ઝાડ બહુ ઉપયોગનું, જે આકાશને આંબે,માણસ જેની ટોચે ચઢીને પાણી પીવા માંગે
છાપરે છાપરે મગ વેરાય;ગોળ જોઈને ચોંટી જાય
પઢતો પણ પંડિત નહિ, પૂર્યો પણ નહિ ચોર;ચતુર હોય તો ચેતજો, પધુરો પણ નહિ મોર
ઘરમાં ઘર તેમાં, રમે કેસરિયો વર; લાકડાં ખાઈ ખાઈને, કાઢે ખાખી ગર
તમે આવતા’તા અમે જતા’તા,અમને દેખીને તમે રોઈ શું પડ્યા?