| 1 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ વર્ણમેળ છંદ. તે ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તે ઉપેંવજ્રા અને ઇંદ્રવજ્રાના મિશ્રણથી બને છે. તેમાં પહેલું તથા ચોથું ચરણ ઇંદ્રવજ્રાનું અને બીજું તથા ત્રીજું ચરણ ઉપેંદ્રવજ્રાનું હોય છે.
|
| 2 |
|
पुं. |
( પિગંળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ગૌરી. તે જગતી છંદનો એક ભેદ છે. તેમાં તગણ, બે જગણ અને યગણ મળી બાર વર્ણ હોય છે.
ઉપયોગ
માયા રચજો ત જ જા ય ધરીને. – રણપિંગળ
|
| 3 |
|
पुं. |
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મત્તમયૂર. તેના દરેક ચરણમાં મગણ, તગણ, યગણ, સગણ અને ગુરુ એમ તેર અક્ષર હોય, તેમાં ચોથા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે.
|
| 4 |
|
पुं. |
માપ.
|
| 5 |
[ ફા. ] |
पुं. |
મૂળ; અસલ કારણ. જેમકે, ફરોમાયા એટલે હલકું કે નીચ કે ગિરાનમાયા એટલે કીમતી.
|
| 6 |
|
पुं. |
વેપારનું મથક.
|
| 7 |
|
स्त्री. |
અક્કલ; બુદ્ધિ.
|
| 8 |
|
स्त्री. |
અઘટનઘટન સાધિકા શક્તિ.
|
| 9 |
|
स्त्री. |
અજ્ઞાન; અવિદ્યા; મિથ્યાબુદ્ધિનું કારણ એક અજ્ઞાન; મિથ્યાબુદ્ધિના અજ્ઞાનનો એક હેતુ; વિક્ષેપશક્તિપ્રધાન અજ્ઞાન.
|
| 10 |
|
स्त्री. |
( જૈન ) અઢાર માંહેનું એ નામનું એક પાપસ્થાનક; ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની વાંછા.
|
| 11 |
[ સં. ] |
स्त्री. |
અવ્યાકૃત પદાર્થ કે તત્ત્વ.
|
| 12 |
|
स्त्री. |
અસાધારણ શક્તિ કે જ્ઞાન.
|
| 13 |
|
स्त्री. |
અસાધ્યને સાધ્ય કરે તેવી શક્તિ; ન બની શકે તેવું બનાવે તે શક્તિ.
|
| 14 |
|
स्त्री. |
આદિશક્તિ; પ્રકૃતિ; જેનાથી બ્રહ્માંડ રચાયું છે કે ભાસમાન થાય છે તે આદિશક્તિ; સૃષ્ટિની ઉત્પત્તિનું મુખ્ય કારણ. સર્વ જગત પોતાના અવ્યક્ત સ્વરૂપમાંથી નિર્માણ કરવાની જે અચિંત્ય શક્તિ, તેને જ માયા એ નામ ગીતામાં આપ્યું છે. માયાનાં અવિદ્યા, શક્તિ, પ્રકૃતિ, અવ્યાકૃત, અવ્યક્ત, અજા, અજ્ઞાન, ભ્રમ, તુચ્છા, અનિર્વચનીયા. મૂલા, તુલા, યોનિ એવાં નામ છે. વિનોબા લખે છે કેઃ માયા શું છે ? માયા કહે છે પરમેશ્વરની શક્તિને, તેની કળાકુશળતાને. આત્મા અને પ્રકૃતિ અથવા જૈન પરિભાષામાં કહીએ તો જીવ અને અજીવરૂપી આ મસાલાથી જેણે આ અનંત રંગોવાળી સૃષ્ટિ રચી છે, તેની શક્તિ અથવા કલા જ માયા છે. માયા પોતાનામાં પડેલા ચેતનના આભાસ વડે જીવને તથા ઈશ્વરને નિર્માણ કરે છે એમ ઉપનિષદમાં કહેલું છે, તેથી જીવ અને ઈશ્વર એ બંને માયિક છે. તે બંને માયિક છતાં પણ તે બંનેમાં ચેતનસ્વભાવ રહેલો છે. અન્નમાંથી ઉત્પન્ન થયેલું મન એ અન્નમાંથી ઉત્પન્ન થયેલા શરીર કરતાં સ્વચ્છ છે તેમ જગત, જીવ અને ઈશ્વર માયાના કાર્યરૂપ છતાં પણ જગતના કરતાં જીવ અને ઈશ્વર વધારે સ્વચ્છ છે. શ્રુતિની દષ્ટિએ જોઈએ તો માયા તુચ્છ જણાય છે. લૌકિક દૃષ્ટિએ જોઈએ તો તે સત્ય રૂપ જણાય છે. યુક્તિની દષ્ટિએ જોતાં તે સત્ અસતથી વિલક્ષણ એટલે અનિર્વચનીય જણાય છે. જગતનો ભાસ કરાવનારી આત્માની આત્મારૂપેજ અભિન્ન રહેલી અનિર્વચનીય એ શક્તિ સત્ નથી. કેમકે, આત્મજ્ઞાન પછી એ રહી શક્તી નથી તેમ તે અસત્ પણ નથી. કારણ કે, તેનાથી જ કલ્પનારૂપ કાર્ય થાય છે. તેથી એ સત્ અને અસત્ પદાર્થથી વિલક્ષણ છે. છતાં આત્મા વિના એ એકલી રહી શકતી નથી, તેથી આત્માથી એ જુદી પણ રહી શકતી નથી. પરમાત્માની માયા નામની શક્તિમાં આ જગતને ઉપજાવવાના સામર્થ્ય પ્રમાણે અવિવેક ઉપજાવવાનું સામર્થ્ય પણ છે. અવિવેક ઉપજાવનારી માયાની તે શક્તિ જીવને અવિવેકવાળો કરે છે, તેથી જીવ પોતાના જ્ઞાન અને આનંદ આદિ સ્વરૂપને ભૂલી જાય છે; એટલે તે પ્રિય પદાર્થની પ્રાપ્તિ કરવા અને અપ્રિય પદાર્થનો ત્યાગ કરવા સમર્થ થતો નથી. અવિવેકને વશ થયેલો તે જીવ હું સ્થૂલ શરીરમાં છું એમ માને છે અને હું સુખી, હું દુઃખી, હું કર્તા, હું ભોક્તા, હું પ્રમાતા એમ પણ માનવા લાગે છે.
|
| 15 |
|
स्त्री. |
આબાદી; ધન; દોલત; વૈભવ; ઐશ્વર્ય; પૂંજી; માલમિલકત; દ્રવ્ય; લક્ષ્મીભંડોળ.
રૂઢિપ્રયોગ
૧. માયા જોડવું = પૈસો એકઠો કરવો.
૨. માયા હોવી = પૈસો હોવો.
૩. માયાનું સગું = પૈસાનું સગું; સ્વાર્થની સગાઈ.
|
| 16 |
|
स्त्री. |
ઇંદ્રજાળ; બાજીગરની વિદ્યા; શાંબરી; જાદુ; ચમત્કાર; ખેલ; જેનુ સ્વરૂપ ન સમજાય એવું કૌતુક.
|
| 17 |
|
स्त्री. |
( વેદાંત ) ઈશ્વરની ઉપાધિરૂપ શુદ્ધ સત્ત્વપ્રધાન સમષ્ટિ અજ્ઞાન. આ સમષ્ટિ અજ્ઞાન ઉપહિત વા માયા ઉપહિત ચૈતન્ય ચરાચર પ્રપંચના સાક્ષીપણાવડે સર્વજ્ઞ કહેવાય છે, સર્વ જીવોને તેમના કર્માનુસાર ફળદાતાપણા વડે તે ઈશ્વર કહેવાય છે, સર્વ જીવોના કર્માનુસાર પ્રેરણપણા વડે નિયંતા કહેવાય છે, સર્વ જીવોના હૃદયમાં સ્થિત થઈને તેમની બુદ્ધિના નિયામક રૂપે સ્થિતપણા વડે તે અંતર્યામી કહેવાય છે, પ્રત્યક્ષાદિ પ્રમાણોના અગોચરપણા વડે તે અવ્યકત કહેવાય છે, ચરાચર રૂપ સર્વ પ્રપંચના વિવર્ત રૂપે અધિષ્ઠાનપણા વડે તે જગતકારણ કહેવાય છે અને વ્યાવહારિક સત્તાએ સત્ય તથા પારમાર્થિક સત્તાએ તે અસત્ હોવાથી તે સદસત્ રૂપ કહેવાય છે.
|
| 18 |
|
स्त्री. |
ઈશ્વરની કલ્પિત શક્તિ. તે ઈશ્વરની આજ્ઞાથી બધાં કામ કરતી હોવાનું મનાય છે.
|
| 19 |
|
स्त्री. |
એ નામની એક દેવી.
|
| 20 |
|
स्त्री. |
કપટ; દગો; છળ; પ્રપંચ; કૂટ; ઠગાઈ; દંભ; શઠતા; હૃદયમાં જુદા પ્રકારનો ભાવ રાખીને બહારથી જુદે પ્રકારે વ્યવહાર કરવો તે. દિલમાં કાંઈ, વાણીમાં કાંઈ અને કાર્યરૂપમાં કાંઈ એનું નામ માયા કહેવાય છે.
રૂઢિપ્રયોગ
૧. કાચી માયા = છેતરાય તેવું માણસ.
૨. પહોંચેલી માયા = હોશિયાર; કોઈથી ન છેતરાય તેવું માણસ.
|
| 21 |
|
स्त्री. |
કુદરત.
|
| 22 |
|
स्त्री. |
( તાંત્રિક ) છત્રીશ માંહેનું છઠ્ઠું તત્ત્વ.
|
| 23 |
|
स्त्री. |
જગતનું રૂપદર્શક નાટક; વિશ્વની લીલા; વિશ્વરૂપનું દર્શન.
|
| 24 |
|
स्त्री. |
( વેદાંત ) જગતનું સમષ્ટિ કારણ શરીર.
|
| 25 |
|
स्त्री. |
જીવને બંધનમાં નાખતા ચાર માંહેનો એક પાશ; ત્રિગુણા પ્રકૃતિ. તેનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે અને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહં કે મમત્ત્વની કરાવનારી છે. રાગદ્વેષવાળી માયા અને દેશકાળવાળી માયા એમ તેના પ્રકાર કહેવાય છે.
|
| 26 |
|
स्त्री. |
( વેદાંત ) જે પોતાના અધિષ્ઠાનરૂપ ચેતનથી ભિન્નરૂપે જોવામાં આવતી નથી તે.
|
| 27 |
|
स्त्री. |
( વેદાંત ) જે વિપરીત પ્રવૃત્તિનો હેતુ હોઈને તથા વિષયોનું ઉપાદાન કારણ હોઈને વિક્ષેપ શક્તિ પ્રધાન હોય તે.
|
| 28 |
|
स्त्री. |
જેના વડે પદાર્થોનું માપ સમજવામાં આવે એટલે કે દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન રૂપે સમજવામાં આવે છે તે.
|
| 29 |
|
स्त्री. |
( વેદાંત ) જેનું નિરુપણ કરવું અશક્ય છતાં જે સ્પષ્ટપણે ભાસમાન હોય તે. તેની બે શક્તિઓ છેઃ આવરણશક્તિ અને વિક્ષેપકશક્તિ. અસતા, જડતા અને દુઃખ એ ત્રણ માયાના સ્વભાવ છે.
|
| 30 |
|
स्त्री. |
તમાકું; ગડાકું.
|
| 31 |
|
स्त्री. |
ત્રણે કાળમાં જે સત્ છે જ નહિ એવી કાલ્પનિક અનાત્મ વસ્તુ.
|
| 32 |
|
स्त्री. |
દયા; દાઝ; લાગણી; કરુણા; અનુકંપા; કૃપા.
|
| 33 |
|
स्त्री. |
દુર્ગા.
|
| 34 |
|
स्त्री. |
દુષ્ટતા.
|
| 35 |
|
स्त्री. |
નર્મદાનાં હજાર માંહેનું એક નામ.
|
| 36 |
|
स्त्री. |
નશ્વરતા; નાશપણું; ખોટો કે સહેજ વારમાં લય થઈ જાય એવો ભાસ.
|
| 37 |
|
स्त्री. |
નામરૂપાત્મક પદાર્થ.
|
| 38 |
|
स्त्री. |
( વેદાંત ) પોતાના આશ્રયરૂપ બ્રહ્મને જે મોહની પ્રાપ્તિ નથી કરી શકી તે.
|
| 39 |
|
स्त्री. |
પ્રાચીન હિંદની એ નામની એક નગરી. તે હસ્તિનાપુરની ઉત્તરે ગંગાને કિનારે હતી.
|
| 40 |
|
स्त्री. |
પ્રીતિ; મમતા; સ્નેહ; વહાલ; મમત્વ; અનુગ્રહ; પ્રેમ; મમતાનો કોઈપણ વિષય.
રૂઢિપ્રયોગ
૧. માયા કરવી = સ્નેહ કરવો; પ્રીત કરવી.
૨. માયા થવી = સ્નેહ થવો.
૩. માયા મૂકવી = ચાહતું બંધ થવું; સ્નેહ, મમતા છોડવાં.
૪. માયા રાખવી = ચાહવું; મમતા રાખવી.
૫. માયાને ભો છે, કાયાને નહિ = વહાલ અને મમતાને લઈને ભય રહે છે; ડર કે બીક અતિ મમત્વ કે જીવના વહાલપણાને લઈને હોય છે, શરીરરૂપી ખોળિયાને ભય હોતો નથી.
|
| 41 |
|
स्त्री. |
બુદ્ધની માતાનું એક નામ.
|
| 42 |
|
स्त्री. |
ભગવાનની બાર માંહેની એક શક્તિ. તે બાર આ પ્રમાણે છેઃ શ્રી, કીર્તિ, પુષ્ટિ, ગિરા, કાંતિ, તુષ્ટિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા.
|
| 43 |
|
स्त्री. |
ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં અંતરાયરૂપ થતો પદાર્થ.
|
| 44 |
|
स्त्री. |
ભભકો.
|
| 45 |
|
स्त्री. |
ભાંગ.
ઉપયોગ
માયા લક્ષ્મીને કહે, હેત પ્રીત જેહ; માયા જોગમાયા અને માયા અને માયા ભાંગ છે એહ. – જાદવજી.
|
| 46 |
|
स्त्री. |
મણિદ્વીપની ચોસઠ માંહેની એક કળા.
|
| 47 |
|
स्त्री. |
મનની શક્તિનું જોર.
|
| 48 |
|
स्त्री. |
મયદાનવની એક કન્યા. તેને વિશ્રવા સાથે પરણાવી હતી. તેનાથી તેને ખર, દૂષણ, ત્રિશિરા અને સૂર્પણખા એમ ચાર સંતાન થયાં હતાં.
|
| 49 |
|
स्त्री. |
મા; માતા; જનની.
|
| 50 |
|
स्त्री. |
( વેદાંત ) રજોગુણ અને તમોગુણથી નહિ દબાયેલી શુદ્ધ સત્ત્વગુણપ્રધાન પ્રકૃતિ. તેમાં શુદ્ધ સત્ત્વગુણ મુખ્ય અને બીજા બે ગુણ ગૌણ હોય છે.
|
| 51 |
|
स्त्री. |
રાજદ્વારી પ્રપંચ; રાજકીય કાવાદાવ.
|
| 52 |
|
स्त्री. |
લક્ષ્મીદેવીનું એક નામ.
|
| 53 |
|
स्त्री. |
લીલા; આભાસ; અધ્યાસ; બાહ્ય પદાર્થોનો પ્રપંચી દેખાવ; ભ્રમ; ભ્રાંતિ; ભ્રાંતિ; વિપર્યય; મરીચિકા; ભ્રમદર્શન; દષ્ટિદોષ; મૃગજળ; પ્રભુની આવરણા શક્તિ.
|
| 54 |
|
स्त्री. |
શરીર.
|
| 55 |
|
स्त्री. |
સુખભોગની ભાવના; સ્ત્રી, છોકરાં ને ધન ઉપરની લોલુપતા; સંસારનો મોહ.
રૂઢિપ્રયોગ
૧. માયામાં રહેવું = સંસાર સંબંધમાં ખૂંચી રહેવું.
૨. માયામાં લપટાવું = (૧) પ્રપંચમાં ફસાવું. (૨) સંસાર વહેવારમાં મૂઢ થઈ જવું.
|