બૌદ્ધધર્મનો પ્રાદુર્ભાવ પૂર્વ ભારતમાાં થયેલો પણ સમ્રાટ અશોક બૌદધર્મમાં દિક્ષિત થયા અને ભારત તથા ગુજરાતમાાં મૌર્યવંશનું સામ્રાજય સ્થપાયા પછી બૌદ્ધધર્મનો પ્રચાર અને પ્રસાર થયો. એ સમયના અગત્યના નગરો અને કેન્દ્રોમાં બૌદ્ધભિક્ષુઓએ પોતાના થાણા નાખ્યા અને વિહારો, સ્તૂપો તેમ જ મઠો વગેરેની સ્થાપના કરી અને ધર્મના પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા.
આપણા દેશમાં જોવા મળતાં પક્ષીઓના ગુજરાતી નામ, હિન્દી નામ, અંગ્રેજી નામ, વૈજ્ઞાનીક નામ, પેટાજાતીઓ, આહાર, આવાસ, માળો–ઈંડા, પ્રજનન, પ્રાપ્તિસ્થાનની સચોટ તેમ જ રંગીન તસવીરો સહીતનો પરીચય કરાવતી માહીતીનો અમુલ્ય સંગ્રહ એટલે ‘પક્ષી પરિચય’
વ્યવસાયીક અને જીવલેણ રોગ ‘સીલીકોસીસ’ અંગે સામાન્ય જીજ્ઞાસુને થતા સવાલોના જવાબ રુપે માર્ગદર્શન આપતી પુસ્તીકા ‘કાળમુખો સીલીકોસીસ’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વકોશ એ એમની પ્રિય અને માનીતી સંસ્થા બની રહી હતી. તેઓએ એમના સસરા અને વિખ્યાત વિવેચક, સંશોધક તથા “મેના ગુજરી’ નાટકના સર્જક શ્રી રસિકલાલ પરીખની
પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે