GL Goshthi

ગુજરાતીલેક્સિકોન પોતાની એક નવીન પ્રસ્તુતિ આપ સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવે છે. જેનું નામ છે – GL ગોષ્ઠિ. જે અંતર્ગત વિવિધ ક્ષેત્રો જેવાં કે - ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, ફિલ્મજગત, રમતગમત, રાજકારણ વગેરેમાં પ્રસિદ્ધ થયેલા વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા કે વ્યક્તિગત મુલાકાત લેવામાં આવે છે. જેમાં તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતા સામાન્ય પંદરેક પ્રશ્નો પૂછવામાં આવે છે. જેવાકે, તેમનું પ્રિય ગુજરાતી પુસ્તક કયું ?, તેમના પ્રિય ગુજરાતી સાહિત્યકાર કયા ? ગુજરાતી ભાષામાં તેમને ગમતી બાબતો કઈ કઈ ? વગેરે...

આ દરેક મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે તથા અનેકગણી નામના અને પ્રસિદ્ધિ પામ્યા બાદ પણ પોતાની માતૃભાષાને ભૂલ્યા નથી. પોતાના વ્યવસાયિક તથા કૌટુંબિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત રહેવા છતાં ગુજરાતી ભાષા સાથેનું તેમનું જોડાણ સ્નેહસભર છે. તેમની ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણી અને પ્રેમ અકબંધ છે; તે વાત આ મુલાકાત દ્વારા પ્રદર્શિત થઈ શકે છે તથા તેમના ચાહકો સુધી પહોંચાડી શકાશે.

આ પ્રકારની મુલાકાત યોજવાનો ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે. GL વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પર તેમના ઉત્તરો લોકો સુધી પહોંચાડી ગુજરાતી ભાષાપ્રેમીઓને ભાષાસન્મુખ રાખવા અને માતૃભાષા અંગે જાગૃત કરવા માટેનો વિનમ્ર પ્રયાસ છે.


Categories