સૌંદર્યવર્ધક વ્યાયામ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

શક્તિ અને સૌંદર્ય વધે એવી એક જાતની કસરત; ’ કેલેસ્થનિકસ ’. આ વ્યાયામ લગભગ ૧૭૮૬ માં શરૂ થયેલો મનાય છે અને ૧૮૮૬ માં તો કલીઆસ નામના એક સ્વીઝ વ્યાયામ વિશારદે આવી કસરતો ઉપર એક ’ કેલિસ્થનિક ’ નામની ચોપડી પણ બહાર પાડી. મૂળ તો આ વ્યાયામનો ઉપયોગ બાળાઓ માટે થતો પણ ધીરે ધીરે તેના ફાયદાઓ જોતાં પુરુષો તેમ જ બાળકો પણ તે કસરતો કરે છે. અત્યારે તો કેલેસ્થનિક્સનો બહોળો અર્થ સાધન વગરની કસરતો એવો થાય છે. તેનાથી શરીરનો વિકાસ થાય છે અને તેને પોષણ મળે છે. શરીરના જુદા જુદા અવયવો સારી સ્થિતિમાં રહે છે તેમજ શરીરના જુદા જુદા ભાગો ઉપર કાબૂ મેળવી શકાય છે. વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ આપતાં શિક્ષકે ખયાલમાં રાખવા જેવી બાબતો એ છે કે: ( ૧ ) દરેક વિદ્યાર્થીને માટે પૂરતી જગ્યા હોવી જોઈએ, ( ૨ ) નાના કદના વિદ્યાર્થીઓ આગળ અને મોટા કદના વિદ્યાર્થીઓ પાછળ રહેવા જોઈએ, ( ૩ ) વર્ગનો દરેક વિદ્યાર્થી પોતાને જોઈ શકે તેમ શિક્ષકે ઊભું રહેવું જોઈએ, ( ૪ ) યોગ્ય નમૂનો આપી કસરત સમજાવવી, ( ૫ ) જો વિદ્યાર્થી ખોટી રીતે કસરત કરે તો તેને તે જ વખતે સમજણ આપવી, ( ૬ ) હંમેશા સાદી કસરતમાંથી મુશ્કેલ કસરત તરફ છે, (૭) વિદ્યાર્થીની ઉમર અને સમય જોઈને કસરત કરવી, ( ૮ ) જ્યારે કસરત શ્રેણીવાર લેવામાં આવે ત્યારે તે પૂરેપૂરી કરવી, જેથી શરીરનું કોઈ અંગ કસરત વગરનું ન રહે. ( ૯ ) ઊભવાની રીત વગેરે સુંદર હોવી જોઈએ. વર્ગની ગોઠવણ: એક કતારનો હુકમ થતાં જમણા હાથ તરફથી ઊંચા અને ડાબા હાથ તરફ નીચા વિદ્યાર્થીઓએ ઊભા રહેવું. એક કતાર થયા પછી તેને ’ એક સે ચાર ગિનતિ ’ નો હુકમ આપવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, ચાર એમ ગણના કરે છે. પછી વર્ગને સમજાવવામાં આવે કે, એક નંબર વાળાએ ખસવાનું નથી, બે નંબરે બે પગલાં આગળ, ત્રણ નંબરે ચાર કદમ અને ચાર નંબરે છ કદમ આગળ જવાનું છે. પછી ’ ચાર બનો ’ એવો હુકમ આપવામાં આવે એટલે એકમાંથી ચાર હાર બને. આ સ્વરૂપમાં જ આ સૌંદર્યવર્ધક વ્યાયામ ચાલુ કરવામાં આવે છે. આ કસરતની મુખ્ય સ્થિતિઓ આ પ્રમાણે છે: ( ૧ ) હોશિયાર, ( ૨ ) આસાન હો, ( ૩ ) શિર પાછળ ઝુકાવવું, ( ૪ ) ધડ આગળ ઝુકાવવું, ( ૫ ) પગ પહોળા કરી અને ધડ આગળ ઝુકાવવું, ( ૬ ) પગ પહોળા કરી ધડ નીચે નમાવવું, ( ૭ ) નિતંબ સખત કરી હાથ નિતંબ ઉપર રાખવા, ( ૮ ) ગરદન સખત કરવી અને તેની ઉપર હાથના પંજા રાખવા, હથેળી ગરદન ઉપર આવે તેમ રાખવી. ( ૯ ) હાથ છાતી આગળ વાળવા, ( ૧૦ ) હાથ ઉપર વાળવા, ( ૧૧ ) અંગૂઠો સામે સીધો આવે તેમ પગને ઊંચો કરવો, ( ૧૨ ) પગ પાછળ ઊંચા કરવા અને અંગૂઠો સીધો રાખવો, ( ૧૩ ) પગ બાજુ પર ઊંચા કરવા અને અંગૂઠો સીધો કરવો, ( ૧૪ ) પગના અંગૂઠાને આગળ, પાછળ અને બાજુ પર વારાફરતી જમીનને અડાડવો, ( ૧૫ ) ડાબો પગ ગોઠણથી ઊંચો કરવો, ( ૧૬ ) જમણો પગ ગોઠણથી ઊંચો કરવો, ( ૧૭ ) ડાબો પગ આગળ, પાછળ અને ડાબા પગના અંગૂઠાને આગળ, બાજુ પર લઈ પાછળ અને બાજુ પર જમીનને અડાડવો, ( ૧૮ ) જમણો પગ આગળ, પાછળ અને બાજુ પર લઈ જમણા પગના અંગૂઠાને આગળ, પાછળ અને બાજુ પર અડાડવો, ( ૧૯ ) જમણો પગ આગળ, પછી ડાબો પગ આગળ એમ ઊભા ઊભા ચાલવું, ( ૨૦ ) ડાબો પગ આગળ લઈ પવિત્રા ઉપર પેતરો કરવો, ( ૨૧ ) જમણો પગ આગળ લાવી પેતરો કરવો, ( ૨૨ ) ડાબી બાજુ ડાબા પગથી પેતરો કરવો, ( ૨૩ ) જમણી બાજુ જમણા પગથી પેતરો કરવો, ( ૨૪ ) પાછળ ડાબા પગથી પેતરો કરવો, ( ૨૫ ) પાછળ જમણા પગથી પેતરો કરવો, ( ૨૬ ) હાથ બાજુએથી સીધા આડા ઊંચા કરવા, હથેળીઓ જમીન તરફ રાખવી, ( ૨૭ ) હાથ સીધા આગળ લાવી સામે ઊંચા કરવા, હથેળીઓ સામસામી રાખવી, ( ૨૮ ) હાથ સીધા બાજુએથી માથા ઉપર ઊંચા કરવા, હથેળીઓ સામસામી રાખવી, ( ૨૯ ) પગ પહોળા કરી ધડને ડાબી બાજુએ વાળવું, ( ૩૦ ) પગ પહોળા કરી ધડને જમણી બાજુએ વાળવું, ( ૩૧ ) હાથ ખભા ઉપર રાખવા, ( ૩૨ ) હાથ પાછળ ઊંચા કરવા, ( ૩૩ ) ઊઠબેસ કરવી, ( ૩૪ ) અરધી બેઠક કરવી, ( ૩૫ ) ધડ પાછળ વાળવું, ( ૩૬ ) આગળ નમવું, ( ૩૭ ) પાછળ નમવું, ( ૩૮ ) બાજુ ટેકો, ( ૩૯ ) આગળ ટેકો, ( ૪૦ ) પાછળ ટેકો, ( ૪૧ ) ઘૂંટણ ઉપર ( ૪૨ ) ઘૂંટણ ઉપર તૈયાર વગેરે સ્થિતિઓ કરાવી શકાય છે. તે સિવાય સૌંદર્યવર્ધક વ્યાયામની વિભાગ વાર વહેંચણ કરવામાં આવી છે. દરેક શ્રેણીમાં અમુક કસરતો છે. જેમ કે, ડોકની કસરતો: તેમાં કૂલ ત્રણ કસરતો છે. તેમાં માથાને આગળ, પાછળ, બાજુથી બાજુ ચલાવવાની કસરતો મુખ્ય છે. હાથની કસરતો: તેમાં કૂલ છ કસરત છે. તેમાં હાથને આગળ, પાછળ, બાજુ પર, ઉપર લઈ જવા ઉપરાંત હાથને વાળવાની કસરતોનો પણ સમાવેશ થાય છે. ધડની કસરતો: આ કસરતો કૂલ ત્રણ છે. તેમાં ધડને આગળ પાછળ, બાજુ પર ઝુકાવવાની કસરતોનો સમાવેશ થાય છે. પગની કસરતો: આ કસરતો કુલ બે છે. તેમાં પગને આગળ, પાછળ, બાજુ પર ઊંચા કરવાની કસરતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાથ અને ગરદન, હાથ અને ધડ, હાથ ને પગની હળવી કસરતો, હાથ અને પગની ભારે કસરતો, હાથ, પગ અને ગરદનની કસરતો, કુદકા મારવાની કસરતો, શ્વાસ લેવાની કસરતો વગેરે એક બીજી મુખ્ય કસરતોને મેળવીને યોગ્ય રીતે કરી શકાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects