોડા દિવસોમાં ભુલી ગયો હતો.

        મયંકના પપ્પા જમીને તેની સામે આવીને બેઠા અને કહેવા લાગ્યા;, મયંક ! તું આવું કરીશ તો બોર્ડની પરીક્ષામાં પાસ થઈ શકીશ નહી. પ્રથમ પરીક્ષામાં પણ સામાન્ય માર્કસ આવ્યા હતા. એટલે તું થોડી વધારે મહેનત  કર.

        આ સાંભળી મયંક બોલ્યો ,” અરે! પપ્પા! મારી સાથેના તો ઘણા બધાં નાપાસ થયા છે. તેનાથી તો હું સારો છુ. મયંકના મયંક સામે પપ્પા થોડી વાર જોઇ રહ્યા . જાણે કંઇક મનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરતાં હોય તેમ વિચારવા લાગ્યાં. થોડીવાર પછી બોલ્યાં, “મયંક” તું પાસ થયો તે સારું પરંતુ અને બીજા સાથે તુલના કરવી એ સારી બાબત નથી?

        તો પપ્પા?!

        જે સારા સ્થાન પર છે તેની સાથે તુલના કરવી જોઇએ. ઊંચા સ્થાન પર પહોંચવાની તુલના.

        પણ પપ્પા ! હું મહેનત તો કરું જ છું ને?

        હા, તું મહેનત કરે છે પણ કરવી જોઇએ તેટલી નહિ; હા પેલાં તારા સપનાંનું શું?

        ડોક્ટર બનવાનુંને?

        હા , તે

        હું પહેલી પરીક્ષામાં પાસ થઇ ગયો હવે બોર્ડની  પરીક્ષામાં પાસ થઈ જઇશ. એટલે બસ.!

        નહિ, મયંક ! ખાલી પાસ થવાથી કશું નથી થતું, તારે વધારે સારા ટકા લાવવા પડશે. તો ડોક્ટર બની શકીશ.

        હા તો હું મહેનત કરીશ.

        ત્યાર  પછી પંદરેક દિવસ વિત્યા પરંતુ મયંકની મહેનતમાં કશું ફરક ન પડ્યો . એટલે તેના પપ્પાને ચિંતા થવા લાગી એક દિવસ બપોરનાં જ સમય હતો.

        મયંક ! તારા મિત્રો સાઇકલ લઇને સ્કૂલે જાય છે અને તું ચાલીને.

        હા પપ્પા તમે સાઇકલ લઇ આપો તો થાય ને?

        લઇ આપું, પરંતુ જો તું બોર્ડની પરીક્ષામાં 90% ટકા લાવે તો.

        મયંકને સાઇકલનો ખૂબ શોખ હતો. તે એક ઝાટ્કે ઊભો થઇ ગયો. પપ્પાની ગોદમાં જઇ બેસી ગયો. અને કહેવા લાગ્યો, “પપ્પા તો હું બોર્ડની પરીક્ષામાં 90% જરૂર લાવીશ  તમે સાઇકલ તૈયાર રાખજો.

        ત્યારપછી મયંક મહેનતમાં લાગી ગયો. અને સમય વિતતો ગયો . બોર્ડની પરીક્ષા આવી. ખૂબ જ ઉત્સાહથી મયંકે પરીક્ષા પૂર્ણ કરી. જોતજોતામાં મયંકને જે દિવસની રાહ  હતી તે દિવસ આવી ગયો મયંક સ્કૂલે રિઝલ્ટ લેવા ગયો. તેના પપ્પા પણ ઉમળકાભેર મયંકના રિઝલ્ટની રાહ જોઇ રહ્યા હતા. બપોરનો સમય થવા આવ્યો પણ મયંક ઘરે આવ્યો નહિ. તેના પપ્પાને ચિંતા થવા લાગી. કે મયંક હજી કેમ ન આવ્યો. તેના પપ્પા ઘરની બહાર રસ્તા પર નજર દોડાવી મયંકને જોવા લાગ્યા. એવામાં ફોનની ઘંટડી વાગી ફોન રીસીવ કર્યો . સામેથી કોઇ અજાણી વ્યક્તિ બોલતી હતી, “મિસ્ટરઅગ્રવાલ!

        યશ !

        તમારા  પુત્રનું એક્સિડન્ટ  થયું છે. તે expire થઇ ગયો છે. જલ્દી આવો. આ સાંભળી મયંકના પપ્પા દોડીને ભાગ્યા અથડાતા – ભટકાતા દોડતા જાય છે. તેના મનમંદિરમાં એક જ શબ્દ ગૂંજતો હતો .... Expire….Expire……Expire ………

        સ્થળ પર પહોંચી જુએ છે તો મયંક લોહીલુહાણ પડ્યો છે. તે Expire  થઇ ગયો. તેના પપ્પાએ મયંકને બાથમાં લઇ લીધો. અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા.રડતાં રડતાં તેની નજર સામે ગઇ. જોયું તો તો મયંકનું રિઝ્લ્ટ પડ્યું હતું. લાંબો હાથ કરી રિઝલ્ટ લઇ જુએ છે; તો 99%................

 

લેખનકર્તા :‌ મેઘનાથી પરેશગર એસ. (શિક્ષક)

સરનામું : શ્રી ગાંગડી વાડી શાળા-૧,

મું: ગાંગડી, તા: કલ્યાણપુર, જિ: દેવભૂમિ દ્વારકા.

Author: Pareshgar Goswami Read More...

રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે.

ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને ઉઠાવી જાય.

હિંસક પ્રાણીઓનો ભય પટેલને સતાવે. રખેને કોઈ દીપડો આવીને પાડીને ઉઠાવી જાય તો ? !..તેથી પટેલ પાડીને ખભે બેસાડીને, રોજ રાત્રે મેડા ઉપર ચઢાવી દે. પટેલનો આ નિત્યક્રમ બની ગયો.

છ મહિના વીતી ગયા. પાડી તો ખાસ્સી મોટી થઈ ગઈ. છતાં પટેલ પહેલાંની જેમ જ સરળતાથી તેને મેડે ચઢાવી દે. એકવાર પટેલના ઘેર તેમના મિત્ર આવ્યા. નામ ભીમજી પટેલ. ભીમ જેવા તગડા, અને બળનું ભારે અભિમાન.

પુંજા પટેલે વિચાર્યું,’ આજે ભીમજીનું અભિમાન ઉતારું.’ તેમણે ભીમજીને પડકાર ફેંક્યો, ‘બોલ ભીમજી ! મારી પાડી તું મેડે ચડાવી દે તો રૂ।. 

૫૦૦નું ઈનામ !’ ભીમજી તરત તૈયાર થયો. સઘળું જોર કરી તેણે પાડી ખભે તો ચઢાવી, પણ પહેલું પગથિયું ચઢતાં ‘ધડામ’ કરતો નીચે પછડાયો.

ભીમજી માંડ-માંડ ઊભો થયો. પુંજા પટેલ કહે, ‘ભીમજી ! જો હવે હું પ્રયત્ન કરું છું.’ પુંજા પટેલને રોજનો મહાવરો. તેમણે પાડીને ખભે બેસાડ અને સડસડાટ મેડે ચઢી ગયા. ભીમજી ફાટી આંખે જોઈ રહ્યો. પછી પુંજા પટેલે ભીમજીને માંડીને વાત કરી. અને સમજાવ્યું કે, ‘કામ ગમે 

તેટલું અઘરું હોય, પણ તેને સતત-નિયમિત કરવા રહો તો સરળ થઈ જાય છે.’

 

Author: Gurjar Upendra Read More...

ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. ગજમુખાસુરને એવું વરદાન મળેલું હતું કે તે કોઈ અસ્ત્રથી ન મરી શકે.

ગણેશજીએ આને મારવા માટે પોતાનો એક દાંત તોડ્યો અને ગજમુખાસુર પર ઘા કર્યો. ગજમુખાસુર આનાથી ભયભીત થયો અને મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. ગણપતિએ મૂષક બનેલા ગજમુખાસુરને પોતાના પાશમાં બાંધી દીધો. ગજમુખાસુર ગણેશજીની માફી માગવા લાગ્યો. ગણેશજીએ ગજમુખાસુરને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું.

વધુ એક કથાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં મળી આવે છે. જે પ્રમાણે દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા, તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં.

મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી રહેલા મૂષકને પકડવા માટે પોતાનો પાશ નાંખ્યો. પાશે મૂષકનો પીછો કરીને પાતાળ લોક ગયો અને તેને બાંધીને ગણપતિ સમક્ષ રજૂ કર્યો.


ગણપતિને સામે જોઈને તેમની સ્તુતિ કરવા લાગ્યો. ગણેશજીએ કહ્યું કે તમે મહર્ષિ પરાશરને ખૂબ રંજાડ્યા છે, પરંતુ હવે તમે મારી શરણમાં છો જેથી તમને ઈચ્છો તે માંગી લો. ગણેશજીના આવા વચન સાંભળીને મૂષકને અભિમાન થયું. તેને કહ્યું કે મારે તમારી પાસેથી કાઈ નથી જોઈતું. જો તમારે મારી પાસેથી કશું માગવું હોય તો માંગી લો. ગણેશજી સ્મિત કરીને મૂષકને કહ્યું કે તમે મારું વાહન બની જાઓ.

પોતાના અભિમાનને લીધે મૂષક ગણેશજીનું વાહન બની ગયો. પરંતુ જેવા ગણેશજી પર બેઠા કે ગણેશજીના વજનથી તેઓ દબાવવા લાગ્યા. મૂષકે ગણેશજીને કહ્યું કે પ્રભુ હું તમારા વજનથી દબાઈ રહ્યો છું. પોતાના વાહનની વિનંતિ સાંભલીને ગણપતિએ પોતાના ભાર ઓછો કરી લીધો. બાદમાં મૂષક ગણેશજીનું વાહન બનીને તેમની સેવામાં લાગી ગયા.

ગણેશ પુરાણમાં એવું પણ વર્ણન કરાયું છે કે દરેક યુગમાં ગણેશજીનું વાહન બદલાતું રહે છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. ત્રેતા યુગમાં ગણેશજીનું વાહન મયુર છે અને વર્તમાન યુગમાં એટલે કે કળિયુગમાં તેમનું વાહન ઘોડો છે. 

Author: Gurjar Upendra Read More...

 

એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ. આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.
 
સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊઠે. હોમ-હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચધવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય, કોઈ ફૂલો વીણતો હોય, ને કોઈ ગાય દોહતો હોય. કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય ને કોઈ ઝાડની ડાળી પર ભીનાં વલ્કલ સૂકવતો હોય. કોઈ શિષ્યા આશ્રમના હરણની દેખભાળ કરતી હોય. ઋષિ શિષ્યો જોડે ઊભા રહી અસ્ત્રશસ્ત્ર પણ શીખવે અને વિદ્યા પણ આપે. ઋષિપત્ની હરણાંને ધરો ને દાભ ખવરાવતાં હોય.
 
ભણવા આવેલા શિષ્યોમાંના એકનું નામ આરુણિ. આશ્રમમાં દાખલ થયો ત્યારથી ગુરુ માટે એને ભારે આદર. ગુરુ માટે સ્નાનના જળની વ્યવસ્થા કરવી, તેમની પથારી કરવી, તેમના ચરણ તળાંસવા, તેમને હોમની તૈયારીમાં મદદ કરવી એમ બધાં કામ તે ઉમંગથી કરે. ગુરુની સેવામાંથી વખત બચે તેમાં તે ગુરુભાઇઓને પણ ઉપયોગી થાય : કોઈની ઓરડી વાળી આપે, કોઈ માંદાની પથારી કરી આપે, કોઈ થાકેલાના ક્યારા સીંચી આપે, કોઈનું વલ્કલ સાંધી આપે.
 
ગુરુની પણ આરુણિ તરફ મીઠી નજર. એની પૂરી સારસંભાળ લે.
 
એક સવારે સંધ્યા અને હવન કરી બધા શિષ્યો ગુરુને પ્રણામ કરવા આવ્યા. ગુરુએ જોયું કે એમાં આરુણિ ન હતો. આકાશ વાદળથી ઘેરાયેલું હતું. વીજળી કાટકા લેતી હતી. પવન જોરથી ફૂંકાતો હતો. મેઘની ભારે ગર્જના થતી હતી.
 
એમને યાદ આવ્યું : "ગઈ કાલે સાંજે આવું જ વાતાવરણ જામ્યું હતું ને વરસાદ થયો હતો. બધા આગળ હું બોલ્યો હતો ખરો કે આ વરસાદનાં પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. આરુણિ ત્યાં તો નહિ ગયો હોય? વરસાદ તો આખી રાત પડ્યા કર્યો છે."
 
એમણે બીજા શિષ્યોને પૂછ્યું, "તમે કોઈએ આરુણિને જોયો?"
 
શિષ્યોએ કહ્યું, "ગુરુજી! ગઈ કાલ સાંજ પછી એ દેખાયો નથી."
 
ત્યાં તો વરસાદ તૂટી પડ્યો.
 
આવા વરસાદમાં આરુણિ ત્યાં રહે તો એને કેટલું બધું સહન કરવું પડે !
 
બે શિષ્યોને સાથે લઈ ગુરુ આરુણિને શોધવા નીકળી પડ્યા. "ઓ આરુણિ !", "ઓ આરુણિ !" એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે ડાંગરના ક્યારડા હતા ત્યાં આવી પહોંચ્યા.
 
ક્યારડા પાસે ઊભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહિ.
 
ગુરુએ ફરીથી મોર્‍એથી બૂમો મારી, "બેટા આરુણિ !, બેટા આરુણિ !"
 
ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, "ગુરુદેવ ! હું અહીં છું. આ ઓતરાદી પાળ તરફ આવો."
 
ધૌમ્ય અને શિષ્યો ઓતરાદી પાળ તરફ દોડી ગયા.
 
ધૌમ્યે નજર કરી તો આરુણિ ક્યારડાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો.
 
આરિણુ બોલ્યો, "ના ગુરુદેવ ! ઊભો નહિ થાઉં, એમ કરું તો આ ક્યારડાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારું શરીર ગોઠવ્યું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય."
 
ઋષિએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી પથરા વગેરે લાવીને તેમણે કાણું પૂરી દીધું.
 
કાણું પુરાયું એટલે હાડમાંસના જીવતા પાળા સમા આરુણિને ધૌમ્યે આજ્ઞા કરી, "આરુણિ ! ઊભો થા."
આરુણિ ઊભો થયો, ગુરુના પગમાં પડ્યો અને બોલ્યો, "ગુરુજી ! મારી કથની કહું?"
 
ગુરુએ કહ્યું, "કહે, વત્સ !"
 
આરુણિ બોલ્યો, "ગુરુદેવ ! કાલે સાંજે હું એકલો ફરતો-ફરતો ડાંગરના ક્યારડા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારડાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે, 'આજે વરસાદ જેરદાર છે. એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારુ. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહિ પાકે.' મેં ક્યારડામાંથી માટી લઈને કાણું પૂરવા મથી જોયું. કાણું તો મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વધી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું ને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો ને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડ્યા કર્યો એટલે ન અવાયું. મને માફ કરો."
 
ઋષિ બોલ્યા, "વત્સ ! માત્ર ક્ષમા આપું કે તારા કાર્યની પ્રશંસા કરું?"
 
આરુણિના ચકેરા ઉપર ક્ષોભની લાગણી ઊપસી આવી.
 
ધૌમ્યનો ચકેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.
 
આરુણિના આ કાર્યથી ધૌમ્ય ખૂબ ખુશ થયા અને બોલ્યા, "વત્સ, ભારે વસમી પીડા સહન કરી તેં ! મારા તને આશીર્વાદ છે. તારા મોં ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. તારી વિદ્યા સફળ થાઓ. હવે તારો વિદ્યાભ્યાસ પૂરો થયો. તું મનફાવે ત્યારે ઘેર જઈ શકે છે."
 
ગુરુ અને શિષ્યો ઋષિને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરુણિની ભારે પ્રશંસા કરી.
 
બીજા દિવસે ગુરુએ હાથમાં વિદ્યાના ગ્રંથો લીધા ને આરુણિને વિદાય અર્થે તેડ્યો. આરુણિએ ગુરુચરણે ઝૂકીને એમની ચરણરજ લઈને આશ્રમની વિદાય લીધી.
 
આરુણિને બધી વિદ્યા આવડી ગઈ. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ઉદ્દાલક નામે ઓળખાયો. ઉદ્દાલક એટલે પાણીનો બંધ.
 
આ ઉદ્દાલકને પછી ગુરુના આશીર્વાદથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થયાં. સમર્થ જ્ઞાની તરીકે ઉદ્દાલક ઉર્ફે આરુણિનું નામ પંકાઈ ગયું.
 

Author: Gurjar Upendra Read More...

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…!માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કેમાના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’


એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી,સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું.

શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’


મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી.

અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.


એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે.

એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય.

પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા.

સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે.

એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.


હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!”

સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ!
 

ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે.

કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. ......

પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે!

સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે.

(જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)


માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા…પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ…મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…?

આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન…

એક માવડી નથી પોસાતી…! 
અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ,

તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ.

માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે.

સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ.

લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘

અંતવેળા જેના માબાપ ના ઠર્યા…

સાત જનમ તેના બુરા ઠર્યા…

 

:: દિનેશ પાંચાલ ::

 

Author: Gurjar Upendra Read More...

 
એક મોટું તળાવ હતું. એમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એક માછલીનું નામ અગમબુદ્ધિ, બીજી માછલીનું નામ તરતબુદ્ધિ અને ત્રીજીનું નામ પશ્ચાદબુદ્ધિ હતું.
 
અગમબુદ્ધિ ખૂબ સમજદાર હતી. એ જે કંઈ કરતી તે લાંબો વિચાર કરીને કરતી. તરતબુદ્ધિ જ્યારે મુસીબત આવે ત્યારે બચવાનો ઉપાય શોધતી. પશ્ચાદબુદ્ધિ હંમેશા ભાગ્ય ઉપર આધાર રાખતી.
 
એક દિવસ સાંજના સમયે બે માછીમારો ત્યાંથી પસાર થયા. તેમણે તળાવમાં નજર કરી. એક માછીમારે કહ્યું, ‘આવતીકાલે આપણે માછલીઓ પકડવા અહીં આવીશું.’
 
આ વાત ત્રણે માછલીઓએ સાંભળી. અગમબુદ્ધિએ કહ્યું, ‘આવતીકાલે માછીમારો આવશે તો આપણે બધાં જીવ ખોઈ બેસીશું. આપણે આજે જ આ તળાવ છોડી, નહેર વાટે બીજા તળાવમાં ચાલ્યા જઈએ.’ 
 
અગમબુદ્ધિની વાતમાં પેલી બે માછલીઓએ રસ ન દાખવ્યો. તરતબુદ્ધિએ કહ્યું, ‘અરે, હજી માછીમારો ક્યાં આવ્યા છે ? આવશે ત્યારે થઈ પડશે.’ પશ્ચાદબુદ્ધિએ કહ્યું, ‘સાચી વાત છે. હું તો અત્યારે આરામ કરવા માંગું છું.’ 
 
અગમબુદ્ધિને લાગ્યું કે હવે આ બંનેને સમજાવવાનો કોઈ અર્થ નથી. તેથી તે તો નહેરમાં થઈ બીજા જળાશયમાં ચાલી ગઈ. બીજા દિવસે સવારે પેલા બે માછીમારો તળાવ પર આવ્યા. તેમણે માછલીઓ પકડવા તળાવમાં જાળ નાખી.
 
માછીમારની જાળમાં ઘણી માછલીઓ સપડાઈ ગઈ. એમાં પેલી બે માછલીઓ પણ હતી. તરતબુદ્ધિ એ જાળમાંથી છૂટવા તનતોડ પ્રયત્ન કર્યો. અંતે, માંડમાંડ જીવ બચાવી જાળમાંથીતે છૂટી અને બચી ગઈ.
 
જ્યારે આળસુ એવી પશ્ચાદબુદ્ધિ જાળમાં સપડાઈ આને બહાર પણ ન નીકળી શકી. તેણે બહાર નીકળવા કૂદાકૂદ કરી પણ ન ફાવી. અંતે, માછીમાર જાળમાં સપડાયેલી પશ્ચાદબુદ્ધિ સહિતની માછલીઓને લઈને ચાલતો થયો.
 
બોધ : લાંબું વિચારવું, ટૂંકું નહીં. 
 

Author: Gurjar Upendra Read More...

Most Viewed Stories

Most Viewed Author