પાંત્રીસ વર્ષ સુધી ખૂબ જ નિષ્ઠાપૂર્વક ગુજરાતી ભાષા શીખવનાર ભાષાશિક્ષક શ્રી ઉત્તમભાઈ ભગવાનદાસ ગજ્જર [સમાજવિદ્યાવિશારદ; ડી.બી.એડ્.] લિખિત જોડણીચિંતનવૃક્ષ સમી, 1996માં લખાયેલી, એક નાનકડી પુસ્તિકા એટલે ‘ગુજરાતી જોડણીની ખોદણી’
તા. 26 નવેમ્બરને ભારતમાં ‘કાયદા દિવસ’ તરીકે અને 2015થી તેને ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મોટાભાગના રાજનેતાઓ, બાબુઓ કે કર્મચારીઓ કે થોડા નીચેની અદાલતના નામદાર ન્યાયાધીશો અને વકીલો બંધારણના શબ્દાર્થ અને ભાવાર્થ સમજવાને બદલે મનઘડંંત અર્થ કરી રહ્યા છે.
લેખક શ્રી જગદીશ પટેલે નેહામાં એક રમ્ય કથા આલેખી. ભારતીય સંસ્કૃતિને પેલા પ્રતીકમાં પરોવીને નવલકથા દ્વારા એક પોતાનો આગવો અવાજ (ગુજરાતી-અમેરિકી) અભિવ્યક્ત કરશે તેવી આશા એમની આ બીજી કૃતિ આપી જાય છે. ‘નેહા’માં નિરૂપાએલી વાર્તા ગતિશીલ અને વાચકને જકડી રાખે તેવી છે. તે વાર્તાનાં સંવેદ્યબિંદુઓ વાચક પોતાની અનુભૂતિની આંખે અનુભવશે જ, અહીં તેનું વિવેચન કરવાનો […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વકોશ એ એમની પ્રિય અને માનીતી સંસ્થા બની રહી હતી. તેઓએ એમના સસરા અને વિખ્યાત વિવેચક, સંશોધક તથા “મેના ગુજરી’ નાટકના સર્જક શ્રી રસિકલાલ પરીખની
પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે