Dictionary

સંકલિતૈક્ય

અર્થ
( ગણિત ) સંકલિત ઐક્ય. એકથી શરૂ થતી ક્રમિક સંખ્યાઓની શ્રેઢી લઇ તેનાં પહેલેથી અનુક્રમે એક, બે, ત્રણ, ચાર વગેરે પદોનો સરવાળો માંડતાં જે નવી શ્રેઢી અને તે નવી શ્રેઢીનાં પહેલેથી અનુક્રમે એક, બે, ત્રણ, ચાર વગેરે પદો લઇને જે સરવાળો માંડીએ તે ક્રમિક સંખ્યાઓનું પૃથક્ પૃથક્ સંકલિતૈક્ય કહેવાય. જેમકે, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ એમ એક્થી શરૂ થતી નવ ક્રમિક સંખ્યાઓ લઇ ઉપર કહેલી રીતે સરવાળો માંડતાં ૧, ૩, ૬, ૧૦, ૧૫, ૨૧, ૨૮, ૩૬, ૪૫ એ શ્રેઢી થશે અને આ શ્રેઢીનાં પદોનો પહેલેથી એક, બે, ત્રણ એમ અનુક્રમે સરવાળો પાડતાં ૧, ૪, ૧૦, ૨૦, ૩૫, ૫૬, ૮૪, ૧૨૦, ૧૬૫ આવશે. તે ૧ થી ૯ સુધીની સંખ્યાઓનાં પૃથક્ પૃથક્ સંકલિતૈક્ય થશે.