Dictionary

રામટેક

અર્થ
નાગપુરથી અઢાર માઈલ દૂર એક ઐતિહાસિક પહાડી તીર્થસ્થળ. એમ પ્રતીત થાય છે કે કવિ કાલિદાસનો યક્ષ અહીં આવીને રહ્યો હતો. મેઘદૂતમાં રામગિર્યાશ્રમથી લઇને કૈલાસની અલકાપુરી સુધી જવાના રસ્તામાં આવનારાં શહેરો તથા અન્ય સ્થળોનાં વર્ણન કરવામાં આવેલાં છે. તે રામટેકથી જ બંધ બેસે છે, ચિત્રકૂટથી નહિ. અહીં હિંસક જંગલી જનાવર પણ રહે છે.