Dictionary

રામતીર્થસ્વામી

અર્થ
એ નામના એક સંત. તેમનો જન્મ પંજાબ પ્રાંતના ગુજારાનવાલા જિલ્લાની અંદરના મુરારીવાલા ગામમાં એક ઉત્તમ ગોસ્વામી કુલમાં બાવીશમી ઑકટોબર સને ૧૮૭૩માં થયો હતો. કહેવાય છે કે, તેના પવિત્ર કુળમાં ગોસ્વામી શ્રી તુલસીદાસજી થઇ ગયા હતા. નાનપણથી જ તે પરમ આસ્તિક હતા. પ્રારંભમાં જ તેણે વ્રત લીધું હતું કે મારો પ્રત્યેક શ્વાસ પરમાત્માની સેવામાં અર્પણ કરીશ. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને વેદાંતના બીજા ગ્રંથોના અનુશીલનની સાથે સાથે એકાંતવાસ ઉપર તેનો પ્રેમ વધતો ગયો. વૈરાગ્ય અને અને પ્રેમમાં તેમનું હૃદય મસ્ત રહેવા લાગ્યું લોકોના આગ્રહ અને પ્રાર્થનાથી તે જપેન વિશ્વધર્મ પરિષદમાં અને પછી અમેરિક ગયા હતા. અમેરિકમાં તેમનો લોકો ઉપર અત્યંત પ્રભાવ પડ્યો અને તેમનાં વ્યાખ્યાનો સાંભળવા લોકોનો મહાસાગર ઊલટતો. કેટલાએ સ્ત્રીપુરુષોએ તેમની પાસેથી સંન્યાસ લીધો હતો. તેણે સંવત ૧૯૦૬ની દિવાળીને દિવસે ગંગા નદીના પ્રવાહમાં સમાધિ લીધી.