ખેડા

ખેડા જિલ્લો ગલતેશ્વર (પાલી), કપડવંજ, કઠલાલ, ખેડા, મહુધા, માતર, મહેમદાવાદ, નડિયાદ, ઠાસરા અને વીરપુર – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 5150 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,667 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 22 લાખથી વધુ છે. 82%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે. નડિયાદ આસપાસનાં ગામોમાંથી કપાસ અને તમાકુ એકત્ર કરવાનું કેન્દ્ર છે. ઑક્ટોબર – નવેમ્બરમાં આવતી પૂનમે ડાકોરમાં મોટો મેળો ભરાય છે. મહેમદાવાદ જૂના મહેલ અને કૂવા માટે જાણીતું છે. 

Explore Gujarat

About Gujarat