स्त्री.
( વૈદ્યક ) એક ઔષધ. તેની બનાવટઃ એક ભાગ ધોળાં મરી ને બે ભાગ શુદ્ધ ખાપરિયો લઈ તેને ગાયના માખણમાં કાલવી ખલ કરવો. પાછળથી લીંબુનો રસ નાખતાં જવું ને ખલ કરતાં જવું. જ્યાંસુધી બધી ચીકાશ મટી જાય ત્યાંસુધી ખરલમાં બરાબર મર્દન કરવું ને સુકાયા પછી વાલ વાલની ગોળ કરવી. વસંતમાલિની લીંડીપીપરના ચૂર્ણમાં તથા મધમાં મેળવી ખાવાથી તથા માથે દૂધભાતનું પથ્ય પાળવાથી દરેક જાતના જીર્ણજ્વર, વિષમધાતુગતજ્વર, લોહીવાળો પાણી જેવો પાતળો ઝાડો, પ્રદર, કમકૌવતી વગેરે પર સારો ફાયદો કરે છે. તેની માત્રા એકેક વાલની છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.