વસંતરજબ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામના વીરોની જોડી. એ નામના બે મિત્રો હતા. એક હતો હિંદુ, બીજો હતો મુસલમાન. એકનું નામ વસંત, બીજાનું નામ રજબ. બંને અમદાવાદમાં રહેતા. એક વખત અમદાવાદમાં હુલ્લડ થયું. હિંદુઓ ભાન ભૂલ્યા, મુસલમાનો ભાન ભૂલ્યા. એકબીજાને મારવા લાગ્યા. બંને મિત્રોને ખબર પડી. તેઓ હુલ્લડ શાંત કરવા ઊપડ્યા. આગળ વસંત પાછળ રજબ. આવી પહોંચ્યા હુલ્લડસ્થાને. ગુંડા રસ્તે જનારને મારતા હતા. વસંતભાઈ તેમને બચાવવા ગયા. ગુંડા તેમની આસપાસ ફરી વળ્યા. એકે આગળથી છરી ભોંકી ! બીજાએ પાછળથી છરી ભોંકી ! વસંતભાઈના રામ રમી ગયા. રજબભાઈ વચ્ચે પડ્યા. તેમની પણ એ જ દશા થઈ. વસંતરજબની સ્મશાનયાત્રા નીકળી. હજારો લોકો એમાં જોડાયા. હિંદુ હતા, મુસલમાન હતા, ઈસાઈ હતા, પારસી હતા, શીખ હતા, જૈન હતા એમ બધી કોમના લોકો હતા. એકને અગ્નિદાહ દીધો, બીજાને કબરમાં દફનાવ્યો. પ્રજાહૃદય પોકારી ઊઠયું કેઃ અમર રહો એ બંને મિત્રો વસંતરજબ. અમર રહો તેમની એકતાની ભાવના.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects