એક એવા કડવા ભાઈ, ફૂલ છાલ પાન કડવાં;રાયણ જેવાં ફળ વળી, તે પણ મીઠાં કડવાં
આમ જાઉં, તેમ જાઉં, જ્યાં જાઓ ત્યાં સાથે થાઉં;નાનો થાઉં, મોટો થાઉં, ઊંઘી જાઓ તો સંતાઈ જાઉં
નરકની દીકરી, તેજબાઈ નામ;પહેરે પટોળાં ને ભાંગે છે ગામ
ઊંચા ઊંચા ઊકરાજી, ને લાંબી જેની ડોક, અઢારે અંગો વાંકાં જેનાં, વાંકું કે ‘સૌ લોક
અંદરથી ખાઓ ને ઉપરથી ફેંકી દો