पुं.
[ સં. ]
ગીતાના અઢાર માંહેનો એ નામનો દશમો અધ્યાય. ભગવાનનું સર્વવ્યાપી સ્વરૂપ જુદે જુદે રૂપે સર્વ વસ્તુ માત્રામાં તથા ભૂત માત્રમાં રહેલું છે. ભક્તની ભક્તિ અથવા શ્રદ્ધા એક ઠેકાણે સ્થિર થવાથી સગુણ સ્થિતિ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે. સગુણ ભક્તિ નિર્ગુણ ભક્તિ કરતાં પરિણામકારક છે એમાં શંકા નથી. સામાન્ય બુદ્ધિને પ્રત્યક્ષ દેખનારાં તેજ, વૈભવ, ઇત્યાદિ કારણોની સત્વર સમજ પડવાથી શ્રદ્ધાની દૃષ્ટિ ગુણો તરફ થાય છે એ સઘળી બાબત ઠસાવવા માટે આ અધ્યાયની રચના થઈ છે. વિભૂતિ એટલે ઐશ્વર્ય, વૈભવ, પ્રભુત્વ ઇત્યાદિ જે જે કંઈ જે જે સ્થળે વિશેષ દેખાય છે, તે બધાં પરમાત્માનાં જ સ્વરૂપ છે અથવા તેનો જ વૈભવ તે સ્થળે છે તેવું નિવેદન હોવાને લીધે આ અધ્યાયને વિભૂતિયોગ કહ્યો છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.