Home » GL Community » Kavita
ગીતોની મસ્તીનો નશો મસ્તાન છે, મીઠી વાણી એ શક્તિનું વરદાન છે. મારે તો જાત મહેનત જીંદાબાદ છે, મારી વાણીમાં કવિતાનું સંધાન છે. કાલી-ઘેલી વાણીને વાડીમાં વાવું છું, મારી વાણીમાં સચ્ચાઈનું એલાન છે. સ્પંદનોને સંવેદનાનું વળગણ હોય છે, અંતરના સાગરમાં વેદનાનું તોફાન છે. માણસમાં માણસાઈ મરી પરવારી છે, અહીં કવિના શ્વેત વસ્ત્રમાં શયતાન છે. અનિલ દવે. […]
# મારું વતન # મારું ગૌરવ છે, મારું ગામ શિયાણી, દવેના બસો ખોરડાંનું ગામ શિયાણી. અહીં સંપ-જંપનો ત્રિવેણી સંગમ છે, રાજપૂતોનું ખમીરવંતું ગામ શિયાણી. યુવાનો દેશનું જતન કરે છે સરહદ પર, મિલેટ્રીમાં નામ બોલાય ગામ શિયાણી. ઝાલાવાડનું ગૌરવગાથામાં મોખરે છે, શક્તિશાળી યુવાનોનું ગામ શિયાણી. ભક્તિ અને શક્તિ પ્રદશનોથી દિપે છે, હ્રદયમાં વસેલું છે મારુ ગામ […]
કરકસર એ જ જીવનની અમૂલ્ય કિંમત છે, છતાં વિકટ સમયે પૈસાનું મૂલ્ય અસંગત છે. ઈશ્વરની ભક્તિમાં આનંદ સવિશેષ મળે છે, બરાબર સંકટ સમયે પ્રભુ એક જ અંગત છે. પ્રેમની નિષ્ફળતાથી જીવન અકારું લાગે છે, જુનું બધું ભૂલી જાઓ, જીંદગી જ ગમ્મત છે. આખા ગામની પંચાત ગામના પંચાતિયા કરે છે, કામધંધા વિનાની નવરીબજાર ગામની પંચાત છે. […]
ખાતર ઉપર દિવેલ દીધા પછી શું?, દર્દ લીધા પછી પાછું વાળવાનું શું?. ભાગોળે છાસ છાગોળ્યા પછી શું?, ભૂતકાળને વાગોળીને થૂંકવાનું શું?. કઠણાઈ કરમની કીધા પછી શું?, પ્રેમની કથાઓ વાંચીને ચૂંથવાનું શું?. ટેરવાંના સ્પંદનોને સ્મર્યા પછી શું?, પ્રણયના સ્પંદનોને વાગોળવાનું શું?. અંતરની આરસીમાં જડ્યા પછી શું?, હ્રદયની દિવાલને ખીલ્લા જડવાનું શું?. અનિલ દવે. (“અનુ”)
સગપણોમાં હુંફ પામે એ જ જાણે જિંદગી, દુઃખ હજારો હોય તો પણ એજ માણે જિંદગી. આભથી ઝાકળનું જે ટીપું પડ્યું તું રાતના! ફૂલને બસ એ જ આપી ગ્યું અજાણે જિંદગી, એમની ઝુલ્ફો સરીખો રેશમી એ દોર છે, ક્યાંક ગૂંચાય ન જાયે ખેંચતાણે જિંદગી. મોતથી બદતર દશા, યાને વિરહની આ વ્યથા! એમના વિના અમે જીવ્યા પરાણે […]
ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો, હવે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો, કહો….. આ આંખો તારી તુજ અંતર દ્વાર, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર, એ મારકણુ હળવુ શું સ્મીત, એ આમંત્રણ ની અનોખી રીત. મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવવી તને મારે. પછી પ્રિતી […]
છમ છમ કરતી આવી ગુળિયા ,રંગ અનેરા લાવી ગુળિયા, સ્પર્શ કરી મારી દુનિયા ને હર્ષ-પ્રેમ જગાવે ગુળિયા, હેતલના હેત ઉભરાયા, જીગર ના વાત્સલ્યમાં , પ્રખર તેજમાં છાંય બની ને અંતર ના ઉર લાવી ગુળિયા, જનની માતની ઇસ્ટભક્તિએ એવો અલખ જગાવ્યો કે, દેવી સમી મારી કુલધાત્રિ, પ્રકટ ફળી, સુખ લાવી ગુળિયા, […]
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા ને આફત દીઠી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ: ”મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું; નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!” રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય છે પાછળ, એની […]
વાત દિવસની નથી મને રાત ડરાવે છે મારી નાની ઝૂંપડીને ચક્રવાત ડરાવે છે…. ભેટમાં મળ્યાં છે લોહીનાં અનેક આંસુ જીવનની હવે હરેક સોગાત ડરાવે છે… છોડી પ્રેમની વાત કોઈ બીજ વાત કરો વગર વાંકે તરછોડનો આઘાત ડરાવે છે… મારા લીધે કોઈ બદનામ ન થઈ જાએ તેથી જ મને તારી મુલાકાત ડરાવે છે…. પોતીકાંએ […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.