વાત ઊની લૂની છે.

January 09 2020

આશા અમર છે તે કહેવત જૂની છે,
આશામાં જીવનારો માણસ ધૂની છે.

વિરહની વેદનામાં હ્રદય ગુમસુમ છે,
હ્રદયના મધુબનની ગલીઓ સૂની છે.

સ્ત્રીનું સૌંદર્ય સાદગીમાં પણ દીપે છે,
તેમાંયે શોભા નાક,નમણ ને ચૂની છે.

તેમની નૈનોના ઈશારા ઘણું કહી ગયા,
ઘાયલ કરી ગયા તે નયનો જ ખૂની છે.

જીવન નૈયા રેગિસ્તાનમાં થંભી તો છો
થંભી, પણ દોસ્ત વાત! ઊની લૂ’ની છે.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

ખબર નથી પડતી!

ખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.! જયારેજયારેએવુંલાગેકેહુંએનેખુબજસારીરીતેજાણુંછું, તેવાદરેકક્ષણપરકંઈકનવીજવિવિધતાનોપરિચયથાયછે, જાણેકેએમાંએકઅલગજધરોહરહોય.! ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી!; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું!, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ! અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું! મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો!; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું.! કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.! ખરેખરખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.!

Gujaratilexicon
Jay Pandya
July 05 2020
Gujaratilexicon

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Loading…


Social Presence

,

સપ્ટેમ્બર , 2020

શુક્રવાર

18

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects