स्त्री.
વડનગરા નાગરની ત્રણ માંહેની એ નામની એક પેટા જ્ઞાતિ. વડનગરાની ત્રણ પેટા જ્ઞાતિઃ નાગર ગૃહસ્થ, નાગર બ્રાહ્મણ અને ડુંગરપુરા. ચૌલોક્યોના વખતમાં વિદ્વત્તા અને રાજકારણમાં નાગર બ્રાહ્મણો જ અગ્રેસર હતા, એ વાત તેઓએ બનાવેલા ગ્રંથો, તેઓને રાજ્યમાં મળેલી મોટી મોટી જગ્યાઓ વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે. વલ્લભીકાળથી નાગર બ્રાહ્મણો મહત્વનું સ્થાન ભોગવે છે. વલ્લભી વખતનાં તેઓનાં અનેક તામ્રપત્રો ઉપરથી તેમ જ અણહિલવાડ પાટણના વખતમાં ઉપર બતાવેલાં સાધનો ઉપરથી દેખાય છે. હાલમાં નાગર અને બ્રાહ્મણ એવા જે બે સ્પષ્ટ વિભાગો દેખાય છે તેવા તે વખતે નહોતા. હાલના નાગરોને પોતાના નામ સાથે બ્રાહ્મણ શબ્દ લગાડવામાં સંકોચ લાગે છે. તેઓ બ્રાહ્મણ શબ્દનો ભિક્ષુક શબ્દના અર્થમાં ઉપયોગ કરે છે. તથાપિ પૂર્વકાળમાં સર્વ નગર જ્ઞાતિ પોતાને નાગર બ્રાહ્મણ પદ મોટા અભિમાન સાથે લગાડતી એમ માલૂમ પડે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.