न.
[ સં. અશ્મંતક ]
કચનારનાં પાંદડાં જેવાં પાંદડાં અને લાંબી શિંગવાળું આસૂંદરાનું ઝાડ. તે તૂરૂં, ખાટું, ઠંડું અને વાત, પિત્ત, કફ, મેહ, દાહ, તરસ, વિષરોગ, ઊલટી, પિશાચબાધા, ગંડમાળ, ઘારૂં, વિષમજ્વર, કંઠરોગ, રક્તવિકાર, ગલગંડ અને અતિસાર મટાડનાર મનાય છે. આ ઝાડનાં મૂળ, છાલ ને પાન, તાવ અને માથાના રોગ ઉપર દવા તરીકે વપરાય. આસૂંદરાનાં પાંદડાં બીડી બનાવવામાં અને શિંગ બાળકોને સોગઠી સાથે ઘસીને પાવામાં આવે. આ ઝાડની અંતરછાલની બંદૂકની જામગરી અને મજબૂત અને ટકાઉ દોરડાં થાય.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.